દાદરથી માતાનામઢ ૧૧૦૦ કિલો મીટરનું અંતર કાપી સાઈકલવીરો પ્રથમ નોરતે પહોંચશે માતાનામઢ
૮૨ સાઈકલ વિરોને આશાપુરા યુવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોએ આપી લીલીઝંડી : કચ્છના અગ્રણીઓ સહિત મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
મુંબઈ : હાલારી વિશા ઓશવાળ સમાજવાડી દાદરથી ૮૨ સાઈકલ વિરોને આશાપુરા યુવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો સાઈકલ વીરોને સાઈકલ સાથે બે જોડી ગણવેશ, બુટ, મોજા, ટુવાલ, બેટરી, મેડીકલ કીટ સાથે અનેક જરૂરિયાત વસ્તુઓ સાઈકલ વીરોના વીમા કઢાવી વાજતે ગાજતે સંતો, મહેમાનો, સ્નેહીજનોએ આશિર્વાદ સાથે ઉત્સાહ વધારવા કરી જય ભવાની જય અંબેના નાદ સાથે વિદાય આપવામાં આવી હતી. હિન્દમાતા કપડાં માર્કેટમાં નિયતિ સારીની દુકાન ધરાવતા પ્રવિણસિંહ ઝાલા મોટી ચંદૂર વાળાની મહેનતથી પ્રથમ વર્ષે ૧૩૫ સાઇકલોને પ્રસ્થાન કરાવ્યું હતું. તે વખતે મુન્દ્રા - માંડવીના ધારાસભ્ય, ગુજરાત રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા (કાંડાગરા)ના સહયોગથી એમના હસ્તે ૨૦૧૫માં મંડળની સ્થાપના કરવામાં આવી હતી. મંડળને પારદર્શક નિઃસ્વાર્થ કાર્ય કરવાની હિંમત આપી હતી. ટ્રસ્ટ ૧૦મા વર્ષેમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે બંને વિરલ સેવાધારી આત્માઓ આપણી સમક્ષ નથી પણ એમની યાદો હંમેશા આપણી સાથે જ રહેશે. એમની ખોટ સદાય માટે રહેશે. આ વર્ષે જનસેવા આશ્રમ મોટી ચંદુરના સંત ભરતપુરી ગુરૂ હિરાપુરીજી બાપુ, હરિયાણા વિરારના સંત ઋષભનાથજી મહારાજ, કલ્યાણ મોગલધામના મયુર બાપુ અને મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી સાઈકલ વીરોને પોતાની સરળ શૈલીમાં સંદેશ આપ્યો હતો. આ વેળાએ મહાનુભાવો ઘાટકોપર બીજેપીના નગરસેવક પ્રવિણભાઈ છેડા, ગીરીશભાઈ ગાંગજી સાત્રા સમસ્ત મહાજનના ટ્રસ્ટી, પુખસિંહજી હિન્દુસિંહજી ચૌહાણ આશાપુરા ફેબ્રિક્સ, ગણપતસિંહ જબ્બર્સિંહ ચૌહાણ શ્રી આશાપુરા કૃષિ ફાર્મ તખતગઢ રાજસ્થાન, મહિપતસિંહ ગાભુભા જાડેજા પ્રમુખ મુન્દ્રા તા. પંચાયત, સોમાભાઈ રાજાભાઈ ભોપા ઉપસરપંચ મુંન્દ્રા તાલુકા પંચાયત, ધર્મેન્દ્રભાઈ જેશર શેઠ આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટ મેનેજિંગ કમિટી પૂર્વ સરપંચ મુન્દ્રા ગ્રામ પંચાયત, કનુભા બી. જાડેજા સરપંચ. તલવાણા - માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ, સતુભા અનીરૂધસિંહ જાડેજા દાનવીર રીબડા, જયેન્દ્રસિંહજી ગગુભા જાડેજા, પ્રફુલભાઈ વિશનજી ગાલા, ભુપેન્દ્રભાઈ એચ.મહેતા, હિતેશ સુરેશ ભગત, હરખચંદભાઈ ખીમજી ગંગર, સુનીલભાઈ કારીયા, અરવિંદસિંહ સ્વરૂપસિંહ જાડેજા, મોતિભા સુરુભા ગોહિલ, કાનુભા વેલુભા જાડેજા અને અન્ય મહાનુભાવો, વેપારીઓ હાજર રહ્યા હતા. ધર્મેન્દ્રભાઈ જેસર આવતા વર્ષ માટે દરેક સાઈકલ વીરોને બે જોડી ગણવેશ માટે એક લાખના દાનની જાહેરાત કરી હતી. પુખસિંહજી ચૌહાણ, હિંમત માનપૂરી ગોસ્વામી, હિતેશ સુરેશ ભગત, ૧ લાખ ૧૧ હજાર દાનની જાહેરાત થઈ હતી. અન્ય ભક્તો પણ સુંદર ફાળો લખાવ્યો હતો. માતાજીનો મહાપ્રસાદનો સળંગ લાભ લેનાર લાભાર્થી પરિવાર હેમતભાઈ માનપુરી ગોસ્વામી ગામ કાઠડા વાળા પ્રાચી ફેશન હિન્દમાતાએ લીધેલ હતી. સંચાલન ધીરજભાઈ છેડાએ કર્યું હતું. નીરવભાઈ બારોટ, તારાબા જાડેજાના સહારે ડાયરો યોજાયો હતો. હિંમત માનપુરી ગોસ્વામી, ક્રિપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા, કરશનજી ચનુભા જાડેજા, બહાદુરસિંહ વાઘજી જાડેજા, લક્ષ્મીચંદ દેવજી દેઢિયા, કિશોરસિંહ લખુભા પઢિયાર, વિક્રમસિંહ રણજીતસિંહ ગોહિલ, ભીખુભા જાડેજા, વેશુભા અરજણજી જાડેજા , ભગવાનજીભાઈ વેલુભા ઝાલા, નસુભા મમુભા જાડેજા, કેકિન કાંતિલાલ રાંભીયા, ભાવેશભાઈ મહેશભાઈ ભાનુશાલી, ભરત શામજી ગડા, જિતુભા નારણજી મેર, રણજીતસિંહ રવાજી જાડેજા, મહિપતસિંહ નારણજી જાડેજા, અનોપસિંહ પ્રેમસંઘજી મેર, ભગુભા ઉદયસંગ જાડેજા, મહાવીરસિંહ મોડુભા જાડેજા, મહાવીરસિંહ ચંદુભા જાડેજા, સુનિલભાઈ ઇન્દુપતી તિવારી, એવમ સેવા સમિતિએ વ્યવસ્થા સંભાળી હતી. મહિપતસિંહ ગાભુભા, સોમાભાઈ રાજાભાઈ, કનુભા જાડેજા, ધર્મેન્દ્ર જેશર, ભુપેન્દ્ર મહેતા, માધુભા જાડેજા રાત્રે સાઈકલ વીરોને જય ભવાની જય અંબેના નાદ સાથે વિદાય આપી હતી. ૧૧૦૦ કિલો મીટર નો અંતર કાપી નવરાત્રિના પ્રથમ દિવસે સાઈકલ વિરો માતાના મઢ પહોંચી રાજ રાજેશ્વરી દેવીના દર્શન કરી શિસ નમાવશે.

Comments