લોકમેળાઓ ભાતીગળ સંસ્કૃતિ-સંસ્કારોની ઓળખ : મુળુભાઈ બેરા
ખબર પડે નહીં કેળાની અને લાવો પાવલી મેળાની
મિનિ તરણેતર સમો ચાર દિવસીય મોટા યક્ષનો લોક મેળો વિધિવત ખુલ્લો મુકાયો : સંસદ સભ્ય, ધારાસભ્યો સહિત સામાજિક, ધાર્મિક, રાજકીય ક્ષેત્રના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત : મેળામાં લાખો સહેલાણીઓ ઉમટી પડશે : સવારે ભીખુઋષિ તળેટીએ સહેલાણીઓ ઉમટી પડશે : મોટા યક્ષ મંદિરે નિશાન, ધજા, શણગાર સહિતના કાર્યક્રમો યોજાયા : આજે રાત્રે વિજય ગઢવી સહિત કલાકારો લોકડાયરો યોજાશે : ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : ૭૦૦ જેટલા નાના મોટા પ્લોટો ઉભા થયા
નખત્રાણા : કચ્છનો મીની તરણેતર સમો મોટા યક્ષનો ચાર દિવસીય લોકમેળાને રિબિન કાપી વિધિવત ખુલ્લો મુકતા રાજ્ય પ્રવાન મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું કે, મોટા યક્ષનો મેળો માણી શકે તે માણીગર છે. પ્રવાસનક્ષેત્રે કચ્છ ઉભરી રહ્યો છે ત્યારે યાત્રાધામના વિકાસ માટે સરકાર અબજો રૂપિયાની વિકાસલક્ષી ગ્રાન્ટોની બજેટમાં જોગવાઈ કરે છે. કચ્છના તમામ યાત્રાધામો સોળેકળાએ ખીલી રહ્યા છે વિક્સી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યુંકે, કચ્છનો રણ વિશ્વસ્તરે ઝળકી રહ્યો છે તો કચ્છની ભવ્ય સંસ્કૃતિને ઉજાગર કરતા લોક મેળાએ પણ કાંઠુ કાઢયું છે. રવેચી માતાનો મેળો હોય કે રામદેવપીરના કે મોટા યક્ષના મેળા કચ્છમાં નાના-મોટા ૪રપ જેટલા લોક મેળા યોજાય છે. મેળો સતત મહેનત કરતા માનવીના જીવનમાં હળવાશ આપે છે. લોકમેળાએ આપણી ભાતીગળ સંસ્કૃતિના રક્ષક છે. ગ્રામ્ય જીવનનો ધબકાર અને સભ્યતાના દર્શન લોક મેળા થકી થાય છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ કહ્યું કે, લોકમેળાની સંસ્કૃતિ ૧ર૦૦ વર્ષથી પણ વધુ જૂની છે. આજે સોશ્યિલ મીડિયાના યુગમાં પણ લોક મેળાનું આકર્ષણ અકબંધ રહ્યું છે. મેળાએ માત્ર એક મેળાવડો જ નહીં પરંતુ સામાજિક એકતાને વધુ બળવતર બનાવતું માધ્યમ છે. લોકમેળાએ જે તે વિસ્તારની સંસ્કૃતિને ઓળખ આપે છે અને પ્રવાસન ક્ષેત્રે પણ તેનો લાભ થાય છે. કાર્યક્રમના પ્રારંભે અબડાસાના ધારાસભ્ય પી.એમ. જાડેજાએ ઉપસ્થિતોને શાબ્દિક આવકાર આપતા ધાર્મિક સ્થળોના વિકાસ માટે રાજ્ય સરકારના સહકારની સરાહના કરી હતી. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, મેળાએ મહોબત્તનો માંડવો છે. મેળાને માણવાથી માનસિક તનાવ પણ દૂર થાય છે. અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ મેળાઓને સંસ્કૃતિ અને ધર્મની જાળવણીનું માધ્યમ ગણાવ્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ સંસ્કાર અને સંસ્કૃતિની ઝલકના દર્પણ સમાન લોકો મેળાઓ થકી સનાતન ધર્મની ધજા ફરકી રહી હોવાનું જણાવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે લોકો મેળાને ભાતિગળ સંસ્કૃતિનો ભાગ ગણાવી વિદેશી આક્રમણ વખતે પણ લોકો મેળા ટકી રહ્યા હતા તેવું જણાવ્યું હતું. મેળાના અધ્યક્ષ ધીરજલાલ પટેલે આવકાર આપીને તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. મેળાની રૂપરેખા આપી હતી. નાની બાળકીઓ કુમકુમ તિલક કરીને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. ઢોલ, શરણાઈ સાથે મહેમાનો આવકાર્યા હતા. મેળો ખુલ્લું મુક્યા પછી સભા મંડપ ખાતે વિશાળ સભા યોજાઈ હતી. જેમાં મહાનુભાવોનું સન્માન-પ્રવચન યોજાયા હતા. આ પૂર્વે સવારે ભીખુઋષિ તળેટી ખાતે ધ્વા રોહણ બાદ મોટા યક્ષના મંદિરે નિશાન - ધ્વજારોહણ તથા શણગાર યોજવામાં આવ્યા હતા ત્યારે જય જખદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યો હતો. રાત્રે તળેટી ખાતે વિજભાઈ ગઢવી, નૈતિક વ્યાસ, રાજેશભાઈ ગઢવીની સંતવાણી યોજાશે. મેળામાં નાના-મોટા ૭૦૦ જેટલા ખાલી-પીણી, મનોરંજન, પ્રસાદ, કટલેરી અન્ય સ્ટોલ ઊભા કરાયા છ. ડીવાયએસપી બી.બી.ભગોરાના નેજા હેઠળ ૩ પીઆઈ, ૧૦ પીએસઆઈ, રપ૦ પોલીસ કર્મી, ૧૦૦ મહિલા પોલીસ કર્મી, પ૦ હોમગાર્ડઝ જવાનો ફરજ બજાવે છે. ભીડભાડવાળી જગ્યા પર સીપીટીવી કેમેરા ગોઠવાયા છે. ટ્રાફિક જગ્યા પર વધુ પોલીસ ફરજ બજાવે છે.
આ વેળાએ જિલ્લા પંચાયતના ચેરમેન રાજુભા જાડેજા, કુંવરબેન મહેશ્વરી, જયાબેન, નયનાબેન પટેલ, સુરેશ છાંગા, વાલજી સંઘાર, સતીષ છાંગા, પરસોત્તમ વાસાણી, નવીન ભોપા, ડીડીઓ શૈલેષ પ્રજાપતિ, પ્રાંત અધિકારી સૂરજ સુથાર, દિલીપ ઠક્કર, અરૂણ શર્મા, વિપુલ વાઘેલા, લીલાબેન મહેશ્વરી, બટુકસિંહ જાડેજા, મૂળજી ગોરાણી, ડોસાભાઈ કેસર, નવીન મારૂ, રઘુભા જાડેજા, પ્રફુલ્લસિંહ જાડેજા, રામજી મીઠુ, વસંત વાઘેલા, કરશન નથુ, કમળાબેન પટેલ, દિલીપ પટેલ, જયસુખ પટેલ, મહિપતસિંહ જાડેજા, ધર્મેન્દ્રગિરિ ગોસ્વામી, જીતેન્દ્રસિંહ જાડેજા, ઉતપલસિંહ જાડેજા, વેણીલાલ રૈયાણી, નિલેશ લિંબાણી, સતુભા જાડેજા, વિરેન ગરવા, હાર્દિક ગોર, દિનેશ રૂડાણી, કરણ રબારી, બાબુ ચોપડા, નવીન મારૂ, મોહન ચાવડા, માવજી મહેશ્વરી, ધનજી મહેશ્વરી, ખેંગાર રબારી, જયેન્દ્રસિંહ જાડેજા, ચંદનસિંહ રાઠોડ, શાંતાબા ચુડાસમા, કિરીટસિંહ જાડેજા, મંગળાબેન વાઘેલા, ભોવા પરિવાર, જખદાદા મંદિરના ટ્રસ્ટીઓ, ગ્રામ પંચાયતના પૂર્વ સભ્યો વગેરે હાજર રહ્યા હતા. સંચાલન હરિસિંહ રાઠોડ અને રાજેશ ગઢવીએ કર્યું હતું. આભારવિધિ ધીરજલાલ પટેલે કરી હતી.
મેળાને સફળ બનાવવા નવીનભાઈ ભોવા, સંગીતાબેન ઠક્કર, મહેન્દ્રભાઈ ચૌધરી, નારાણભાઈ ભોવા, મહેશભાઈ ભોવા, મુળજીભાઈ ભોવા, નરેન્દ્રભાઈ ભોવા, રતનભાઈ ભોવા, જખરાજ ભોવા, રવજી ભોવા, જયેશ ભોવા, જખદાદા ટ્રસ્ટીથીઓ, સમસ્ત ભોવા સમાજ, સેવકો, મેળા સમિતિ, ગ્રા.પં.ના પૂર્વ સભ્યો સહીત જહેમત ઉઠાવી રહ્યા છે.
..........
મોટાયક્ષ યાત્રાધામના વિકાસ માટે ૧૦ કરોડની ફાળવણી થશે
ગુજરાત રાજયના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ પ્રવાસન વિભાગની ગ્રાન્ટથી મોટાયક્ષદેવ સ્થાનકના વિકાસ માટે જાહેરાત કરી હતી. મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, મોટાયક્ષ ખાતે ગેસ્ટ હાઉસ, ભોજનાલય, રસોડું, સ્ટેજ વગેરેના નિર્માણ માટે પ્રવાસન વિભાગ દ્વારા રૂપિયા ૧૦ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે. યાત્રાધામ વિકાસની ગ્રાન્ટ ઉપરાંત પ્રવાસન વિભાગની ગ્રાન્ટમાંથી મોટાયક્ષ ખાતે માળખાગત સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે.

Comments