Trending News
સ્થાનિક સમાચાર

સોમવારથી ભુજમાં દબાણ હટાવ કામગીરી શરૂ કરાશે : ચીફ ઓફિસર

28 September



શહેરના અલગ અલગ વિસ્તારોમાં કરાશે કામગીરી 


ભુજ : શહેરની નગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશનું મુખ્ય કારણ ટ્રાફિકની સમસ્યાઓ અને ફુટપાથ પર થયેલા ગેરકાયદેસર દબાણો થયા છે જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને દૈનિક પ્રવૃત્તિમાં અવરોધ થતો હતો.  આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર જિગર પટેલે સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, શનિવાર, રવિવારના રજા હોવાથી દબાણ હટાવની કામગીરી ચાલુ નથી પરંતુ સોમવારથી નવા પ્લાનિંગ સાથે કામગીરી ચાલુ કરીશું અને શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કામગીરી કરવામાં આવશે જેથી દરેક રસ્તા ખુલ્લા થશે. માર્ગ પર વધતી ટ્રાફિક સમસ્યાઓને નિયંત્રિત કરવા માટે ઝુંબેશ શરૂ કરવી જરૂરી બની છે. અગાઉ નોટિસો અને તાકીદ કરવા છતા રેંકડી, કેબિનધારકો ફૂટપાથ પર જ પોતાના ધંધા ચાલુ રાખતા હોવાથી નગરપાલિકા દબાણ હટાવ ઝુંબેશ અમલમાંમુકી છે તેમ જણાવ્યું હતું. ગઈકાલની વાત કરીએ તો દબાણ હટાવ ઝુંબેશમાં ૧૮ રેંકડી અને ૮ શેડ ગેરકાયદેસર બાંધવામાં આવ્યા હતા તેને તોડી પાડવામાં આવ્યા સાથે ફુલ-ઝાડ, માટલા-કુંડા, જેવા નાના ધંધાર્થીઓના માલ-સામાન જપ્ત કરવામાં આવ્યા હતા.  કામગીરી સંદર્ભે કોંગ્રેસના આગેવાનો અને સ્ટ્રીટ વેન્ડર એસોસિએશનના સભ્યો દ્વારા સખત વિરોધ કરાયો હતો. તેમાં સભ્યોએ રેંકડી, કેબિન ધારકોને તાત્કાલિક અન્ય જગ્યાએ વ્યવસ્થા કરી આપવા માંગ કરી હતી. જેથી તેમના ધંધા-રોજગાર ચાલુ રશી શકે. દબાણ હટાવ કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોસ્ત ગોઠવવામાં આવ્યું હતું. અમુક ધંધાર્થીઓએ સ્વેચ્છાએ દબાણ ખૂલ્લો કર્યો હતો.

Comments

COMMENT / REPLY FROM