નખત્રાણા બાવન પટ્ટીમાં વરસાદી ઝાપટાં વરસ્યાં
હળવાથી ભારે વરસાદથી આગાહી વચ્ચે
માતાનામઢના પદયાત્રી કેમ્પ સંચાલકોના જીવ તાળવે ચોટ્યા : ધરતીપુત્રો રાજી : ઠેર-ઠેર પાણી વહી નીકળ્યા
નખત્રાણા : કચ્છમાં ચોમાસાએ વિધિવત વિદાયમાન લીધી છે તે વચ્ચે વરસાદી આગાહી વચ્ચે નખત્રાણાના બાવન પટી વિસ્તાર વિથોણ, દેવપર યક્ષ, મંગવાણા, ભીટારા, નરેડી સહિતના ગામોમાં હળવાથી ભારે ઝાપટા પડ્યા હોવાનું સરપંચ ધર્મેન્દ્રગિરિ ગોસ્વામી, જીતેન્દ્ર ગોર, દેવપરના ભાવનાબેન જે.ગોસ્વામીએ કહ્યું હતું. તો વરસાદી ઝાપટાંથી માર્ગ પર પાણી ભરાયા હતા. માતાનામઢ જતા પદયાત્રી કેમ્પોના સંચાલકોના વરસાદથી જીવ તાળવે ચોટ્યા હતા. અલબત પદયાત્રી પણ ચાલવામાં મુશ્કેલી પડી હતી. તો બીજીતરફ ભાદરવાના ભુસાકાથી ધરતીપુત્રો રાજીથયા હતા અને જો એકાદ ઈંચ વરસાદ ખાબકી પડે તો વર્ષ સોળઆની થાય તેમ છે. ઊભેલા પાકને આ ઝાપટાએ જીવતદાન આપ્યો છે. ઉભેલા પાકને આ ઝાપટાએ જીવતદાન આપ્યો છે. આ લખાય છ ત્યારે આકાસ વાદળોથી ગોરભાયેલો છે અને અમુક ગામોમાં વરસાદી માહોલ જોવા મળે છે. વાદળછાંયા વાતાવરણ રહ્યો છે. સૂર્યનારાયણ પણ સંતાકુકડી રમે છે.

Comments