હત્યાના પ્રયાસના ગુનામાં રેગ્યુલર જામીન પર છુટેલા આરોપીના બીજા જામીન પોલીસે રદ્દ કરાવ્યા
કાનમેરનો શખ્સ માથાભારે હોતા આડેસર પોલીસે કરી કાર્યવાહી
રાપર : તાલુકાના કાનમેર ગામના શખ્સ સામે અગાઉ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો, જેમાં રેગ્યુલર જામીન પર છુટી ગયો હતો. જેની સામે બીજો ગુનો દાખલ થતા આડેસર પોલીસે કોર્ટમાં દલીલ કરીને તેના જામીન રદ્ કરાવ્યા હતા.
આ બાબતે મળેલી વિગતો મુજબ કાનમેર બળદેવ ગેલા રાઠોડ સામે ર૦ર૧ માં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો. જેમાં રેગ્યુલર જામીન મળી ગયા હતા, તેની સામે સામખિયાળી પોલીસમાં હત્યાનો ગુનો દાખલ થયો હતો. આ આરોપીએ હત્યાના પ્રયાસના ગુનામાં રેગ્યુલર જામીનની શરતોનો ભંગ કર્યો હોવાથી પોલીસે ભચાઉ કોર્ટમાં દલીલ કરી તેના રેગ્યુલર જામીન રદ્ કરાવ્યા છે. આ કામગીરીમાં આડેસર પીઆઈ જે. એમ. વાળા તેમજ સ્ટાફના સંજયકુમાર અણંદાભાઈ, ભરતજી વદનજી અને ગાંડાભાઈ અણંદાભાઈ, વિજયસિંહ સહદેવસિંહ જોડાયા હતા.

Comments