Trending News
સ્થાનિક સમાચાર

મુખ્યમંત્રીને આવકારવા માતાનામઢ સજ્જ

03 October


જિલ્લા કલેક્ટરે મા.મઢની મુલાકાત લીધી : હેલીપેડ સહિતની સુવિધાનું નિરીક્ષણ કર્યું 

નખત્રાણા : જ્યાં લાખો શ્રદ્ધાળુઓ મા આશાપુરાને શીશ નમાવે છે તે માતાનામઢની મુલાકાતે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના છે. તેના સંદર્ભે જિલ્લા કલેક્ટર અમીતભાઈ અરોરાએ મા.મઢની મુલાકાત લીધી હતી. તેમણે હેલીપેડ સહિતની સ્થળની મુલાકાત લઈ જરૂરી સૂચનો આપ્યા હતા. સંધ્યા આરતી બાદ જિલ્લા સમાહર્તા મા. આશાપુરાજીના દર્શન કર્યા હતા અને મઢ જાગીરના ટ્રસ્ટી ખેંગારજી જાડેજા, પ્રવિણસિંહજી વાઢેર સાથે નવરાત્રિ મહોત્સવ બાબતે ચર્ચા-વિચારણા કરી હતી. ઉપરાંત કલેક્ટરએ પૂર્વ સરપંચ સૂરેન્દ્રસિંહ જાડેજા સાથે ગ્રા.પં.ની નવરત્રિ મહોત્સવની વિગતો જાણી હતી. તેમની સાથે પ્રાંત અધિકારી સુરજભાઈ સુથાર, મામલતદાર સલીમ ડોડિયા, રામજીભાઈ બકુલિયા,  ટીડીઓ નટુભાઈ પરમાર વગેરે સાથે રહ્યા હતા.

Comments

COMMENT / REPLY FROM