અમદાવાદમાં સવા કરોડનું ફુલેકું ફેરવનાર ભુજનો શખ્સ દબોચાયો
ભુજ : અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં સવા કરોડની ચીટીંગની ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનામાં સંડોવાયેલો ભુજના બાપાદયાળુ નગરમાં રહેતો હનીફ હુસેન મીર નામનો શખ્સ રેલવે સ્ટેશનથી ભીડ નાકા જતા રોડ પર ચાની દુકાન પાસે હાજર હોવાની બાતમીના આધારે એલસીબીએ સ્થળ પર જઈ આરોપીને ઝડપી આગળની કાર્યવાહી માટે બાપુનગર પોલીસને જાણ કરી ભુજ બી ડીવીઝન પોલીસને કબજો આપ્યો હતો.

Comments