Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉમાં બંધ ઘરમાંથી પ.પ૩ લાખની તસ્કરી

24 September

કચ્છમાં તસ્કરો બેફામ.... ખાખી નાકામ....




ભુજમાં મથુરા ગ્રીન્સ સોસાયટીમાંથી ૩ લાખના રોકડ-દાગીના ઉઠાવી જવાયા



ભુજ : કચ્છમાં તસ્કરો બેફામ બન્યા છે અને ખાખી સાવ નાકામ હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. પશ્ચિમ કચ્છમાં તો છેલ્લા ચાર મહિનાથી એસપી પણ નથી. અગાઉ માંડવીમાં ચાર મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા બાદ બે ઘરમાંથી પોણા ત્રણ લાખની ચોરી થઈ હતી. જે બાદ ભુજની મથુરા ગ્રીન્સ સોસાયટીમાંથી ત્રણ લાખ અને ભચાઉમાં બંધ ઘરમાંથી સાડા પાંચ લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે.આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ એરપોર્ટ રોડ પર આવેલ મથુરા ગ્રીન્સ સોસાયટીમાં મકાન નં. રર૬ માં બનાવ બન્યો હતો. ફરિયાદી ઢોરી સીએચસીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા મિતેશકુમાર દિનેશકુમાર મોતા પરિવાર સાથે મોટાયક્ષના મેળામાં ગયા હતા. રાત્રે સાડા ત્રણ વાગ્યે પરત આવ્યા ત્યારે દરવાજો ખુલ્લો હતો અને ઘરમાં સામાન વેરવિખેર જણાતા તપાસ કરતા કબાટમાંથી રોકડા રૂા. ૬ હજાર, તેમજ સોનાના ૪૭.૬ ગ્રામ દાગીના અને ચાંદીના ૧૩ ગ્રામ દાગીનાની ઉઠાંતરી થઈ હતી. તસ્કરો ઘરમાંથી સોનાનો ચંદનહાર, બુટી, ચેઈન, પેંડલ, મહાદેવના પગલા, વીટી, ચુડી, નાકની સરી, તેમજ ચાંદીનો બ્રેસલેટ, જુડા, પગની કેડી સહિતના દાગીના ઉઠાવી ગયા હતા. ચોરી કરવા માટે તસ્કરોએ નજીકમાં ચાલતી બાંધકામ સાઈડ પરથી ઘોડો લઈ સોસાયટીની દિવાલ કુદી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. માનકુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચાવીથી કબાટ ખોલ્યો હોવાથી જાણભેદુની આશંકા સેવાઈ છે. દરમ્યાન ભચાઉમાં પાશ્વ સીટી સોસાયટીમાં ૧૩ થી ર૩ તારીખ દરમ્યાન બંધ ઘરમાંથી ચોરી થઈ હતી. ફરિયાદી મુળ વડોદરાના હાલે ભચાઉમાં રહેતા અને આરતી ઈન્ડસ્ટ્રીઝમાં કન્સ્લટન્ટ તરીકે નોકરી કરતા ફરિયાદી પ્રશાંત રેવતીશરણ ગોયલ અમદાવાદ એરપોર્ટથી ઈન્ડોનેશીયા ગયા હતા. ઘર બંધ હતું એ દરમ્યાન ચોરી થઈ હતી. આવ્યા ત્યારે દરવાજા ખુલ્લા હતા. ઘરમાંથી ર.૩પ લાખનો સોનાનો નેકલેસ, ૧.ર૦ લાખનો બ્રેસલેટ, ૬૦ હજારના ચાંદીના નાના મોટા ઘરેણા તેમજ ૧.ર૦ લાખ રોકડા તેમજ બાજુમાં મનીષ બંસલના ઘરમાંથી અઢી હજાર રોકડા અને અન્ય એક ઘરમાંથી મળી કુલ્લ ૧૮ હજાર સાથે પ.પ૩ લાખની ચોરી કરવામાં આવી હતી, જે અંગે ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કરાવતા પીઆઈ એસ. ડી. સીસોદીયાએ તપાસ હાથ ધરી છે. એકતરફ નવરાત્રી નજીક છે અને દિવાળી સહિતના તહેવારોમાં લોકો ખરીદી કરતા હોઈ માલ સામાન લોકોના ઘરમાં હોય છે. આ દરમ્યાન ચોરીની શકયતાઓ વધી જાય છે. પોલીસ દાખલ થયેલા ગુના તો ઉકેલી શકવા સમર્થ નથી, પરંતુ હવે ચોરી ન થાય તે માટે સોસાયટી વિસ્તારોમાં રાત્રી દરમ્યાન પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવે તેમજ હોમગાર્ડ, જીઆરડી સહિતના રાત્રે બંદોબસ્ત દરમ્યાન ઉંઘી જતા હોવાનું અને સલામત ખુણો પકડી લેતા હોવાની ફરિયાદ છે ત્યારે તેઓ પણ સઘન બંદોબસ્ત રાખે તે સમયની માંગ છેે.
 

Comments

COMMENT / REPLY FROM