પ્રાંત અધિકારીએ માતાનામઢની મુલાકાત લઈ વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કર્યું
નખત્રાણા : પ્રાંત અધિકારી સુરજ સુથારે આજે માતાના મઢની મુલાકાત લીધી અને જાગીર શાખા તથા ગ્રા.પં.ના અધીકારી, પદાધિકારી સાથે મળીને નવરાત્રિ મહોત્સવની વ્યવસ્થા અંગે જાણકારી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.
કાયદો - વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત, સીસી ટીવી કેમેરા, માતાનામઢ કોઈ ગંદકી ન ફેલાય તે માટે સતત સફાઈ અભિયાન હાથ ધરવા, વીજ પુરવઠો ન ખોરવાય, પાણીની સમસ્યા ન સર્જાય અને આરોગ્ય કેમ્પમાં દવા સહિતની સામગ્રી જથ્થો પુરતો રાખવા, એસટી બસની સેવા સહિતની કામગીરી પર જરૂરી સૂચનો કર્યા હતા અને પદયાત્રી સેવા કેમ્પ તથા મઢ મંદિર સંકુલમાં મોબાઈલ, કેમેરા, શ્રીફળ લઈ જવા પર જાહેરનામાની વિવિધ સૂચનાનો પાલન કરવા કહ્યું હતું. ટ્રાફિક ન સર્જાય તેની પણ જાણકારી આપી હતી. મામલતદાર સલીમ ડોડિયા, ના.મા. રામજી બકોલિયા, પૂર્વ સરપંચ સૂરેન્દ્રસિંહ જાડેજા, પ્રવિણસિંહ વાઢેર, ખેંગારજી જાડેજા સહિત ઉપસ્થિત રહ્યા હતા.

Comments