Trending News
સ્થાનિક સમાચાર

માતાનામઢે શ્રાદ્ધમાં જ બે લાખથી વધુ યાત્રિકો માથું નમાવી ગયા : મેળા જેવો માહોલ

02 October

આજે રાત્રે ઘટ સ્થાપના સાથે નવરાત્રિનો પ્રારંભ 




આજે વહેલી પરોઢથી માતાનામઢે ભાવિકોની મોટી લાઈન લાગી : એસટી, વીજ, પાણી, પોલીસ સહિતની સેવા સારી : આસપાસના મંદિરો પર પણ પ્રવાસીઓ છલકાઈ રહ્યા છે



નખત્રાણા : આજે અમાસના મા.મઢે રાત્રે ૯ કલાકે જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે ઘટસ્થાનાની ધાર્મિકવિધિ થશે તે સાથે જ આદ્યશક્તિની ઉપાસના અને આરાધનાનું પર્વ અશ્વિન નવરાત્રિનો આરંભ થઈ જશે. આજે વહેલી સવારથી જ માતાના મઢે ભાવિકોની મોટી લાઈન લાગી હતી જે લાઈન છેક હાઈવે સુધી હતી. શ્રાદ્ધ પક્ષમાં જ માતાના મઢે બે લાખ માથા નમી ગયા હતા અને આ વર્ષે પણ છથી સાત લાખ ભાવિકો દર્શનનો લાભ લે તેવી સંભાવના છે. ગામના પૂર્વ સરપંચ સૂરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે, મા.મઢે એસટી, વીજ, પાણી, પોલીસ સહિતની સેવા ખુબ જ સારી છે. કોઈ ફરિયાદ નથી તો પ્રવાસન વિભાગ દ્વારા મંદિરને નવું લુક અપાયું છે અને વિકાસ થયો છે. તેનાથી ભાવિકોના ચહેરા પર ખુશી જોવા મળે છે. ચાચરા કુંડ, રૂપરાઈ તળાવ, ખટલા ભવાની, હિંગલાજ મંદિર, જાગોરા ભવાની સહિતના સ્થળોએ માનવ મેદનીથી છલકાઈ રહ્યા છે. વિશાળ પ્રાંગણમાં લોકો આરામથી મા.મઢે દર્શન સહિત ખરીદી પણ કરી રહ્યા છે. વેપારીઓ પણ ખુશ છે તો મઢે પદયાત્રી કેમ્પ જાગીર શાખાનો ધમધમી રહ્યો છે. મા.મઢની ચારે દિશામાં શ્રદ્ધાળુઓની ઘોડાપુર ઉમટી પડ્યો છે. મંદિર પરિસરમાં રાસ-ગરબાની રમઝટ જામે છે. નખત્રાણાથી મા.મઢ સુધી તમામ પદયાત્રી કેમ્પો હાઉસફુલના પાટીયા જુલાવે છે. 

Comments

COMMENT / REPLY FROM