Trending News
ક્રાઈમ

પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમારની ટીમ એલસીબીનો સપાટો : ગાગોદર પટ્ટામાંથી કેબલ ચોર ટોળકીને દબોચી : વધુ ખુલાસા થશે

24 September


પકડાયેલા રાજસ્થાની શખ્સોના કડક રીમાન્ડ લઈ અને પુછાણા લેવાશો તો મેવાસા આસપાસ રહેલા ફિડરો કે જેમાં ર૦થી વધુ પવનચક્કીઓ આવતી હોય છે તેવા ફિડરો જ સાફ કરી ગયા હોવાના પણ ગંભીર ગુનાઓના ઉકેલાશે ભેદ


ગાગોદર પો.સ્ટે વિસ્તારમાં થયેલ એલ્યુમીનીયમ વીજ વાયર ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓનેપકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ,પુર્વ -કચ્છ





ગાંધીધામ : વાગડ પટ્ટામાં પવનચક્કી ચોરીઓને મોટા પાયે ચોકકસ ટોળકી દ્વારા સતત અંજામ અપાતો હોવાની ફરીયાદો વધી રહી છે ત્યારે હવે પોલીસ પણ હરકતમાં આવી છે અને ગાગોદર પટ્ટામાથી આવી જ એક ગેંગને ઝડપી પાડી છે. આ સંદર્ભે સત્તાવાર પ્રેસ યાદીમાં જણાવ્યા અનુસાર પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગ૨ બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ ત૨ફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ ગણોદર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન આશરે ચાર મહિના અગાઉ મેવાસા વાડી વિસ્તારમાંથી એલ્યુમીનીયમના વીજ વાયરોની ચોરી થયેલ. જે અંગે ગાગોદર પો.સ્ટે.માં ગુ.૨.નં. ૦૧૩૩/૨૪ ઇ.પી.કો.ક. ૩૭૯ તથા ગાગોદર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૧૪૬/૨૪ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુના દાખલ કરાવેલ. જે ચોરી તેજસિંહ છોગસિંહ રાવત તથા પોખરાજસિંગ લક્ષ્મણસિંહ રાવત રહે. બંને રાજસ્થાન વાળાઓ તથા સાથે બીજા ત્રણ ઈસમો મળીને ઈલેક્ટ્રીક વીજ લાઈનના થાંભલા ઉપર લાગેલ એલ્યુમીનીયમના વાયરોની ચોરી કરેલ અને ઉપ૨ોડત બે ઇસમો હાલે ગાગોદર ગામની પેટા કેનાલ પાસે નેશનલ હાઇવે રોડ પર ઉભેલ છે અને ચોરી કરેલ એલ્યુમીનીયમ વાયર વેચવાની તૈયારી કરે છે. તેવી બાતમી હડીકત આધારે હકીકત વાળી જગ્યાએ જઈ નીચે જણાવેલ ઈસમોને પકડી પાડી પુછપરછ કરતા ગાગોદર પો.સ્ટે. ખાતે થયેલ એલ્યુમીનીયમ વાયર ચોરીની કબુલાત આપતા કાયદેસરની ડાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાગોદર પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે. આ કામગી૨ી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઈન્સપેક્ટર એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.પોલીસ ઈન્સપેકટરએમ.વી.જાડેજા તથા  એલસીબી સ્ટાફ દ્વારા કરવામા આવી હતી.


....................



વાગડમાં ઉભો થતો નવો ડોન જામમામદ હજુ કેમ આબાદ?



કચ્છથી લઈ અને હળવદ-મોરબી સુધીના અલગ અલગ પોલીસ મથકોમાં ૧૦થી વધુ ગુના જામમામદ પર નોધાયેલા હોવાની છે ચર્ચા છતા પોલીસ ગિરફતથી છે દુર : બે વખત પોલીસને હાથતાળી આપી જામમામદ સરકી ગયો હોવાની ચર્ચા



ગાંધીધામ : ગાગોદર પોલીસ મથકમાં હાલમાં જયારે વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ લેવાયો છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, આ બધાયની પાછળ મુખ્ય સુત્રધાર જાનમામદ નામનો વાગડમાં ઉભરતો નવો ડોન કેમ હજુય આબાદ ફરી રહ્યો છે. કહેવાય છે કે, જાનમામદ ઉર્ફે અલી નામનો આ ગુંડા પર ૧૦થી વધુ મોટા ગુનાઓ અલગ અલગ પેાલીસ મથકમાં નોધાયેલા છે. તે કેમ હજુ સુધી આબાદ છે. કહેવાય છે કે પોલીસને પાછલા ચાર દીવસમાં બે વખત આ જામમામદ ચકમો આપીને ફરાર થઈ ગયો છે. પોલીસ જાનમામદને પકડશે તો વધુ મોટા ખુલાસાઓ થવા પામશે.



..............



પકડાયેલ આરોપીઓનાં નામ

(૧) તેજસિંહ છોગસિંહ રાવત ઉ.વ. ૨૩ રહે. હાલે ડીમ તા.જી.સુરત મુળ રહે. દેવખેડા તા.ભીમ જી.રાજસેમંત રાજસ્થાન (૨) પુખરાજસિંહ લક્ષ્મણસિંહ રાવત ઉ.વ. ૨૬ ૨હે. હાલે માળીયા જી.મોરબી મુળ રહે.
કાનપુરા તા.વીજયનગ૨ જી.બ્યાવર રાજસ્થાન

પકડવાના બાકી આરોપીઓનાં નામ

(૧) ભગવાનસિંહ રાવત રહે. બાહાર તા.ભીમ જી.રાજસેમંત રાજસ્થાન (૨) સોનુ રાવત રહે. કાનપુરા તા.વીજયનગ૨ જી.બ્યાવર રાજસ્થાન (૩) ખીમસિંહ રાવત રહે. કાનપુરા તા.વીજયનગ૨ જી.બ્યાવર રાજસ્થાન (૪) વાહીદભાઈ રહે. બાબતા જી.અમરેલી (ચોરીનો માલ લેનાર)


કબ્જે કરેલ મુદ્દામાલની વિગત


- એલ્યુમીનીયમ વીજ વાય૨ ૬૪૦ કિ.ગ્રા. કિ.રૂ. ૯૬,૦૦૦/- - મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ. ૧૦,૦૦૦/- કુલ કિ.રૂ. ૧,૦૬,૦૦૦/-


શોધાયેલ ગુનાની વિગત

-ગાગોદર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૧૩૩/૨૪ ઇ.પી.કો.ક. ૩૭૯
ગણોદ૨ પો.સ્ટે. ગુ.૨.નં. ૭૧૪૬/૨૪ ઇ.પી.કો.ક. ૩૭૯



 

Comments

COMMENT / REPLY FROM