ભુજ આશાપુરા મંદિરે માતાજીએ નવા સ્વરૂપે ભાવિકોને આપ્યા દર્શન
ઐતિહાસિક મંદિરે ડાબી તરફની મૂર્તિએ ચાર સૈકા જૂના સિંદુરના વાઘા ત્યજી ઉપસ્થિતિની કરાવી અનૂભૂતિ : જર્નાદનભાઈ દવે (પૂજારી)
ભુજ : આદ્ય શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીના ભણકારા સંભળાઈ રહ્યા છે ત્યારે ભુજના ઐતિહાસિક માં આશાપુરાના મંદિરે આજે ભાવિકોને માતાજીના અદભુત ચમત્કારનો સાક્ષાત્કાર થઈ રહ્યો છે. ગઈકાલે રાત્રે આશાપુરા મંદિરે માતાજીએ ચાર સૈકા જૂના સિંદુરના વાઘા ત્યજી નવરાત્રીના પ્રારંભે પૂર્વે નવલા સ્વરૂપે દર્શન આપ્યા છે.
આ અંગે વિગતો આપતા મંદિરના પૂજારી જર્નાદનભાઈએ જણાવ્યું હતું કે, નવરાત્રીની તૈયારીના ભાગરૂપે ગઈકાલે માતાજીની મૂર્તિનો શણગાર થયા બાદ અલૌકીક ચમત્કાર થયો હતો. માતાજીની ડાબી તરફની મૂર્તિના નથ નીચેના ભાગમાં હલચલ થયા બાદ મૂર્તિએ જુના મંદિરના વાઘા ત્યજી નવા સ્વરૂપ દર્શન આપ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૧૦ જુલાઈ ર૦૧૦ના રોજ પણ જમણી તરફની મૂર્તિના કપાળના ભાગેથી મૂર્તિએ જુના વાઘા ત્યજી નવા સ્વરૂપે દર્શન આપ્યા હતા. આ ઐતિહાસિક ઘટનાથી માતાજીએ પોતાની ઉપસ્થિતિની અનુભૂતિ કરાવી છે. કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજાએ ભાવિકોને માતાજીના દર્શનનો લાભ લેવા નિમંત્રણ આપ્યું હતું.

Comments