Trending News
ક્રાઈમ

ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કન્ટેનર ટ્રેઈલર  ચોરીનો ભેદ ઉકેલ્યો : ૧ને ઝડપી પાડયો

02 October


ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીઓના બનાવો બની રહ્યા છે. તેવામાં પૂર્વ કચ્છ બી ડિવિઝન પોલીસ દ્વારા વાહન ચોરીનો ભેદ ઉકેલી લેવાયો છે.આ અંગે મળતી માહિતી મુજબ કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં પાર્કિંગમાં રાખેલ કન્ટેનર ટ્રેઈલર વાહનની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવાતા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. જે દરમ્યાન ટેકનીકલ એનાલીસીસથી મળેલી બાતમીના આધારે ગાંધીધામ તાલુકાના કિડાણા ગામના અકરમ કાસમ ચાવડા (ઉ.વ.રર) ને પકડી પાડી તેમના કબજામાં રહેલ ટ્રેલર નંબર જી.જે.૧ર.એયુ ૮૧૮૩ કિંમત રૂપિયા ર૦,૦૦,૦૦૦ નું કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઈતિહાસમાં ગાંધીધામ બી ડિવિઝન તેમજ આદીપુરમાં અગાઉ પણ પકડાઈ ચુકયો હોવાનું જાણવા મળેલ છે. આ કામગીરીમાં બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોજીયા, પીએસઆઈ એલ.એન.વાઢીયા, કે.જે. વાઢેર, તેમજ સર્વેલન્સ સ્ટાફ જોડાયો હતો.

Comments

COMMENT / REPLY FROM