Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લાના નાના ડેમ અને તળાવોના  સમારકામ મુદ્દે તંત્રનું વલણ કેમ ઉદાસીન

21 September


જિલ્લા સમાહર્તા અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કચ્છના ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રધ્યુમનસિંહ જાડેજા અને ત્રિકમ છાંગાએ વિવિધ વિભાગોને લગતા શ્રેણીબદ્ધ પ્રશ્નોની કરી રજુઆત : જિલ્લાકક્ષાની બેઠકમાં પ્રગતિ હેઠળના વિકાસ કામો, આગામી આયોજનો અને પડતર પ્રશ્નો અંગે કરાયો પરામર્શ : સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભુજ : આજરોજ મહિનાના ત્રીજા શનિવારે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી. જિલ્લા કલેકટર અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં જિલ્લામાં હાલે પ્રગતિમાં વિકાસ કામો, ભાવિ આયોજનો, બુનિયાદ સેવાઓના પડતર પ્રશ્નો, સ્ટાફ ઘટ, સ્થાનિક રોજગારી સહિતના મહત્વના મુદ્દાઓ પર પરામર્શ કરાયો હતો. બેઠકમાં ઉપસ્થિત     , અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજના કેશુભાઈ પટેલ અને અંજારના ત્રિકમભાઈ છાંગાએ વિવિધ વિભાગીય પ્રશ્નો રજુ કર્યા હતા. સબંધીત તંત્રના અધિકારીઓ દ્વારા જવાબો મેળવ્યા હતા. આજની સંકલન બેઠકમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ વિવિધ સરકારી વિભાગોને લગતા વિવિધ પ્રશ્નોની રજુઆત કરી હતી. જેમાં અબડાસા વિધાનસભા વિસ્તારના ત્રણેય તાલુકાઓમાં જુના વીજ વાયરો, થાંભલાઓ બદલવાની કામગીરી અને મેન્ટેનન્સના કામો કેટલી સમય અવધિમાં પૂર્ણ થશે તે અંગે સવાલ ઉઠાવ્યો હતો. આ ઉપરાંત ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં થેલેસેમિયાના દર્દીઓ માટે જરૂરી દવાઓ અને ઈન્જેકશનોનો અભાવ, નખત્રાણાના બીબ્બર ગામે જાબરી ડેમ બનાવવા જમીન સંપાદનની પ્રક્રિયા, તલ, લૈયારી અને છારીના મંજૂર સિંચાઈ ડેમની પ્રક્રિયા નખત્રાણા નગરપાલિકા વોર્ડ રચનાની પ્રક્રિયાના તબક્કા અને પ્રક્રિયા પૂૃર્ણ કરવાની સમયાવધિ, નખત્રાણાના ટાઉનહોલ બનાવવાની કામગીરી, સિંચાઈ વિભાગ સ્ટેટ અને પંચાયત હસ્તકના નાના ડેમો, તળાવની રીપેરીંગ નખત્રાણામાં ખેડૂતોને વીજ કનેક્શન ન મળવા, અબડાસા પંથકમાં રહેણાંક અને કૃષિ હેતુસર વીજ જોડાણ ન મળવા, યુરિયા ખાતરની અછત, અબડાસામાં નર્મદાની લાઈનમાંથી લેવાયેલા ગેરકાયદેસર કનેક્શનો કાપવાની કામગીરી, ઉપરાંત અબડાસા વિધાનસભામાં આવેલા સિમેન્ટ ઉદ્યોગમાં સ્થાનિક લોકોને રોજગારી સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા. જે તે વિભાગના અધિકારીઓ દ્વારા વિષય અનુસાર પ્રવર્તમાન સ્થિતિ અંગેના પ્રત્યુતર અને આગામી આયોજન અંગેના જવાબો આપ્યા હતા.ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ પણ પોતાના વિધાનસભા વિસ્તારોના માળખાગત સુવિધાઓના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. રોડ, રસ્તા, સિંચાઈ, જળસંચય, વિજળી, આરોગ્ય અને શિક્ષણ સહિતના વિભાગોના પડતર પ્રશ્નો અને હાલે પ્રગતિમાં વિકાસકામોની માહિતી માંગી હતી. સબંધિત વિભાગો દ્વારા ધારાસભ્યશ્રીઓ દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નો અંગે પ્રત્યુતરો રજૂ કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિ સહિત વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા.

 

Comments

COMMENT / REPLY FROM