Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મામલતદાર કચેરીમાં અંધેરરાજ : પ્રજા ત્રાહીમામ : તંત્રને પોલીસ બોલાવવાનો આવ્યો વારો

25 September







ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલમાં મામતલદાર કચેરીમાં પ્રજાજનોને માટે સુખાકારી રૂપ સેવાઓ કયાંક ને કયાંક તંત્રના અકકડ વલણના લીધે પરેશાનીનો સતત સબબ જ બનવા પામી રહ્યો હોય તેવી ઘટનાઓ બનવા પામી રહી છે. ગાંધીધામ મામલતદાર કચેરી હાલમાં ઈન્ચાર્જના જ ભરોસે ચલાવાઈ રહી હોવાથી અહી અણઘણ વહીવટ જ ચાલી રહ્યો હોય તેવી સ્થિતી સર્જાઈ રહી છે. આજ રોજ ગાંધીધામ મામલતદાર કચેરી રાશનકાર્ડ કામગીરી તકનીકી પ્રોબ્લેમને કારણે લોકો વિધાર્થીઓ પરેશાન  થવા પામી ગયા છે. અહી લોકોની મોટી ભીડ થવા પામી ગઈ અને ગેરવ્યવ્થાઓના લીધે કોઈ સમસ્યા ન સર્જાઈ જાય તે માટે  તંત્રએ બંદોબસ્ત માટે પોલીસ બોલાવી પડી હતી. નોધનયી છે કે, ગાંધીધામમાં કાયમી મામલતદાર ન હોવા ના કારણે લોકો હાલાકીનો સામનો કરવો પડે છે ઉપર થી ઈદ્ભરૂઝ્ર લઈને આધારકાર્ડ લિંક કરાવવા પણ લોકો પરેશાન થઈ રહ્યાં છે.

Comments

COMMENT / REPLY FROM