Trending News
સ્થાનિક સમાચાર

મુંદરામાં તેલચોરી માટે ૧૦ લાખનું ટેન્ડર ખુલ્યું :  ભરતભુરીયો-રમેશ-ગફુરના ધંધાને લીલીઝંડી..!

24 September

સ્થાનિકના કયા ઝભ્ભાલેંગાવાળાએ તેલચોરીમાં ઝંપલાવ્યું?



કોઈ પણ પ્રકારનુ તેલ-કેમીકલ ટેન્ડકરમાથી ચોરી કરવી હોય તો કરો, અમને કટકી-વહીવટનો દલ્લો મળી જવો જોઈએ : 
પશ્ચીમ કચ્છમાં એસપીની ખાલી જગ્યાનો ગેરલાભ ઉપાડનાર ખાખીની ભ્રષ્ટ સિન્ડીકેટના વહીવટદારો કોણ? 



સાયબર ક્રાઈમ, એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ભ્રષ્ટ ટોળકીને અમે માંગ્યા હપ્તાઓ આપીએ છીએ, અમારો તેલચોરીનો ધંધો બંધ કરાવવાની વાત તો દુરની રહી, અમારૂ નામ પણ કોઈ ખાખીધારી લેતા ૧૦૦વાર વિચાર કરશે..! : ભરત ભુરીયા આણી તેલચોર ગેંગનો ખોખારો




ગાંધીધામ : કચ્છમાં બે મહાબંદરો કાર્યરત છે અને બન્ને બંદરો પર મોટા પ્રમાણમાં વિદેશથી એાઈલ-કેમીકલની આયાત કરવામ આવી રહી છે. આ ઓઈલ અને કેમીકલ ખુબજ કીમંતી અને મોંઘદાટ હોય છે. તે બદરો પર ઉતર્યા બાદ મુળ વેપારી પાસે પહોચવાના બદલે તેના ટેન્કરોમાથી મોટા પાયે ચોરીઓ કરવામા આવતી હોવાની ઘટનાઓની છુટી છવાઈ ફરીયાદો નોધાવવા પામતી હોય છે જેમાં સમ ખાવા પુરતા કિસ્સાઓ જ પકડાવવા પામતા હેાય છે. દરમ્યાન જ આ જ પ્રકારની અલગ અલગ કેમીકલ અને તેલ-ઓઈલની ચોરી માટે જાણે કે મુંદરા પટ્ટામાં રીતસરનો ૧૦ લાખનો ટેન્ડર જ ખુલવા પામી ગયો હોય તેવી ચર્ચાઓ જોર પકડી રહી છે. આ બાબતે ચર્ચાતી વિગતો અનુસાર મુંદરામાં કેમીકલ-સીપયુ, સોયાબીન, રીફાઈન ઓઈલ, ફર્નેશ ઓઈલ, દીવેલ સહિતની ચોરી અને તસ્કરી જે કરવુ હોય તે કરવાની છુટ અપાઈ ગઈ હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, ૧૦ લાખ રૂપીયાના હપ્તે આ ધંધાનુ રીતસરનુ ટેન્ડર જ કાયદેસરનુ ખુલી ગયુ હેાય તેમ રોજની પાંચ આઠ લાખનો માલ ટેન્ડકરોમાથી શેરવાનુ શરૂ પણ થવા પામી ગયું છે. તેલચોરીમાં અગાઉ પણ અનેકવખત ચર્ચામા આવી ચુકેલ ભરત ભુરીયો, માથક આસપાસના પટ્ટાનો રમેશ અને ગફુર નામની ત્રિપુટીનું આ ટેન્ડર ખુલી ગયુ હોવાનુ મનાઈ રહ્યું છે.જાણકારો કહી રહ્યા છે કે, આટઆટલી તેલચોરી વ્યાપક પ્રમાણમાં શરૂ થઈ ગઈ હોય અને ખાખીધારીઓ અજાણ હોય તેમ બને ખરૂ? ભરત આણી ત્રિપુટી ટોળકી સાયબર ક્રાઈમ, એલસીબી, એલસઓજી અને સ્થાનિક પોલીસની બનેલી ભ્રષ્ટ ખાખીધારીઓની સિન્ડીકેટને હપ્તાઓ વહીવટ-સેકસન બાંધી અને આ ધંધો ધમધમાવવાનો શરૂ કર્યુ હોવાનુ મનાય છે. એટલુ જ નહી પરંતુ આ તેલચોરીના કારસ્તાનમાં મુંદરાના એક સ્થાનિક ઝભ્ભાલેંગાવાળાએ પણભાગબટાઈ કરી હોવાનુ સામે આવી રહ્યું છે. હવે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવ જોઈએ કે, મુંદરામાં આવા ટેન્ડરો ખોલવાની છુટ કોણે આપી છે? કયા રાજકારણીએ આ ટોળકી સાથે હાથ મિલાવ્યા છે? અથવા તો ખરેખર આવી રીતે તેલચોરીના ધંધાને લીલીઝંડી આપી શકાય છે ખરી? જાણકારો કહીર હ્યા છે કે, આ ગેગ દ્વારા રોજનો પાંચથી છ લાખનો તેલનો જથ્થો ટેન્કરોમાથી ચોરવામા આવી રહ્યો છે. આ ચોરીનો આંક માસીક ધોરણે વિચાર તો કેટલો છે? માત્ર ૧૦ લાખની લ્હાયમાં અમુક ભ્રષ્ટ ખાખીધારીઓ સરકારને અને વેપારીઓને માસીક કરોડોનો ફટકો પાડી રહ્યા છે એટલુ જ નહી પણ ભરત ભુરીયા જેવા ભીચડ ચોરોને તેલ માફીયા બનાવી રહ્યા હોવાનો પણ ચિત્તાર ખડો થઈ રહ્યો છે.


..............



ભરતની જુની જગ્યાનો ઠેકો હરભમના હવાલો :
ભીમાસર ફાટક પર સુમીતનો અડ્ડો પણ શરૂ..!

સુમીતના કબ્જાવાળી ઓરડીમાથી તો તેલનો જથ્થો થોડા સમય પહેલા જ પોલીસને મળ્યો હતો, કયા આધારે સુમીતને જામીન મળી ગયા : કેમ તે વખતે લાખોનો માલ છોડી દેવાયો? બીલો ચકાસો તો ડુપ્લીકેટ જ નીકળેશે અને લાખોની જીએસટી ચોરીનો પણ થશે પર્દાફાશ


ગાંધીધામ :એકતરફ ભરત ભુરીયાએ મુંદરા બાજુ તેલચોરીનો ઠેકો મંજુર કરાવી લીધો છે તો બીજતીરફ તેની જુની જગ્યા વરસાણા ચોકડીવાળો પોઈન્ટ હરભમનાહવાલો કરી દેવાયો હોવાનુ ચર્ચાય છે. અહી હરભમએ મોટો પોઈન્ટ ચાલુ કરી દીધો છે. જયાં ચોરાઉ તેલ સંગ્રહવાામાં આવે છે તથા હેરફેર અને વેપલો પણ કરવામ આવી રહ્યો હોવાનુ મનાય છે. આ ઉપરાંત ભીમાસર ફાટક અને કારગીલ કંપનીની વચ્ચેના ભાગમાં સુમીતનો પોઈન્ટ પણ ચાલુ થઈ ગયો છે. આ સુમીતના કબ્જાવાળી એક ઓરડીમાથી તો સત્તાવાર રીતે લાખોનો માલ હાલમાં જ પકડાવવા પામ્યો હતો. તે વખતે કોના કહેવાથી અથવા તો કયા આધારે તે માલ છોડી દેવામા આવ્યો? આ સુમીત પાસે માલ આવ્યો કયાથી? શા માટે તપાસ ન કરાઈ? સુમીતના જામીન પણ કેમ મંજુર થઈ ગયા? માત્ર ૪૧ વન ડી કરીને આવા તેલચોરોને છુટી જવાની સગવડ જ રી આપવામા આવતી હોય છે. આ કિસ્સામાં તો ૩૭૯ની જ કલમ લગાડી અને નોન જામીનપાત્ર ગુનો જ દાખલ કરવો જોઈએ.  સુમીતવાળા કિસ્સામાં તપાસ કરવામાં આવશે તો ડુપ્લીકેટ બીલો જ રજુ કરાયેલા મળી આવશે, અને જો એ ખુલે તો જીએસટીની પણ મોટી ચોરી અહીથી પકડાઈ શકે તેમ છે.

Comments

COMMENT / REPLY FROM