ભીરંડીયારીથી ખાવડા લઈ જવાતા ગૌવંશના માંસ સાથે ત્રણ આરોપી ૧ દિવસના રિમાન્ડ પર
કોર્ટમાં રજૂ કરવામાં આવતા ૧ દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે આપ્યા : ફરી આજે કોર્ટમાં રજૂ કરાશે
ભુજ : ખાવડા પોલીસ મથકની ટીમ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન લુડીયા-ધોરડો ત્રણ રશસ્તા પાસે હતા ત્યારે મળેલી બાતમીના આધારે સફેદ કલરની અલ્ટો કાર નં.જીજે૧ર-બીઆર પ૧૬૬ વાળીને રોકી ચેક કરતા તેમાંથી મોટા ગામનો આરોપી મૌલાના અબ્દુલ સતાર હાસમ સુલેમાન સમા, સુલતાન નુરમામદ જુસબ સમા અને હુશેન ઉમર જુણસ સમાના કબજામાંથી ૩૦ કિલ્લો ગૌવંશનો માંસ સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કરી ત્રણેય વિરૂદ્ધ ગુનો દાખલ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવયા હતા. આજરોજ રિમાન્ડ પૂર્ણ થયા બાદ ફરી તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.

Comments