Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ ડીઆરઆઈ ચાઈનીઝ રમકડા દાણોચોરી કેસમાં બીઆઈએસ માર્કાની પણ કેમ ન કરે તપાસ?

24 September

સ્થાનિક કસ્ટમના કાળાધોળાની ફરી ચાડી આવી સામે?





મુન્દ્રામાં ૨૫ કરોડના ચીની રમકડાના ૪ કન્ટેનર ઝડપાતી વેળાએ સુચક ઈશારો




ખાટલે મોટી ખોટ : મિસડીકલેરશેન કરનારાઓએ ફરી માથુ ઉચકયુ : ડીઆઆઈ ત્રાટકી રહી છે તો મુંદરામાં સ્થાનિક કસ્ટમ શું કરી રહી છે? કે પછી સ્થાનિક કસ્ટમના અમુક ટોપથી બોટમ સુધીનાઓને મળી જાય છે સ્પીડમની.? : રમડકાઓ મંગાવા હોય તો ભારતીય માર્કાની બીઆઈએસની પણ મંજુરીઓ હોવી જોઈએ જરૂરી : આ કેસમાં હતી ખરી?


ગાંધીધામ : મુંદરામાં મિસડીકલેરેશન કરનારાઓ એક પછી એક કારનામાઓને સતત અંજામ આપતા જોવાઈ રહ્યા છે. દરમ્યાન જ ફરીથી અહી ચાઈનિઝ રમકડાઓનો મોટો જથ્થો અદાજીત રપ કરોડની કીમંતનો મુદામાલ બે શખ્સો સાથે ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા ચોકકસ બાતમીના આધારે પકડી પાડોય છે. ત્યારે ફરીથીઅ હી સવાલો ઉભા થવા પામી રહ્યા છે. સૌ પ્રથમ તો અહી એ જ વાત સામે આવી રહી છે કે, ગાંધીધામ ડીઆરઆઈ જેવી એજન્સી અહી ત્રાટકી રહી છે તો પછી મુંદરા કસ્ટમ વિભાગ અહી શુ કરી રહ્યું છે? શું તેઓને આવા કન્સાઈનમેન્ટની કોઈ જ ખબર શુદ્ધા પણ નથી હોતી?વાત સહેજ વિગતે કરીએ તો મુંદ્રામાં ચીનથી આવેલા ચાર કન્ટેઈનરને ગાંધીધામ ડીઆરઆઈએ જપ્ત કરીને તપાસ હાથ ધરતા તેમાંથી ડિક્લેર સામગ્રીની વિપરીત ચીની રમકડા અને ફુગ્ગાઓ મળ્યા હતા. અંદાજે આ ચારેય કન્ટેનર કાર્ગોની કિંમત ૨૫ કરોડ મનાઈ રહી છે. જ્યારે કે ઓન રેકર્ડ તેની વેલ્યુ % માત્ર કેટલાક લાખોમાં જણાવાઈ હતી. ગત શુક્રવારે ચીનથી આવીને સીધા ઉતરેલા આ ચારેય કન્ટેનરમાં બાળકોના કપડા હોવાનું જાહેર કરાયું હતું. જે સામે જ્યારે તપાસ કરવામાં આવી તો ચારેય કન્ટેઈનરમાંથી ચાઈનીઝ રમકડા, બલુન્સ મળી આવ્યા હતા. આ સામગ્રીઓ પર ૯૦% જેટલી જંગી ડ્યુટી લાગે છે. જેનાથી બચવા અને દાણચોરી કરવા મીસ ડિક્લેરેશન કરીને ચીની રમકડા અને ફુગ્ગાઓને ભારતીય બજારોમાં ઠાલવવાનો આ પ્રયાસ હતો. ડીઆરઆઈ ગાંધીધામ દ્વારા કેસ દાખલ કરાયો છે અને તેની તપાસ હવે તેજ કરવામા આવી રહી છે ત્યારે અહી તપાસ કરવાની જરૂર છે કે, આ રમડકાઓમાં બીઆઈએસ માર્કો લાગેલો છે કે નહી? ભારતીય સ્ટાર્ન્ડડ બ્યુરોની પરવાનગી પણ રમકડાઓ સહિતમાં લાગતી જ હોય છે.? તો પછી અહી બીઆઈએસ દ્વારા પણ સબંધિતોની સામે તપાસ કેમ કરવામાં ન આવે?

Comments

COMMENT / REPLY FROM