Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના રાજવી ફાટક પર રોજિંદી ટ્રાફિક સમસ્યાનો ક્યારે આવશે અંત ?

02 October

મહાનગરપાલિકા બનવા જઈ રહેલા




ગોકળગાયની ગતિએ ચાલી રહેલા ઓવરબ્રિજના નિર્માણ સાથે સર્વિસ રોડની દયનીય હાલત બની સમસ્યાનું કારણ : ૩૦ હજાથી વધુ વાહનો અને ૧૦૦થી વધુ ટ્રેનની અવરજવર ધરાવતા માર્ગ પર છાશવારે સર્જાય છે ટ્રાફિક જામ : લોકોના કિંમતી ઈંધણ અને સમયનો થઈ રહ્યો છે વ્યય : ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ચૂપકિદી સામે ભભૂક્યો જનાક્રોશ




ગાંધીંધામ : મહાનગર બનવા જઈ રહેલા ગાંધીધામ શહેરમાં ટ્રાફિકની સમસ્યા રોજિંદા શરદર્દ સમાન બની છે. ખાસ કરીને શહેરના રાજવી ફાટક પર છાશવારે સર્જાતો ટ્રાફિકજામ લોકો માટે પરેશાનીનું કારણ બની ગયું છે. રાજવી ફટાક પાસે ઓવરબ્રિજનું નિર્માણ ભુજોડીના ઓવરબ્રિજના વિલંબના કીર્તિમાનને તોડી નાખે તે ગતિએ ચાલી રહ્યું છે, તો બીજી તરફ મુખ્ય માર્ગ અને સર્વિસ રોડ પણ જર્જરીત થઈ જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામ અને આદિપુર શહેરોના તમામ સર્વિસ રોડની હાલત ખરાબ થઈ ગઈ છે. ટાગોર રોડના સર્વિસ રોડથી માંડી આદિપુરના જુમાપીર ફાટક તરફથી રાજવી ફાટક તરફ જતા સર્વિસ રોડની હાલત દયનીય બની ચૂકી છે, જેના કારણે અકસ્માતો સર્જાય તેવી ભીતિ ઉભી થઈ છે. આ માર્ગ પર ભૂતકાળમાં પણ અનેક નાના-મોટા અકસ્માતો બની ચૂક્યા છે. સર્વિસરોડના નવિનીકરણના બદલે તંત્ર માત્ર થીગડા મારી ગાડું ગબડાવે છે.
શહેરના હાર્દ સમાન રાજવી ફાટક પાસે ઓવરબ્રિજનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે. બ્રિજનું કામ ચાલુ હોવાથી મુખ્ય માર્ગ અવરજવર માટે બિનઉપયોગી બન્યો છે. જુમાપીર ફાટકથી ગળપાદર તરફ જતા રસ્તામાં ગંદીક પણ વધી છેે. રાજવી ફાટક પાસે દરરોજ સરેરાશ ૩૦ હજાર નાના-મોટા વાહનો પસાર થતાં હોય છે. રાજવી ગેટનો સર્વિસ રોડ અને રાજવી ગેટથી રામદેવપીર મંદિર સુધીનો રોડ લાંબા સમયથી બંધ હાલતમાં છે. એક તરફ ફાટક પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે ત્યાં બીજી તરફ રેલવે ક્રોસીંગ પરથી મુસાફર અને માલગાડી સહિત ૧૦૦થી વધુ ટ્રેનો પણ અસર થાય છે. ફાટક વારંવાર બંધ થવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી જાય છે. લોકોના ઈંધણ અને કિંમતી સમયની બરબાદી થાય છે.
ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ પણ આ મુદ્દે ચૂપકિદી સાધી રહ્યા છે તેથી પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચવાના બદલે રૂંધાઈ રહ્યો છે. બ્રિજના નિર્માણને આડે વિલંબનું ગ્રહણ લાગી ચૂક્યું છે, તો બીજી તરફ રસ્તાઓ અને સારા સર્વિસ રોડના અભાવે વાહન ચાલકોનો મરો થઈ રહ્યો છે. ઓવરબ્રિજનું ઝડપભેર નિર્માણ થાય અને સર્વિસ રોડની સત્વરે સુધારણા કરી ખાડાઓમાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી લોક લાગણી પ્રવર્તિ રહી છે.



.......................



રાજવી ઓવરબ્રીજને ક્યું ગ્રહણ નડયું..


લાંબા સમયથી સર્વિસ રોડ પણ નથી બન્યો


ગાંધીધામ : રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર કંડલા કોમ્પલેક્ષમાંથી સરકાર જ નહિ અનેક રાજકીય અને સામાજીક સંસ્થાઓ પણ લાભ લેવા પહોચી જાય છે. પરંતુ તકલીફની સમય આ વિસ્તારની કોઈ પુંજા નથી કરતો. ભુજોડીના ઓવરબ્રીજને બનતા લાંબા સમય વીતી ગયો હતો જો કે રાજવી ઓવરબ્રીજને બનતા તેનાથી પણ વધુ સમય લાગે તેવું દેખાઈ રહ્યો છે. ભાજપ સરકાર કહે છે કે, અમે તેને ખાતમુર્હત કર્યુ તેને લોકાર્પણ અમે જ કરતા હોય છીએ. પણ આ ઓવરબ્રીજ તેમાં આવતો ન હોય તેવું હાલ શહેરીજનો લાગી રહ્યું છે. કંડલા કોમ્પલેક્ષના રાજકીય અગ્રણીઓ મોઢું સિવી બેઠા હોય તેવું રેલ્વેના કામ ઉપર દેખાઈ રહ્યું છે. શહેરને મહાનગરપાલીકાનો દરજ્જો અપાયો છે તેને રાજકીય ગ્રહણ લાગ્યુ તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Comments

COMMENT / REPLY FROM