Trending News
સ્થાનિક સમાચાર

શું રાજકોટની જેમ ભચાઉ પણ ભડકે બળશે ત્યારે તંત્ર જાગશે....?

03 October

ભચાઉ : દર વર્ષની જેમ આ વર્ષે પણ ભચાઉ રેસિડેટ વિસ્તારમાં ફટાકડાનું વેચાણ ગેરકાયદેસર દિવાળી પહેલા શરૂ થશે બની બેઠેલા ઠેકેદારે દરેક સ્ટોલ માલિક પાશેથી ચાલીસ હજાર રૂપિયા રોકડ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
હાલમાં દિવાળી તહેવાર નજીક આવી રહ્યો છે માટે દિવાળી તહેવાર નિમિત્તે ભવ્ય ઉજવણી કરવા ફટાકડાનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે અને શહેરની વચ્ચો વચ ઊભી કરતી ફટાકડા બજાર લોકોના જીવ જોખમા નાખી કેટલાક ઠેકેદારો કાયદો પોતાના ખીશામાં રાખી બેઠા હોય તેવો રોફ બતાવી રહેણાક વિસ્તારમાં ગેરકાયદેસર ફટાકડા બજાર ઊભી કરી લોકોના જીવ જીખમમાં મૂકી રહ્યા છે.
ભચાઉ શહેર વચ્ચે આવેલ શાકમાર્કેટ અને લોહાણા મહાજન વાડી નજીક એક ઠેકેદાર ગેરકાયદેસર ફટાકડા બજાર ઊભી કરવા કરવા તૈયારીઓ કરી રહ્યા છે સરકારના નિયમો મુજબ શહેર અને ગામડાના રહેણાક વિસ્તારમાં ફટાકડા બજાર બનાવવાની કે વેચાણ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી પરંતુ ભચાઉ સહેર માં આવું છેલા કેટલાક સમયથી થતું આવે છે અને આ વર્ષે પણ થવા જઈ રહ્યું છે.
આ ફટાકડા બજાર ઊભી કરવા એક ઠેકેદારે તેણે આ તમામ જવાબદારી ઉપાડી છે દરેક સ્ટોલ દીઠ રૂપિયા ચાલીસા હજાર રોકડ રકમ નક્કી કરવામાં આવી છે કોઈ વ્યક્તિએ પ્રશ્ન કર્યો કે આટલી મોટી રકમ કેમ ઉઘરવો છો ત્યારે જાણવા મળ્યું કે પોલીસ, મામલતદાર, નગરપાલિકા, નાયાબ કલેકટર, જી.ઇ.બી અને મંજરી સહિતના  તમામને પ્રસાદ રૂપે આપવાના થશે ખરેખર આવું હોય તો રાજકોટના અગ્નિકાંડ જેવી ઘટનાને નોતરૂં આપી રહ્યા છે. એવી ઘટના બનશે જવાબદારી કોની ? માટે આ ફટાકડા બજાર ભચાઉ સહેર વચ્ચે બનાવવી યોગ્ય નથી. ઉપરોક્ત જગ્યાએ કે સહેરના રહેણાક વિસ્તારમાં ફટાકડા બજાર ની મંજુર આપવામાં આવશે ન્યાય મંદિરના દરવાજા ખખડાવીસ તેવું એક સામાજિક કાર્યકર (સમાજ સેવક) મહાવીરસિંહ રાણાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.

Comments

COMMENT / REPLY FROM