Trending News
સ્થાનિક સમાચાર

સુરજબારી પર ફરી પાંચ કીમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો : વાહનોના થપ્પા : લાંબી લાંબી કતારો લાગી 

24 September

કચ્છની પ્રજાને હજુ કેટલુ સહન કરવાનું છે..?




ગાંધીધામ : કચ્છને રાજયના અન્ય ભાગોની સાથે જોડતો મહત્વપૂર્ણ સુરજબારી માર્ગ પર કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા જાણે કે રોજીંદી જ બની ગઈ હોય તેવી સ્થિતી સતત સર્જાવવા પામતી જ રહે છે. કયારેક અહી એમ્યુલેન્સને પણ કલાકો સુધી અટકાવાઈ જવાની નોબતો આવી હોવાની ઘટનાઓ પણ બની જ ચૂકી છે. દરમ્યાન જ આજ રોજ ફરીથી સુજરબારીથી હરીપર તરફ ટ્રક અકસ્માતને પગલે પાંચ કીમીથી વધુનો વિશાળ ટ્રાફીક જામ સર્જાવવા પામી ગયો હતો. અહી વાહનોના થપ્પા જ લાગી જવા પામ્યા હતા. સુરજબારીથી હરીપર પાસે ટ્રાફીક જામ અગાઉ પણ ખુબજ વિશાળ પ્રમાણમાં થઈ ચૂકયુ છે. હાલમાં તો અકસ્માતના પગલે આવી ઘટના બની હોવાનુ સામે અવ્યુ છે પરંતુ આ રીતે કચ્છની મોટરીંગ પબ્લીકને હજુય કેટલુ સહન કરવાનું છે? તેવો કચવાટ પણ આ ટ્રાફીક જામમાં અટવાયેલા લોકોમાથી સામે આવવા પામી ગયો હતો.

Comments

COMMENT / REPLY FROM