- તો ગાંધીધામ સંકુલમાં બોન્ડેડ લીકરના કાળા કારોબારના મોટા નેટવર્કનો થાય પર્દાફાશ : રીસોર્ટસ સુધી લંબાય રેલો.!
જોનીવોકર સ્કોચના કેસની પોલીસ ઉંડી તપાસ કરે
જોની વોકર દારૂ બોન્ડનો જ દારૂ છે, વધુ પડતો સંકુલની હોટેલો તેમાથી ખાસ કરીને અમુક રીસોર્ટસમાં જ સપ્લાય થતો હોવાની છે ચર્ચા : છકડાવાળા પાસે આ દારૂ આવ્યો જ કયાંથી? કોને આપવાનો હતો? કેટલા સમયથી આવી ખેપ મારી રહ્યો છે? જો આ બધી જ તપાસ કરવામા આવશે તો અમુક આલીશાન રીસોર્ટવાળા લીકર છુટવાળા રાજયોના પ્રવાસીઓની રેલ ટિકિટસની ઝેરોક્ષ પોતા પાસે વધુ કોપીઓ રાખી અને તેના આધારે ગેરકાદેસર લીકર સપ્લાયના ધંધાને દેખાડી રહ્યા છે કાયદેસર : કસ્ટમ ડયુટી-એકસાઇઝ સહિતની તગડી ચોરી થતી હોવાની છે ચર્ચા : બોન્ડેડ લીકર હોવાથી પૈસા પણ વસુલાય છે ડબલ
શહેરમાં આવેલી હોટેલની તપાસ કરો, દરેક બ્રાન્ડનો દારૂ મળી આવશે, તેનો શેઠ જેલમાં છે અને મેનેજર મજા કરે છે, પકડાશે તો હોટલનુ લાયસન્સ રદ થશે : દારૂની પરમીટ બાર પણ બંધ થશે
આ કેસ કસ્ટમને કેમ સોપવામા આવતો નથી? આ બધો દારૂ તો વિદેશી છે તો આ દારૂ આવ્યો કયાંથી તેની તપાસ પણ કસ્ટમ કરી શકે!
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ શહેરમાં તાજેતરમાં જ કિમંતી એવા જોની વોકર સ્કોચના દારૂના જથ્થા સાથે એક છકડા ચાલકને પકડવામા આવ્યો છે. શહેરના રેલવે મથકથી ગુડઝ સાઈડ વચ્ચે મેલડી માતાના મંદીર પાસેના સર્વિસ રોડ પરથી અક છકડામાથી પોલીસે ત્રણ લાખથી વધુનો આ બોન્ડેડ લીકરનો દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. આ મોંઘોદાટ દારૂ કયા લઈ જવાતો હતો તે હજુય કોયડો જ છે તે વચ્ચે જાણકારો કહી રહ્યા છે કે, જો આ કિસ્સામાં પોલીસ ઉંડી ઉતરશે તો ગાંધીધામ સંકુલમાં બોન્ડેડ લીકરના કાળા કારોબારના મોટા નેટવર્કનો પર્દાફાશ થવા પામી શકે તેમ છે.અહી જાણકારો અહી સ્પ્ટ કરી રહ્યા છે કે, જોની વોકર, રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની બોટલો મળવા પામી છે. આ જોની વોકરની બ્રાન્ડ છે તે વિદેશી છે. ભારતીય બનાવટની નથી. એટલે અહી સ્પષ્ટ થાય છે કે, જોની વોકરની બેાટલો કસ્ટમ બોન્ડની જ છે. કસ્ટમ બોન્ડનો આ દારૂ ખુલ્લી બજારમાં કોઈ છકડાવાળા પાસે આવ્યો જ કેવી રીતે? સવામણનો સવાલ જ આ થાય છે કે, ભચાઉનો કોઈ છકડાવાળો આ દારૂ લાવ્યો કયાથી? આપવા કયા જઈ રહ્યો હતો? આ ઈંગ્લીશ જોનીવોકર બ્રાન્ડનો ૩ લાખથી વધુનો દારૂ આ છકડાવાળો કોની પાસેથી લઈ આવ્યો, કોના કહેવાથીલાવ્યો અને સોપવાનો કોને હતો? અહી પોલીસ જો ઉંડી ઉતરે તો બોન્ડેડ દારૂનો ગાંધીધામ સંકુલની હોટલો-રીસોર્ટમાં ધુમ ગેરકાયદેસર વપલો જ ધમધમતો હોવાનો ખુલાસો થઈ શકે તેમ છે અને તેમાં સક્રીય રહેલી એક મોટા નેટવર્કનો પણ પદાર્ફાશ થવા પામી શકે તેમ છે. સરકારને કસ્ટમ ડયુટી ઉપરાંત એકસાઇઝની પણ મોટા પ્રમાણમાં ચોરી થયાનો પણ અહી ખુલાસો થવા પામી શેક તેમ છે. કારણ કે, કસ્ટમ બોન્ડેડ લીકર મોટા ભાગે શીપ જહાજમાં આવતા ક્રુ મેમ્બર્સને માટે જ રખાતો હોય છે તો વળી તે ઉપરાંત પરમીટ બારમાં પણ કેટલીક ચોકકસ મંજુરીઓના આધારે સપ્લાય કરવામાં આવતો હોય છે પરંતં તેની આડમાં કસ્ટમ બોન્ડેડ લીકર મોટા પ્રમાણમં ઓપન માર્કેટમાં ઠલવાઈ રહ્યો હોય ત્અને તેના લીધે જ બુટલેગરો પણ ફાટીને ફુલેકે જ ચડી રહ્યા હોય તેમ આ બોન્ડેડ લીકરના મોંઘાદાટ ભાવો વસુલી અને અઢળક કાળી કમાણીઓ કરી રહ્યા છે. જાણકારો કહી રહ્યા છે કે, જો આ પકડાયેલા બોન્ડેડ લીકર દારૂની ઉંડાણપૂર્વકની તપાસ કરવામા આવશે તો સંકુલની અમુક હોટલો, રીસોર્ટમાં જ આ દારૂ પહોચતા હોવાનો તપાસનો રેલો પહોચશે. રીસોર્ટમાં આ કીમંતી મોંઘોદાટ દારૂના ડબલ ભાવો વસુલાઈ રહ્યા છે, પૈસા ડબલ લેવાઈ રહ્યા છે, અને પ્રવાસીઓ બહારથી જે અહી રોકાતા હોય છે, તેઓની ટીકિટના આધારો ઝેરોક્ષ રૂપે અમુક રીસોર્ટ વાળા પોતા પાસે રાખી લેતા હોય છે, લીકર પરમીટની જયા છુટ છે તેવા રાજયોના પ્રવાસીઓની ટિકિટ આવા અમુક રીસોર્ટ વાળા વધારાની કોપીઓ કરીને પોતા પાસે રાખી લીધા હોય છે અને તેઓને વપરાશ પેટે લીકર મંગાવાયો હોવાનુ ખોટી રીતે દેખાડી અને કસ્ટમ બોન્ડેડ લીકરનો ધૂમ કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાનુ મનાય છે. હાલમાં પણ જે દારૂ પકડાયો છે અને તેમાં છકડો જે ડાયરેકટરમાંથી આવતો અને જે તરફ જતો દેખાડાઈ રહ્યો છે તે પણ કઈક સવાલો ખડા કરી જાય તેમ છે. જોની વોકરની બ્રાન્ડવાળો બોન્ડેડ લીકર સંકુલની ઓપનમાર્કેટમાં ફરતો જ કેવી રીતે થયો? આવુ અહી પહેલી વખત જ થયુ છે તેવુ નથી આ પહેલા પણ સરદાર વલ્લભાઈ પટેલના પુતળા પાસે પણ આ જ રીતે વિદેશી બોન્ડેડ શરાબનો તગડો જથ્થો પકડાયો જ હતો એટલે હકીકતમાં બોન્ડેડ લીકરનું આયોજન બદ્ધ વેપલો સંકુલમાં ચાલી જ રહ્યો છે પરંતું પાસેરામાં પુણી સમાન કહી શકાય તેવા છુટાછવાયા કેસો રેકર્ડ પર ચડી રહ્યા છે. પોલીસ ઉંડી કેમ નથી ઉતરતી?

Comments