વોંધ પાસે કન્ટેનરની પાછળ બોલેરો ગાડી ભટકાતા એકનું મૃત્યુ : એકને ઈજા
ગાંધીધામ : ભચાઉ - સામખિયાળી રોડ ઉપર આવેલા વોંધ ગામે કન્ટેનરની પાછળ ઘૂસી જતા પીકઅપ બોલેરોમાં એકનું મૃત્યુ થયું હતું. જ્યારે એકને ઈજાઓ પહોંચી હતી.
આ અંગે જાણવા મળતી માહિતી મંંજબ વોંધ પાસે આગળ જઈ રહેલી કન્ટેનર ગાડીના ઠાઠામાં પીકઅપ ગાડી ધડાકાભેર અથડાતા ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ગામે રહેતા અલ્પેશભાઈ મોહનભાઈ વાઘેલા (ઉ.વ.૩૦)નું મૃત્યુ થયું હતું. જ્યારે રાકેશભાઈ નારણભાઈ પરમારને માથાના ભાગે ઈજાઓ થવાથી ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડેલ હોવાનું તેમજ આગળની તપાસ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. એક્સિડન્ટ બાદ કન્ટેનર ચાલક નાસી છૂટ્યો હતો.

Comments