Trending News
સ્થાનિક સમાચાર

ભુજની ઐતિહાસીક વિરાસત સમાન મિલ્કતના વધુ  દબાણ મુદ્દે તંત્ર એકશનમાં : બીજી નોટીસ ફટકારાઈ

23 September


ખુણા પર રહેલ પતરાનું થોડુ દબાણ દુર કરાયું, જયારે એથી વધુ માંડવી ઓકટ્રોયત્રિભેટેથી  લાલનકોલેજથી આગળના ત્રિભેટે સુધીના વિશાળ પટ્ટામાં થયેલ દબાણો દુર કરવામાં જવાબદારોમાં ખો-ખો કરાયા બાદ અંતે નિર્ણાયક કાર્યવાહી કરવાના વછુટયા આદેશ


પ્રાંતશ્રી સાથે પરામર્શ કરાયુ છે, ખુણાવાળુ દબાણ દુર કરી દેવાયુ છે, બીજુ લાલનકોલેજ તરફ માડવી રોડ પર જે દબાણ છે તે મામલે બે દીવસની ટુંકી નોટીસ ફટકારી છે, જે સમય પૂર્ણ થયા બાદ આગળની ધોરણસરની કાર્યવાહી ચોકકસથી હાથ ધરવમા આવશે : શ્રી કેવલ દોશી (સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટ) : રણજીત વિલાસ પેલેસમાં શ્રી સરકાર જમીન પર હજુય દબાણ મુદે સુચનો મળેલ છે, નોટીસ અપાઈ ગઈ છે, જવાબ આવેથી કાર્યવાહી કરવામાં આવશે : મામતલદારશ્રી-ભુજ


કલેકટરશ્રીએ તપાસ માટે પ્રાંત મારફતે સીટી સર્વે કચેરીને આદેશ આપ્યો હતો, ૭ દીવસની નોટીસ આપ્યાનુ જણાવ્યુ હતુ, પરંતુ નોટીસ બાદ શું કાર્યવાહી કરાઈ, સામેવાળાઓએ શુ આધારે રજુ કર્યા, હવે કેવા પ્રકારની કાર્યવાહી થવા પામી રહી છે, તે મુજબની કોઈ જ પ્રતિક્રીયાઓ સીટી સર્વે કચેરી તરફથી એક પક્ષકાર તરીકે અમોને અપાતી નથી, ભોયંરૂ હતુ તે પણ પુરી દેવાયુ છે, આ બાબતેની પણ અમે તપાસ માંગી રહ્યા છીએ, તંત્ર નિરૂત્તર જ રહ્યુ છે : શ્રી ઈન્દ્રજીતસિંહ જાડેજા(કુંવરસાહેબ, ફરીયાદી મહારાણીજી પ્રતિદેવીજી વતીથી)




ગાંધીધામ : ભુજની રાજાશાહી વખતની ઐતિહાસીક વિરાસત અને રાષ્ટ્રીય સ્મારકમા ગણનાપાત્ર રણજીત વિલાસ પેલેસમાં થઈ રહેલા કોમર્શીયલ બાંધકામ તથા મળેલી જમીનમાં હાલના સમયે ઘટ્ટ આવતી હોવા સબબ ડીએલઆર મારફતે તપાસ કરાવી અને કડક પગલા લેવાની ફરીયાદ અરજી મહારાણી પ્રીતીદેવીજી તરફથી કુ. ઈન્દ્રજિતસીંહ દ્વારા કલેકટરશ્રીને કરવામા આવી હતી. જે બાદ કલેકટરશ્રીએ પ્રાત સહિતનાઓને આ બાબતે ત્વિરત તપાસ કરી ધોરણસરના પગલા લેવાની સુચના આપી હતી. તે પછી સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટ તથા ભુજ મામલતદાર દ્વારા સંયુકત નોટીસ પાઠવી અને અમુક પતરાના શેડને દુર કરવામા આવ્યા હતા જયારે કે સબંધિત ખુણાની સાથે જ લાલનકોલેજ તરફ જતા રોડની સામેના ભોગે પણ અહી મોટા પાયે શ્રી સરકાર જમીન પર દબાણ થયાની કાર્યવાહી કરવામા જ ન આવતા તરેહ તરેહના સવાલો ઉભા થવા પામ્યા હતા. પરંતુ ભુજના પ્રંત અધીકારીશ્રી અનિલ યાદવ આ બાબતે ત્વરિત જ એકશનમાં આવી અને ભુજ મામલતદાર તથા સીટી સર્વેને જરૂરી સુચનો અને માર્ગદર્શન આપી અને અહી દબાણ પ્રસ્થાપિત થતુ હોય તો વિના વિલંબે દુર કરવાની સુચનાઓ જવાબદારોને આપી હોવાનુ માલુમ પડી રહ્યું છે. દુર કરવા અંગેની સુચના મળવા પામી હતી જેમા પ્રથમ ૭ દીવસની નોટીસ અપાઈ હતી જે દરમ્યાન પ્રત્યુતર ન આવતા પતરાના સેડનુ દબાણ સીટી સર્વે કચેરીની સાથે રહી અને દુર કરી દેવાયુ છેે. જો કે, અહી દબાણ તો વિશાળ પ્રમાણમા હોવાની ફરીયાદ થઈ હતી, અને માંડવી ઓકટ્રોયના ત્રિભેટથી માંડી અને લાલનકોલેજથી આગળના ભાગે જતા ત્રિભેટવાળા મુખ્ય રોડ પર પણ દબાણ થયુ હોવાની ફરીયાદ કરાયેલી જ છે તે કેમ મુકત ન કરાયુ? આ બાબતે મામલતદારશ્રી તથા સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટ શ્રી દોશીની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, આ સંદર્ભે પ્રાંતશ્રી સાથે પરામર્શ થયા છે, અને દબાણકર્તાઓને બે દીવસની ટુંકી જ મુદતની નોટીસ ફટકારવામાં આવી છે.અન્ય સરકારી વિભાગો સાથે સંકલન સાંધી અને જો પાર્ટી બે દીવસમા નોટીસ અન્વયેનો જવાબ કે આધારે રજુ નહી કરે તો સરકારી રાહે આ દબાણોને દુર કરવામાં કોઈ જ કચાશ નહી રખાય તેવી ખાત્રી ઉચ્ચારવામાં આવી છે.





 

Comments

COMMENT / REPLY FROM