Trending News
સ્થાનિક સમાચાર

કાનમેર હત્યા કેસમાં ભાગેડુ જાહેર થયેલા બે આરોપીઓ ઝડપાયા

21 September


દિલીપ અયાચીની અમદાવાદ એરપોર્ટ પરથી અને કાજા રબારી સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થયો : આજે બપોર બાદ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરાશે

ગાંધીધામ : રાપર તાલુકાના કાનમેર નજીક જોધપર વાંઢમાં મીઠાનો પ્લોટ ખાલી કરાવવા બાબતે બે જુથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ફાયરીંગ કરવામાં આવતા એક યુવાનનું મોત થતા મામલો હત્યામાં પલ્ટાયો હતો. આ ચકચારી બનાવમાં જે તે સમયે ૧૭ લોકો સામે ફરિયાદ થઈ હતી, જેમાં કાજા રબારી ત્યારથી ફરાર હતો તેમજ બાદમાં આ આરોપીઓની પુછપરછમાં જિલ્લા પંચાયત સદસ્યાના પતિ નરેન્દ્રદાન ગઢવી, ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા, ગાંધીધામના દિલીપ અયાચી સહિતનાઓની સંડોવણી ખુલી હતી. અઠવાડિયા અગાઉ અશોકસિંહના આગોતરા હાઈકોર્ટે ફગાવી દેતા તે સામેથી પોલીસમાં હાજર થયો હતો. જેના પાંચ દિવસના રિમાન્ડ મળ્યા હતા. એ દરમ્યાન આ કેસમાં ભાગેડુ જાહેર થયેલ દિલીપ અયાચી દેશ છોડી દુબઈ ભાગી ગયો હતો. જેથી તેની સામે નોટીસ જાહેર કરવામાં આવી હતી, તેમજ ઈમીગ્રેશનને જાણ કરાઈ હતી. આરોપી દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર આવતા તાત્કાલિક પોલીસે તેને ઝડપી લીધો હતો અને ઘટનામાં કાજા અમરા રબારી પણ પોલીસમાં હાજર થયો હતો. આ કેસમાં હવે તમામ આરોપીઓ ઝડપાઈ ગયા છે. ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, બન્ને આરોપીને બપોર બાદ ભચાઉ કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજુ કરી અત્યાર સુધી કયાં કયાં છુપાયા, કોણે કોણે આશરો આપ્યો ? ગુનામાં શું મદદગારી હતી, તે સહિતની બાબતોએ તપાસ હાથ ધરવામાં આવશે.

Comments

COMMENT / REPLY FROM