Trending News
સ્થાનિક સમાચાર

સાંગનદી પાસે કન્ટેનર પલટી જતા સર્જાયો ટ્રાફિકજામ

23 September




સવાલ સવામણનો..! પોલીસકર્મીઓ બેઠા હોય છે તેમને ક્રોસ કરીને આડમ્પર પુલીયા સુધી પહોચ્યું જ કેમ..?


આશા બા બ્રિજ પાસે પોલીસ વાળાઓનો સતત પડાવ હોય જ છે, તેમ છતા પ્રજાજનોને બે કલાકથી વધુ સમય બાનમાં લઈ લેનાર ડમ્પ આ પોલીસવાળાની નજરે કેમ ન આવ્યુ? આવા લાપરવાહની સામે જ કેમ કડક કાર્યવાહી ન થાય?



ગાંધીધામ : પૂર્વ્‌ કચ્છના મુખ્ય શહેર આદિપુર-ગાંધીધામને અંજાર તથા પશ્ચીમ કચ્છ બાજુ જોડતા માર્ગમાં ગઈકાલે સાંજે બે કલાકથી વધુ સમયનો ટ્રાફિક જામ સર્જાયો હતો અને તેેની પાછળનુ કારણ અહી અતિ ભારે ઓવરલોડ કન્ટેઈનર ભરેલ વાહન પલ્ટી ગયુ હોવાનુ સામે અવ્યુ છે. ત્યારે અહી સવાલ એ થાય છે કે, બે કલાક સુધી પ્રજાજનોને ટ્રાફિકમાં બાનમા લઈ લેનાર આ ટ્રેઈલર પુલીયા સુધી પહોચ્યુ જ કેવી રીતે? કારણ કે આસાબા બ્રીજ પાસે પોલીસવાળાઓ, ટ્રાફીક સહીતનાઓના નામે સવારથી સાંજ સધી મોટા પ્રમાણમાં ગોઠવાયેલા જ હોય છે. તો પછી તેમની નજર ચુકવીને આટલુ મોટુ કન્ટેઈનર પુલીયા સુધી પહોચી જ કેમ ગયુ? ખરેખર તો અહી બેઠેલા પોલીસ વાળાઓના પણ ટ્રાફિક જામ અને પ્રજાજનોને બાનમાં લેવા બાબતે પુછાણાઓ લેવાવા જ જોઈએ.


 

Comments

COMMENT / REPLY FROM