Trending News
ક્રાઈમ

ભચાઉમાં મકાન માલિક મુંબઈ ગયાને તસ્કરો કળા કરી ગયા 

27 September


ગાંધીધામ : ભચાઉના માંડવીવાસમાં રહેતા મુંબઈના ઘર માલિક ગત ૨૨ સપ્ટેમ્બરના મુંબઈ ગયા હતા ત્યારે પાછળ કોઈ અજાણ્યા ઇસમો ઘરનું તાળું તોડી તિજોરીમાં રાખેલા જુનવાણી દાગીના અને ચાંદીનું શ્રીફળ તેમજ રોકડ મળી ૧.૦૬ લાખ ની ચોરી કરી જતા મામલો ૫ોલીસ મથકે ૫હોંચ્યો હતો.ભચાઉ પોલીસ મથકે ચંદ્રેશભાઇ ચાંપસીભાઈ કરસનભાઈ ઓસવાડ જૈન (હાલ રહેવાસી બોરીવલી, મૂળ માંડવીવાસ ભચાઉ) વાળા ૨૬મીએ ભચાઉ આવતા તેમને ખબર ૫ડી હતી કે ઘરનું તાળું તોડી કોઈ અજાણ ચોરી કરી ગયો છે. તિજોરીમાં રાખેલા જુનવાણીના દાગીના જેમાં સોનાની બે બંગડી, સોનાની ચેન, કાનની બુટ્ટી મળી કુલ ૬૦,૦૦૦ તેમજ ચાંદીનું શ્રીફળ અને થાળી અને ચાર સિક્કા વજન ૪૦૦ ગ્રામ કિંમત ૨૬,૦૦૦ અને ૨૦,૦૦૦ રોકડા મળી કુલ ૧.૦૬ લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા. ભચાઉ ૫ોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અવાર - નવાર ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી સહિત અનેક બનાવો તાજેતરમાં બન્યા છે. આ કામગીરી અંકુશ લેવા માટે એલસીબી સહિત અન્ય એજન્સી કામ કરી જતી હોય તો સ્થાનિક પોલીસની કામગીરી સામે પ્રાશ્નાર્થ ઉભો થયો છે. 
’
..........

ભચાઉ સીમમાં ૧૧ પવન ચક્કીમાંથી દોઢ લાખની મતા ચોરાઈ


ભચાઉ : તાલુકાના ચાંદરોળી અને  ઘોડાસર સીમમાં આવેલી જુદી જુદી ૧૧ પવનચક્કીઓ માંથી ત્રીજી ઓગસ્ટ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન રાત્રિના સમયે ચોરી થતા મામલો ચોપડે ચડ્યો છે. લાકડીયા પોલીસ મથકે સિક્યુરિટી રામભાઈ કાળુભાઈ રાજપૂતે નોંધાવેલી ફરિયાદ મુજબ ચાંદરોળી તથા ખોડાસર વિસ્તારમાં આવેલી કુલ ૧૧ પવનચક્કીઓ માંથી ત્રણ ઓગસ્ટ થી ૬ સપ્ટેમ્બર રાત્રીના સમયે એક થી વધુ ચોરી સમયે બનાવને અંજામ આપ્યો છે ઓરડિના તાળા તોડી તેમાંથી કોપર વાયર અને કોપરના સાધન  મળી કુલ ૧.૫૩ લાખનો મુદ્દામાલ ચોરી ગયા છે. તેમજ ચોરો પવનચક્કીના કોપરના વાયરોને કાપી એકબીજાને મદદગારી કરી ગુનાને અંજામ આપતા ભારતીય ન્યાય સંહિતાની કલમ તળી ગુનો દાખલ કરાયો હતો.

Comments

COMMENT / REPLY FROM