મુંદરાના ૩ કરોડના સોપારી દાણચોરી પ્રકરણમાં કાસેઝ કસ્ટમની તપાસ તેજ : શૈલેષ તું તો ગયો : લટકતી તલવાર ’
શિવ ટ્રેડીંગનું ર્ન્ંછ જ કેમ ન થાય સસ્પેન્ડ..!
પીવીસી ગ્રાઈન્ડીંગ ડીકલેર કરી અને પ્રથમ ગની બેગ્સ અને બાદમાં જમ્બો બેગ્સમાં કરોડોની સોપારીનો મુંદરા કસ્ટમ કમિશ્નર શ્રી કે એન્જીનીયરની ટીમે કર્યો હતો પર્દાફાશ : મુદામાલ કાસેઝના યુનિટમાં શિવ ટ્રેડીંગમાં આવતો હોવાના ખુલાસા બાદ તપાસ જોન તરફ થઈ કેન્દ્રીત
કાસેઝ કસ્ટમ વિભાગ દ્વારા શિવ ટ્રેડીંગના શૈલેષને હાજર થવા બે સમ્સન ફટકારી દીધા, શૈલેષ હાજર નથી થયો, ત્રીજુ સમન્સ ફટકારવાની છે તૈયારી : શૈલેષનું મોઢું બરાબરનુ ખોલાવાશે તો કઈકના પગ તળે રેલો આવશે : કાસેઝ-મુંદરા-દિલ્હી-દુબઈ
સુધીના સોપારી દાણચોરના એક મોટા નેટવર્કનો પર્દાફાશ પણ થવા પામી જશે..’
કાસેઝમાં આ શૈલેષની પોતાની અરજી ડીસીશ્રી એપ્રુવલ કમિટીમાં રદ કરી ચૂકયા છે, પરંતુ દિલ્હીના બિશનના નામે બોલતી પેઢી શૈલેષે ટ્રાન્સફર કરાવી અને તેમાં પાછલા બે-ત્રણ માસથી પ્લાસ્ટીકની આડમાં સોપારી મંગાવવાના કૌભાંડને અંજામ આપતો હોવાની છે ચર્ચા : જો આ ચર્ચાઓ સાચી હોય તો ન માત્ર હાલના ૩ કરોડના કન્સાઈનમેન્ટ બલ્કે શૈલેષ દ્વારા આ જ રીતે અગાઉ મંગાવાયેલા કન્સાઈનમેન્ટને પણ કાસેઝ કસ્ટમ વિભાગે લેવા જોઈએ તપાસના દાયરામાં
ગાંધીધામ : મુંદરામાં થોડા સમય પહેલા જ ત્રણ કરોડની દાણચોરીયુકત સિગારેટનો જથ્થે એસઆઈઆઈબીની ટુકડીએ પકડી પાડયો હતો અને તે કાસેઝના યુનિટમાં આવતો હોવાનુ સામે આવ્યુ હતુ. આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો ગેરકાયદેસર રીતે સોપારીનો જથ્થો(સીટીએચ ૦૮૦ર૮૦)નો મુળ યુએઈથી મિસડીકલેર કરીને મુંદરામાં આયાત કરવામાં આવ્યો હતો. પીવીસી રીગ્રાઈડીગના નામે મુંદરા પોર્ટ પરથી કાસેઝ-કંડલા ભણી જાય તે પહેલા જ મુંદરા કસ્ટમ કમિશ્નરશ્રી કે એન્જીનીયરની ટીમે ઝડપી પાડી છે. પીવીસીના બદલે સોપારી ગની બેગ્સમાં પ્રથમ બાધી અને તેને જમ્બો પ્લાસ્ટીક બેગમાં લવાઈ હોવાનુ ખુલવા પામ્યુ હતુ. આ સોપારીનો જથ્થો પ૪ મેટ્રીક ટન જેની બજાર કિમંત અંદાજે ૩ કરોડ થવા પામ્ય હતો. આ કેસમાં મુંદરા કસ્ટમ બાદ મુદામાલ કંડલા ઝોનના યુનિટમાં જતો હોવાનુ સામે આવ્યા બાદ કાસેઝ પ્રશાસનને આગળની તપાસનો દોર હાથ ધર્યો હોવાનુ સમો આવવા પામી રહ્યું છે. આ બાબતે કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક જોનના પ્રશાસનકારની સાથે વાત કરતા તેઓએ કહ્યુ હતુ કે, શીવ ટ્રેડીંગ નામનુ યુનિટ છે જયા આ મિસડીકલેર કરેલી સોપારી આવી રહી હોવાનુ સામે આવ્યુ હતુ. અને તે શીવ ટ્રેડીંગના શૈલેષ લવાડીયા નામના શખ્સને કાસેઝ કસ્ટમ વિભાગ દ્વારા બે સમન્સ પાઠવાઈ ગયા છે પરંતુ હજુ સુધી તેઓ હાજર નથી થયા. હવે ત્રીજુ સમન્સ પાઠવાવમા આવશે જેમા તે હાજર થશે તે બાદ તેમના નિવેદનો અને પુછતાછની પ્રક્રીયાઓ હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું હતુ. શૈલેષના નામે યુનિટ માટેની આવેલી અરજી કાસેઝ એપ્રુવલ કમિટી દ્વારા રદ કરી દેવામા આવી હોવાની વાતને પણ અહી સમર્થન આપાવમા આવ્યુ હતુ. આવામાં હવે જાણકારો અહી કહી રહ્યા છે કે, જો શૈલેષને બોલાવી અને તેના કડક રાહે પુછાણા કરવામા આવશે તો ન માત્ર આ સોપારી પ્રકરણ બલ્કે તેની સાથે જોડયેલા કઈક અન્ય રહસ્યો પણ ખુલવા પામશે અને દુબઈથી મુંદરા, કાસેઝ અને દિલ્હી સુધીની સોપારી દાણચોરીના પ્રકરણોમાં સંડોવાયેલી એક મોટી સિન્ડીકેટનો પણ પર્દાફાશ થવા પામી શકશે તેમ જાણકારો કહી રહ્યા છે.
જાણકારો તો આ તબક્કે એમ પણ કહી રહ્યા છે કે, મુંદરામાં એસઆઈઆઈબીની ટુકડી દ્વારા જે ત્રણ કરોડની સોપારીનો જથ્થો ઝડપાોય છે તેનો રેલો કાસેઝ સુધી લંબાવવા પામ્યો છે. અને કાસેઝમાં પ્લાસ્ટીકના દાણામાં આ જ રીતે સોપારી મંગાવનારી જુની ટોળકી કેટલાક નવા તત્વોને સાથે રાખી અને આ ખેલ પાડી રહી છે. વાત સહેજ વિગતે કરીએ તો કાસેઝમાં દિલ્હીના મુળ એવા બિશનની એક પેઢી આવેલી છે તે પેઢી અંજારના શૈલેષ નામના શખ્સે નવા નામે રજીસટ્ર્ડ કરાવી અને રાખી હતી. આ નવા નામવાળી શિવ ટ્રેડીંગપેઢીમાં આ સોપારીનો જથ્થો આવી રહ્ય હોવાનુ સામે આવી ચૂકયું છે. અહી નોધવુ ઘટે કે, શૈલેષ દ્વારા આ પ્રકારની કૌભાંડી ગતીવીધીઓ કરવા પોતાના નામે અગાઉ કાસેજમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કાસેજના ડીસીશ્રી દ્વારા તે વખતે આ શખ્સની યુનિટની અરજી રદ કરી દીધેલી હતી પરંતુ અગાઉ ઓઈલ ચોરીમાં ચકચારી રહેલ શૈલેષ ભેજાબાજ હોવાથી તેણે અન્યની પેઢી પોતાના નામે કરાવી અને પાછલા બે-ચાર માસથી અહી આ પ્રકારની સ્મગલીંગને જોર અપાવ્યુ હોવાનુ મનાય છે. એટલુ માત્ર જ નહી પરંતુ જાણકારો કહી રહ્યા છે કે, આ રીતે પ્લાસ્ટીકમા સોપારી મગાવવામાં અગાઉ ચકચારી રહેલ અને એજન્સીના ચોપડે ચડી ગયેલા શખ્સોની ભૂમિકા પણ શૈલેષની પાછળ રહેલી હોવાનુ મનાય છે. કહેવાય છે કે, દિલ્હીની મુળ પાર્ટી છે તેનુ અગાઉ સીએચએનું કામ ગણેશ નામનો શખ્સ કરી રહ્યો હતો, આ કંપની શૈલેષ પાસે ટ્રાન્સફર થવા પામી જતા સીએચએનું કામ અગાઉ ગણેશની સાથે જ ચકચારી રહેલા મનપ્રિત નામના શખ્સ પાસે પહોચ્યુ હતુ. આ બધાય સોપારી દાણચોરીમાં ભારે ચકચારી જ રહેલા હોવાનુ મનાય છે. તો વળી આ તમામની પાછળ મુખ્ય ભેજામાં કાસેજના જ એક યુનિટ ધારક અને તે પણ દિલ્હી સ્થિતી નવાજ અને તેના સાથીદાર કસ્ટમના એક પૂર્વ ઉચ્ચ અધિકારી સુધીરરનું નામ પણ ચર્ચામાં આવી રહ્યુ છે. આ બન્ને શખ્સો કીંગ પીંગની ભુમિકામા રહેલા હોવાનુ મનાય છે.ં એટલે જો એજન્સી શેલેષના કડક નિવેદનો અને પુછાણાઓ લેશે તો દુબઈથી દિલહી વાયા મુંદરા-કાસેઝ થઈને સીગારેટ દાણચોરીનાધમધમતા મોટા પ્રકરણનનો ખુલાસો થવા પામી જશે.

Comments