Trending News
સ્થાનિક સમાચાર

કચ્છીજનો સરહદના સંત્રીની નિભાવે ભુમિકા :  જો જો પદયાત્રીના સ્વાંગમાં કોઈ ભાંગફોડીયાઓ ઘુસી ન જાય.!

01 October



દેશદેવી માતાના મઢે આસો નવરાત્રી દરમ્યાન લાખોની સંખ્યામાં લોકો આવશે, આવામાં કોઈ નાપાક ઈરાદાઓ ધરાવનારા તત્વો પણ પ્રવેશી અને ભેદી ઘટના કે અટકળાચાઓને અંજામ ન આપે તેની તકેદારી રાખવાને માટે પોલીસ ઉપરાંત રાજયની અલગ અલગ મહત્વપૂર્ણ ગુપ્ત તથા સુરક્ષા એજન્સીઓ સતર્કતા વધારે તે હિતાવહ : પાછલા એકાદ અઠવાડીયાના સમયગાળામાં જ કચ્છની ખાવડા-નરા સરહદેથી ઘુસપેઠના બે પ્રયાસોને એજન્સીએ નાકામ બનાવી દીધા છે પરંતુ બન્ને ઘટનાક્રમોમાં છે ઘણા ભેદભરમ



છેવાડાના સરહદી વિસ્તારોના જાગૃત લોકો પણ રહે વધુ સજાગ : પદયાત્રાઓ દરમ્યાન કેઈ પણ નવો ચહેરો કે શંકાસ્પદ વ્યકિતની હલચલ જોવાય તો ગ્રામજનો ચોકકસથી નજીકના પોલીસ મથક કે અન્ય કોઈ એજન્સીને સંપર્ક કરી
વિના વિલંબે જાણ કરી દે



ગાંધીધામ : નાપાક આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા કચ્છ જિલ્લાની વ્યુહાત્મક રીતે તથા દેશની સલામતી અને સુરક્ષાની દ્રષ્ટીએ પણ એક અનેરી ગંભીરતા રહેલી છે. ભારતની પશ્ચીમ છેવાડે આવેલ આ જિલ્લો આતંરરાષ્ટ્રીય સ્તરની વિવાદીત જળ સીમા, વાયુ સીમા અને ભુમી સીમા પણ ધરાવી રહ્યો છે. દેશભરની સલામતી માટે પાકીસ્તાનની સીમાને અડીને આવેલા આ જિલ્લાની ગંભીરતા સમજી જ રહ્યા છે અને તેથી જ દેશભરની અલગ અલગ એજન્સીઓ અહી ધામા નાખીને બેઠી છે. મહત્વપૂર્ણ કહી શકાય તેવી સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને અહી કેન્દ્‌ સરકાર દ્વારા ડીપ્લોય કરવામા આવી છે.આપણે સૌ જાણીએ છીએ કે નાપાક મુલક પાકીસ્તાન ભારતમાં વિવિધ સમયે કઈકને કઈક ભાગફોડ કરવાના હવાતીયા મારતો જ રહેતુ હોય છે.  અને મોટી વાત તો એ છે કે, જયારે જયારે ભારતમાં કોઈ મોટી ઘટનાઓને અંજામ અપાયા હોય તો તેમાં મોટાભાગનાઓમાં કચ્છ કડીના પણ ખુલાસાઓ સમયાંતરે થવા પામતા જ રહેતા હોય છે. ભારતમાં કોઈ મોટી ચુંટણી હોય, કે પછી કોઈ મોટા ધાર્મિક પર્વો અને ઉત્સવો યોજાતા હોય તો તેમાં પાકીસ્તાન એક યા બીજા રીતે પોતાના નાપાક ઈરાદાઓને પાર પાડવાનો પ્રયાસ પણ કરતુ જ રહેતુ હોય છે. હાલમાં પણ દેશ-દુનીયાભરમાથી શ્રદ્ધાળુઓના મોટા ઘોડાપુર છેવાડાના કચ્છ સરહદી વિસ્તારમાં આવવાના ચાલુ થઈ ગયા છે. લાખો લોકો પદયાત્રા કરતા માં આશાપુરાને શીષ જુકાવવા આવી રહ્યા છે. લાખોની સંખ્યામાં લોકો દેશભરમાથી આવતા હોય ત્યારે પોલીસ અને વ્યવસ્થાતંત્ર પણ ચોકકસથી પડકારજનક સ્થિતીમાં મુકાઈ જાય તે સહજ વાત છે. જો કે, કચ્છનુ વહીવટીતંત્ર આવા આયોજનોને પણ ખુબજ સારી રીતે વરસાવરસથી પાર પાડતુ આવી જ રહ્યુ છે પરંતુ આવી સ્થિતીનો પણ ગેરલાભ નાપાક ભાંગફોડીયા તત્વો કોઈ ન ઉપાડે તેની તકેદારી રાખવી રાષ્ટ્રહિતને માટે પણ ખુબજ કારગત પુરવાર થવા પામશે તેમ જાણકારો કહી રહયા છે. એટલે પદયાત્રીઓના સ્વાંગ ભાંગફોડીયા તત્વો છેવાડાની સરહદોમાં ઘુસી ન જાય તેનુ ધ્યાન સૌ કોઈએ રાખવુ પડશે. કચ્છનુ વહીવટીતંત્ર, પોલીસ વિભાગ તથા અન્ય સુરક્ષા અને ગુપ્તચરતંત્રો આ બાબતે સક્રીય જ રહેલા છે પરંતુ તેની સાથોસાથ જ કચ્છના સીમાવર્તી અને સરહદી વિસ્તારના ગ્રામજનો પણ જે રીતે વખતોવખત સરહદના સંત્રીની ભુમિકા નિભાવતા રહ્યા છે તેને વધુ એક વખત સાક્ષાત કરી દેખાડવી રહેશે. સીમાવર્તી ગામડાઓમાં પણ પદયાત્રીના નામે કોઈ ભાંગફોડીયાને સ્થાન ન મળી જાય તે માટે ગ્રામજનોને પણ સતર્ક અને સજાગ રહેવુ પડશે. આગામી એક સપ્તાહ દરમ્યાન આવનાર પદયાત્રીઓના સમયકાળ દરમ્યાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ હિલચાલ કે પછી શંકાસ્પ વ્યકિત અથવા તો ગ્રામજનો માટે અજાણ્યા ચહેરા સમાન વ્યકિત દેખાય તો તે મામલે ત્વિરત ધોરણે જ પોલીસને, અથવા તો સ્થાનિક અન્ય કોઈ એજન્સીને વિના વિલંબે જાણ કરવાની જાગૃતી દેખાડે તે જ સમયનો તકાજો બની રહ્યો છે. નોધનીય છે કે, તાજેતરમાં જ પાછલા એકાદ સપ્તાહમાં જ ખાવડા તથા નરા પટ્ટાની આંતરરાષ્ટ્રીય સરહદમાં ઘુસપેઠીયા તત્વો બોર્ડર ક્રોસ કરવાની દીશામાં પ્રયાસો કરતા પકડાઈ ચૂકયા છે જેને પણ હળાવશથી ન લેવી જોઈએ.

Comments

COMMENT / REPLY FROM