પૂર્વ કચ્છમાં ખનીજચોરો સામે શ્રી પટેલની લાલઆંખ : માટી-ચાઈનાકલે ચોરીમાં ૧ કરોડનો મુદામાલ ઝડપાયો
ગત સપ્તાહે ગેરકાયદેસર ખનીજચોરીના થયેલા કેસમાં રપ લાખથી વધુનો ફટકારાઈ ગયો દંડ : એન એ પટેલની કડક કાર્યવાહથી ખનીજ તસ્કરોમાં ફફડાટ
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં ખનીજચોરી કરનારાઓ પર અહીના શ્રી એન એ પટેલની ટુકડી દ્વારા સતત તવાઈ બોલાવતી કાર્યવાહી કરવામા આવી રહી છે. શ્રી પટેલના સપાટાભરી કાર્યવાહથી ખનીજચોરોમાં ફફડાટ જ ફેલાઈ જવા પામ્યો છે. દરમ્યાન જ મળતી વધુ વિગતો અનુસાર માન.કલેકટરશ્રીની સુચના અનુસાર ભુસ્તરશાસ્ત્રીશ્રી, પૂર્વ-કચ્છ એન.એ.પટેલશ્રીના માર્ગદર્શન હેઠળ પૂર્વ-કચ્છ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ બિન-અધિકૃત ખનન, વહન,સંગ્રહ રોકવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. જેની વિગતે તા.૨૨-૦૯-૨૦૨૪ ના રોજ બિન-અધિકૃત હાર્ડ મુરમ ખનિજનુ બિન અધિકૃત ખોદકામ કરતુ ૦૧ એક્સીવેટર મશીન મોજે.ટપ્પર તા.અંજાર ખાતેથી પકડવામાં આવેલ છે. તેમજ માપણી કરી નિયમોનુસારની કાર્યવાહી ચાલુમાં છે તથા મોજે.સતાપર તા.અંજાર ખાતે થી ૦૧ ડમ્પર સાદી રેતી ખનિજનું બિન-અધિકૃત રીતે વહન અન્વયે સીઝ કરેલ. જેની નીયમોનુસાર કાર્યવાહી ચાલુમાં છે. તા.૨૧-૦૯-૨૦૨૪ ના રોજ ૦૧ ડમ્પર મોજે.લાકડીયા ચીત્રોડ રોડ ખાતે થી બિન-અધિકૃત ચાઇનાકલે ખનિજનું વહન કરતા પકડવામાં આવેલ. આમ કુલ આશરે એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. તદઉપરાંત ગત અઠવાડીયામાં અત્રેની કચેરી ધ્વારા ૬ કેસો પૈકી ૨૫.૬૪ લાખની સરકારશ્રીમાં દંડકીય વસુલાત કરવામાં આવેલ. વધુમાં ભવિષ્યમાં પૂર્વ- કચ્છ જીલ્લામાં બિન-અધિકૃત ખનન,વહન,સંગ્રહ અન્વયે સધન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

Comments