બનાસકાંઠા ભારતીય વાયુસેનાનું નવું એરબેઝ કચ્છ અને દક્ષિણ રાજસ્થાનમાં આર્થિક સમૃદ્ધિને પણ વધારશે
કંડલા અને જામનગરની સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવશે
(પ્રતિનિધિ દ્વારા) બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં ભારતીય વાયુસેનાનું નવું એરબેઝ બનાવવામાં આવશે. પાકિસ્તાનથી માત્ર ૧૩૦ કિમી દૂર સ્થિત આ એરબેઝ ૈંછહ્લની તાકાત અને સુરક્ષામાં અનેકગણો વધારો કરશે.પાકિસ્તાન બોર્ડરથી માત્ર ૧૩૦ કિલોમીટરના અંતરે આવેલા બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ભારતીય વાયુસેનાનું નવું એરબેઝ બનાવવામાં આવશે. આ એરબેઝની સ્થાપનાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં અનેકગણો વધારો થશે.સંરક્ષણ મંત્રાલયે આ એરબેઝના રનવેનો સર્વે કર્યો છે, જેને ઓબ્સ્ટેકલ લિમિટેશન સર્વે કહેવામાં આવે છે. આ સર્વે સિંગાપોરની એક ખાનગી કંપની દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેમાં અત્યંત કુશળ અને અનુભવી પાઇલોટ્સનો સમાવેશ થાય છે.ડીસામાં બનાવવામાં આવનાર આ નવા એરબેઝ માટે ૪,૫૦૦ એકર જમીન ફાળવવામાં આવી છે. આ પ્રોજેક્ટ પર આશરે રૂ. ૧,૦૦૦ કરોડનો ખર્ચ થશે, જેમાંથી રૂ. ૩૯૪ કરોડ એકલા રનવેના નિર્માણ પાછળ ખર્ચવામાં આવશે. આ એરબેઝ સંપૂર્ણપણે ગ્રીન ફીલ્ડ કોન્સેપ્ટ ટેક્નોલોજી પર આધારિત હશે, જે પર્યાવરણને અનુકૂળ છે. તેનું નિર્માણ માત્ર સંરક્ષણ ક્ષેત્રને જ નહીં પરંતુ ખાસ કરીને કચ્છ અને દક્ષિણ રાજસ્થાનમાં આર્થિક સમૃદ્ધિને પણ વધારશે.આ એરબેઝની સ્થાપનાથી કંડલા પોર્ટ અને જામનગર ઓઈલ રિફાઈનરીની સુરક્ષા વધુ મજબૂત બનશે. આ એરબેઝ ન માત્ર ભારતને સુરક્ષા પ્રદાન કરશે, પરંતુ દેશના આર્થિક અને ઉર્જા સંબંધિત ઉદ્દેશ્યોને પૂર્ણ કરવામાં પણ મદદરૂપ સાબિત થશે. આ સાથે અમદાવાદ અને વડોદરાને પણ હવાઈ સુરક્ષા મળશે. ડીસા એરબેઝના નિર્માણથી ભારતીય વાયુસેનાની ક્ષમતા પાકિસ્તાનની સરખામણીમાં અનેકગણી વધી જશે. આ એરબેઝ રાજસ્થાનના ભુજ અને ઉત્તરલાઈ એરબેઝ વચ્ચેનું અંતર ઘટાડશે, જેના કારણે પશ્ચિમ સરહદ પર એરફોર્સની ગતિવિધિઓ વધુ અસરકારક બનશે.

Comments