Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છ એસપી કચેરી દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ

28 September



ગાંધીધામ : અહીં ફોરવ્હીલર વાહનોમાં લાગેલા કાળા કાંચ, નંબર પ્લેટ, લાયસન્સ, ચાલુ ગાડીએ ફોન પર વાત કરવી બાબતે પૂર્વ કચ્છ એસપી દ્વારા આદિપુર, ગાંધીધામમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી. પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારના સીધા માર્ગદર્શન હેઠળ ગઈકાલે આદિપુર, ગાંધીધામમાં ફોરવ્હીલરમાં લાગેલા કાળા કાચ, નંબર પ્લેટ, લાયસન્સ, ચાલુ વાહન હકારતી વખતે ફોન પર વાત કરવી તે બાબતે સ્પેશિયલ ડ્રાઈવર કરી આવા લોકોને પકડી વાહનો ડીટેઈન કરી દંડ ફટકારવામાં આવ્યો હતો. આવી ડ્રાઈવ દરરોજ થાય તો શહેરમાં થતા નાના-મોટા અકસ્માત ઘટશે તેવું લોકો જણાવી રહ્યા છે.  ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરનાર વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. નવરાત્રીના તહેવારને અનુલક્ષીને ગાંધીધામ એ અને બી ડિવિઝન, અંજાર, આદિપુર, મહિલા, સિટી ટ્રાફિક તેમજ એલસીબી અને એસઓજી પોલીસ દ્વારા ૧પ ટીમો બનાવવામં આવી હતી. જેમાં ૩ પોલીસ ઈન્સ્પેકટર, ૧પ પોલીસ સબ ઈન્સ્પેકટર અને ૧૩૩ પોલીસ કર્મચારીઓ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા હતા તો ૩ર૦ વાહનોને એમવીએકટ એનસી હેઠળ ૧,૪૦,૮૦૦નો દંડ કરાયો હતો. જયારે ૧૧ વાહન ચાલકોને એમવી એકટ હેઠળ, ટ્રાફિકને અડચણરૂપ 
પ વાહનો, ૪ ઓવર સ્પીડ વાહન ચાલકો, ૮ જીપીએકટ હેઠળ અને ૯ પ્રોહીબીશનના કેસ કરવામાં આવ્યા હતા. ટ્રાફિક ડ્રાઈવના કારણે અસામાજિક તત્ત્વો ફફડાટ ફેલાયો હતો.

Comments

COMMENT / REPLY FROM