છે ને ચમત્કારને જ નમસ્કાર.! : નો રોડ-નો ટોલની લડત બાદ કચ્છના નેશનલ હાઈવે પર સમારકામ થયું શરૂ..!
નેશનલ હાઈવે ઓથોરીટી તો લાતોનું જ ભુત છે, વાતો થી માને તેમ નથી!
થોડા સમય પહેલા જ મોખા ટોલગેટ પર ટ્રાન્સપોર્ટરો દ્વારા કરાયું હતુ વિરોધ પ્રદૃશન : ખરાબ રોડ-રસ્તા અંગે વારંવાર રજૂઆતો છતા પરિણામ ન આવતા કરાયું હતુ ચક્કાજામઃ વીવિધ સંસ્થાઓ વિરેાધ પ્રદર્શનમાં જોડાઈ હતી : ટ્રાન્સપોર્ટરો દ્વારા ટોલગેટ પર રામધૂન બોલાવી કરાયા હતા ધરણા : એસટી, એમ્બ્યુલન્સ સિવાયના તમામ વાહનો રોકી દેવાયા હતા
પ્રાગપર-મુંદરા રોડ, કાનમેર-આડેસર રોડ, પલાસવાં, રોઝૂ(સાંતલપુર), ગળપાદર સહિતના રોડ-રસ્તાઓ પર નેશનલ હાઈવે દ્વારા પેચીંગ કામોનો કરી દેવાયો છે ધમધમાટતેજ
ગાંધીધામ : કચ્છ જિલ્લાના મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો જેવા કે સામખિયાળી-માળિયા અને સામખિયાળી-રાધનપુર ઉપરાંત કંડલા અનેમુન્દ્રા પોર્ટ તરફ જતા માર્ગોની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. દરરોજ મોટી સંખ્યામાં કોર્મશિયલ સહિતના વાહનો આ માર્ગ પરથી પસાર થતા હોય છે, પરંતુ માર્ગની હાલત અત્યંત ખરાબ હોવાથી વાહનોને વ્યાપક નુકશાન થઈ રહ્યું છે ત્યારે કચ્છની વિવિધ વાણિજય સંસ્થાઓ દ્વારા થોડા સમય પહેલા જ મોખા ટોલ ગેટ પર નો રોડ, નો ટેકસ મુદ્દે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરાયું હતું. જાણે કે, ચમત્કારને જ નમસ્કાર છે તેમ આ બાબતેની નેશનલ હાઈવે ઓથોરીટી જેવી એજન્સી અને તેના માટીપગા અધિકારીઓને પણ લાગુ પડી હોય તેમ વિરોધ પ્રદૃશન બાદ હવે તંત્ર હરકતમાં આવવા પામ્યુ છે અને ઠેર-ઠેર જયા રસ્તાઓ મોટા પ્રમાણમાં ધેાવાઈ ગયા છે ત્યાં સમારકામનો ધમધમાટ હાથ ધરી દીધો હોવાનુ સામે આવી રહ્યું છે. ખાસ કરીને પ્રાગપર-મુંદરા રોડ, કાનમેર આડેસર, પલાસરાવ, સાંતલપુરના રોઝુ અને ગળપાદર સહિતના માર્ગો પર પેચવર્ક, સમાકામનો ધમધમાટ હાથ ધરવામાં આવી ગયો હોવાની ચિત્તાર સામે આવી રહ્યો છે. નેશનલ ઓાથોટીરી સમક્ષ આ બાબતેની રજુઆતો વખતો વખત કરવામા આવી હતી પરંતુ જરા સહેજ પણ દાદ ન આપવામાં આવતા અંતે વિરોધ પ્રદર્શન થતા હવે આ તંત્ર એકશનમાં આવવા પામ્યુ છે એટલે કયાંક ને કયાંક આ ઓથોરીટી ખુદ જ લાતો કે ભુત બાતો સે નહી માનતેની ઉકિતને સાર્થક કરતી દેખાડી રહી હોય તેમ જોવાઈ રહ્યું છે. જો કે, નો ટોલ નો રોલની મુહીમ ચલાવનાર વિવિધ સંસ્થાઅનો લડતને અહી સચોટ સમર્થન મળી રહ્યુ છે તેમ કહેવુ અસ્થાને નહી કહેવાય.

Comments