Trending News
સ્થાનિક સમાચાર

ભીરંડિયારા નજીક ગૌમાંસ લઈ જતાં ત્રણ પકડાયા

30 September



ખાવડા પોલીસે રૂપિયા ૧.૦૮ લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે : નવરાત્રીના તહેવાર સમયે બનેલી ઘટનાથી ગૌપ્રેમીઓમાં રોષ 



ભુજ : તાલુકાના ભીરંડિયારા નજીક વાછરડાની હત્યા કરી માસ લઈ જતાં ત્રણ શખ્સોને ખાવડા પોલીસે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખાવડા પોલીસ મથકના હેડ કોન્સ. ફલજીભાઈ ધનરાજભાઈ મુંજીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓ મૌલાના અબ્દુલસતાર હાસમ સુલેમાન સમા (ઉ.વ. ૪૧), સુલતાન નૂરમામદ જુસબ સમા (ઉ.વ. ૪૩) અને હુસેન સમા (ઉ.વ. ૬૧) (રહે મોટા ખાવડા, તા. ભુજ) વાળાઓ દ્વારા ગૌવંશના વાછરડાને લઈ આવી ભીરંડિયારા રણ વિલેજ રિસોર્ટની સામે બાવળની ઝાડીઓમાં વાછરડાની ક્રૂરતા પૂર્વક હત્યા કરી હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કરી વાછરડા કતલ કરવા એકબીજાની મદદગારી કરીને એક લાખની મારૂતિ અલ્ટો નંબર જી.જે. ૧ર બીઆર પ૧૬૬ તેમજ પ૬૦૦ના ૩ મોબાઈલ, ૩૦ કિલો ગૌવંશનું માસ મળી કુલ ૧,૦૮,૬૦૦ના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોની અટક કરી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે - ત્રણ દિવસમાં હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર નવરાત્રી આવી રહ્યો છે. ત્યારે આ બનાવથી હિન્દુ સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરતાં ગૌપ્રેમીઓમાં ભારે રોષ વ્યાપ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

Comments

COMMENT / REPLY FROM