Trending News
સ્થાનિક સમાચાર

અબડાસાના પ્રજાઉ સરપંચ આપઘાત પ્રકરણના  આરોપીઓ હજુ પોલીસ પકડથી દુર

27 September


સરપંચ સંગઠનની રજુઆત બાદ જખૌ પોલીસે એફ.આઈ.આર. નોંધ્યાને એક માસ વીતવા છતા આરોપી હાથ આવતા નથી : આગોતરા જામીન અરજી ભુજની અદાલતે નામંજુર કરવા છતા જખૌ પોલીસની ઢીલ શંકાના દાયરામાં : આરોપીની ભાળ મેળવવા સઘન પ્રયાસો ચાલુ : તપાસનીશ પી.એસ.આઈ. મઠિયા


નલિયા : અબડાસાના પ્રજાઉના સરપંચને ખોટા કેસોમાં ફીટ કરાવી દેવાનો માનસિક ત્રાસ અપાતો હોઈ સરપંચે ઝેરી દેવા પીધા બાદ સારવાર દરમ્યાન ભુજની હોસ્પીટલમાં અતિમ શ્વાસ લીધા હતા.જે અંગે તાલુકા સરપંચ સંગઠન દ્વારા રજુઆત કરાતા જખૌ પોલીસે દ્વારા એફ.આઈ.આર. ગત તા.ર૪ ઓગષ્ટ નોંધવામાં આવી હતી.ત્યારબાદ આરોપી દ્વારા ભુજની સેસન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી જે નામંજુર થયા બાદ જખૌ પોલીસની ઢીલ શંકાના દાયરામાં રહી છે.બનાવની વિગતો મરણ જનારના બળવંતસિંહ બાવુભા જાડેજા પુત્ર ફરીયાદી કૃષ્ણદેવસિંહ જાડેજાએ તેમના પિતાને ચુંટણીનું મનદુખ રાખી આરોપીઓ દ્વારા અવારનવાર માનસિક ત્રાસ તથા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ અપાતી હતી.જેના કારણે ગત ૧ ઓગષ્ટના તેમના પિતાએ ઝેરી દવા પી લીધી હતી.તેમને પ્રથમ નલીયાના સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે ભુજના દવાખાને ખસેડેલ હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.ત્યારબાદ તાલુકા સરપંચ સંગઠન દ્વારા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રીને રજુઆત કરાતા ગત તા.ર૪ ઓગષ્ટના રોજ જખૌ પોલીસ દ્વાર આરોપીઓ વિરૂધ્ધ એફ.આઈ.આર. નોંધવામાં આવી હતી.જે બાદ આરોપીઓ દ્વારા ભુજની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી, જે નામંજુર થઈ હતી.આગોતરા નામંજુર થયા બાદ હજુ પણ આરોપી પોલીસ પકડથી દુર છે. જખૌ પોલીસની આ કેસમાં ઢીલી નીતી શંકાના દાયરામાં હોઈ સરપંચ સંગઠન દ્વારા આરોપીઓને તાત્કાલિક પકડી કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.આ અંગે તપાસનીશ અધિકારી જખૌ પોલીસ મથકના પી.એસ.આઈ.શ્રી એચ.ટી.મઠિયાનો સંપર્ક સાધતા તેમણે આરોપીએ મોબાઈલ બંધ રાખેલ છે.તેના પરિવારજનોના નિવેદન નોંધી તે ક્યાં છે તેની તપાસ ચાલુમાં છે અને કોઈની શેહશરમ વિના આરોપીને પકડવા તપાસ ચાલુમાં હોવાનું જણાવ્યું હતું.
અબડાસા તાલુકાના ગ્રામ્ય રાજકારણમાં સરપંચની ચુંટણીઓ હંમેશા ડખાનું કારણ બની રહી છે.ત્યારે કોઈને મરવા મજબુર થવું પડે તે હદે કોઈ જાય અને તેને પકડવા પોલીસ નાકામ રહે તો સરપંચોની સલામતી સામે પણ પ્રશ્નાર્થો ખડા થયા હોઈ હવે પોલીસની કડક કાર્યવાહીની તાલુકાના સરપંચોએ અને સરપંચ સંગઠને માંગ કરી છે.

 

Comments

COMMENT / REPLY FROM