Trending News
ક્રાઈમ

પૂર્વ કચ્છમાં અંજારના રામપર ખોખરાનો સીમાડો દારૂના  ધંધાનું હબ બન્યાની ચર્ચા : ખાખીધારીઓ અજાણ કે....?

21 September

સી..સસ....કોઈને કહેતા નહીં..!




એસએમસી આદિપુરમાં રેઈડ કરી ગયા બાદ પણ ફરીથી લાલા જેવા બુટલેગરોનો ધંધો ફુલી ફાલી નીકળે છે અને એલસીબી ક્રોસ રેઈડ કરી રહી છે, ત્યારે દારૂના ધંધા-કટીંગનું કેન્દ્ર અંજાર પટ્ટામાં લઈ જવાયુ હોવાની ચર્ચા




ગાંધીધામ : ગુજરાતમાં દારૂબંધીની કડક અને સજજડ અમલવારી કરાવવા માટે સરકાર દ્વારા નીતનવા કાયદાઓ અમલી બનાવવામા આવી રહ્યા છે પરંતુ પૂર્વ્‌ કચ્છમાં ઉચ્ચ અધિકારીઓને એક યા બીજી રીતે ઉલ્ટાચશ્મા પહેરાવી અને ખાખીની ભ્રષ્ટ સિન્ડીકેટ કયારેક એક વિસ્તારમાં તો કયારેક બિજા વીસ્તારમાં બેનામી ધંધાઓને ધમધમાવતા જ રહેતા હોવાની ચર્ચાને વધુ બળ આપતી વાત સામે આવવા પામી રહી છે. પૂર્વ કચ્છ એસપીશ્રી બાગમાર કડક અને તટસ્થ અધિકારી છે, તેઓ અહી કાયદો વ્યવસ્થાની ચુસ્તતા જાળવવા સતત પ્રયત્નશીલ છે ઉપરાંત પણ ખાખીની અહી બનીગયેલ ભ્રષ્ટ સિન્ડીકેટ ઉચ્ચ અધિકારીઓને ધંધાઓ બંધ હોવાના ઉલ્ટા ચશ્મા પહેરાવી અને બિનધાસ્ત દારૂનાકટંગ કરી વેપલો ચાલુ જ રાખી રહ્યા છે. હાલમાં અંજારનુ રામપર ખોખરા વિસ્તારનો સીમાડો દારૂના ધંધાનો હબ બની જવા પામ્યો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી રહી છે. પૂર્વ્‌ કચ્છમાં તાજેતરમાં જ આદિપુર જેવા વિસ્તારમાં લાલાના દારૂના પોઈન્ટ અને અડ્ડા પર પહેલા એસએમસી અને તે બાદ એલીસીબીની ટુકડીએ પણ ક્રોસ રેઈડ એકાદ-દોઢ માસમાં બબ્બે વખત સફળતાથી કરી દીધી, ત્યારે હવે આ વિસ્તારમાં ભ્રષ્ટ ખાખધારીઓ અને બુટલેગરો પકડાઈ જવા કે ક્રોસ રેઈડ થવાનો ભય સતાવતો હાવેાથી અંજારના ગ્રામીણ રાપર ખોખરા વિસ્તારમાં પડાવ નાખ્યો હોવાનુ મનાય છે. અહીથી મોટા પ્રમાણમાં દારૂનું કટીંગ અને વેપલો કરવામા આવી રહ્યો હોવાનુ ચર્ચાય છે. ઉચ્ચ અધિકારીશ્રી તપાસ કરાવે કે આ પટ્ટામાં કોની મીઠીનજર હેઠળ આ  માલ આવી રહ્યો છે? કોણ મગાવી રહ્યુ છે? કયાથી આવી રહ્યો છે? જો આટલી તપાસ કરવામા આવશે તો મોટા દારૂના નેટવર્ક પરથી પણ પડદો ઉચકાઈ શકે છે તેમ જાણકારો કહી રહ્યા છે. 

Comments

COMMENT / REPLY FROM