વિભાપર-રોહા-મોસુણામાં વહિવટીતંત્ર વહેલી પરોઢે દબાણ દૂર કર્યા
નખત્રાણા : તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ગામ અને નગરમાં ગૌચર, સીમતળ, ગામતળના દબાણોનો રાફડો ફાટ્યો છે. ત્યારે વહિવટીતંત્ર ચાર દિવસ અગાઉ વિવિધ વિભાગો દ્વારા દબાણોની નોટીસ આપવામાં આવી હતી. આજે વહેલી પરોઢે પ્રાંત અધિકારી સૂરજ સુથાર, મામલતદાર અરૂણ શર્મા તથા પોલીસ તંત્ર તાલુકાના વિભાપર, રોહા, મોસુણા ગામે રોડ આડે આવતા ૯થી ૧૦ જેટલા દબાણો ઉપર બૂલડોઝર ફેરવ્યો હતો. દબાણ પ્રક્રિયાથી નગરમાં ગેરકાયદેસર ઉભા કરેલા દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે. બીજીતરફ નખત્રાણા નગરપાલિકા, નખત્રાણા આરએન્ડબી વિભાગો દ્વારા અપાયેલી દબાણકારોને નોટસમાં કયારે કાર્યવાહી થાય છે કે પછી મુલતવી રાખવામાં આવશે તેના પર મીટ મંડાઈ છે. નગરમાં દબાણકારોને સરકારી કિંમતી જમીન પર મસમોટા દબાણો કર્યા છે. હવે કયારે દબાણ હટાવ ઝુંબેશ સર્વગ્રાહી થાય છે તે
જોવું રહ્યું.

Comments