Trending News
સ્થાનિક સમાચાર

રાપર સમીપે ૩.૩ની તીવ્રતાના આંચકાથી ધરા ધ્રુજી

23 September


કચ્છમાં ભૂર્ગભિય હલચલ યથાવત : આજે સવારે ૧૦.૦પ કલાકે અનુભવાયું કંપન 


ભુજ : ભૂકંપના ઝોન પાંચમાં સમાવિષ્ટ સરહદી કચ્છ જિલ્લામાં ભૂકંપના નાના મોટા આંચકાઅ અનુભવાતા રહે છે. આજે સવારે ૧૦.૦પ વાગ્યાના અરસામાં પૂર્વ કચ્છના પેટાળમાં હલચલ નોંધાઈ હતી. રાપરથી ૧ર કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ દીશાએ ૩.૩ની તીવ્રતાની આંચકો નોંધાયો હતો. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ અનેક સક્રિય ફોલ્ટલાઈન પર આવેલા કચ્છ જિલ્લાનો સમાવેશ સંભવિત ભૂકંપ ક્ષેત્રના ઝોન-પાંચમાં સમાવેશ થાય છે. કચ્છ જિલ્લામાં સમયાંતરે ભૂકંપના નાના-મોટા કંપન અનુભવાતા રહે છે. આજે સવારે ૧૦.૦પ કલાકે રાપરથી ૧ર કિલોમીટર દૂર પશ્ચિમ દક્ષિણ દીશાના કેન્દ્રબિંદુએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતે રીક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા ૩.૩ અંકિત રેખાંશ પર આંચકો અનુભવાયો હતો. 

Comments

COMMENT / REPLY FROM