Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં ઐતિહાસીક વિરાસત સમાન મિલ્કત પર  દબાણો મુદ્દે કલેકટરશ્રીના આદેશની ઐસીતૈસી

21 September

શ્રી સરકાર જમીન છે તો લેન્ડગ્રેબીંગ જ કેમ નહીં.?



રણજીત વિલાસ પેલેસમાં સરકારી જમીનો પર દબાણની મહારાણી પ્રીતીદેવીજી વતીથી થયેલી ફરીયાદ બાદ કલેકટરશ્રીએ પ્રાંત-સીટી સર્વે અને મામલતદારને તપાસના આદેશ આપ્યા હતા, સાત દીવસમાં અહેવાલ રજુ કરવાનુ કહેવાયુ હતુ, છતા સ્થિતી છે જૈસે થે : સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટને તો ફોન જ ઉપાડવાની નથી ફુરસદ, મામલતદારશ્રી છે ચાર્જમાં, તાબાનો સ્ટાફ સ્થળ નિરિક્ષણ કરી આપે, દબાણો દુર કરવાનું કામ તો તાલુકા મેજીસ્ટ્રેટશ્રીના આદેશોથી જ થાય ને..? દબાણો સ્વૈચ્છાએ હટાવો નહી તો ૭ દિવસમાં તંત્ર બુલડોઝર ફેરવશેની નોટીસો બાદ પણ દબાણકારો ઘેલમાં, બિનઅધિકૃત કબ્જા યથાવત? કલેકટરશ્રીના આદેશોને ધોઈને પી જવાય છે, તો પછી બીજુ તો કહેવુ જ શું..?




ખાટલે મોટી ખોટ : રણજિત વિલાસ પેલેસ સીટી સર્વેની જ હદમાં આવે છે તે નીશ્ચિત જ છે, પછી ભુજ મામલતદારશ્રીને પણ દબાણો દુર કરવાનું કેમ કહેવાયુ છે?પાંચ-આઠ મીટરથી વધુ સરકારી જમીન દબાણયુકત હશે તો ડીએલઆર-સીટી સર્વે દ્વારા જ દબાણો દુર કરવાના થાય છે, હકીકતમાં સીટી સર્વેને જ કડક અને સ્પષ્ટ સિંગલ આદેશ કરી અને દબાણો ખસડવાની તાકીદ કેમ ન કરાઈ?


જો આ દબાણોની જીણવટભરી ઉંડાણપૂર્વકની સાચી તપાસ કરવામાં આવશે તો રણજિત વિલાસથી પ્રાગમહેલ સુધી જતું રાજાશાહીના સમયકાળનું ભોયરું પણ જમીન માફીયાઓ દબાવી ગયાનો થશે મોટો ખુલાસો..! : જાણકારોની લાલબત્તી


ગાંધીધામ :  કચ્છમાં સોનાની લંગડી સમાન બન ગયેલી જમીનોને ગેરકાયદેસર કબ્જા કરવામાં ઠેર ઠેર દબાણ થયા છે અને તેમાં ગૌચર તો ગુમ થઈ જ ગઈ છે, સરકારી જમીનો પણ કઈક કબ્જાગ્રસ્ત થઈ જવા પામી છે પરંતુ જિલ્લા વડામથક ભુજમાં તો રાજશાહી ઐતિહાસીક વિરાસત અને રાષ્ટ્રીય સ્મારક સમાન પ્રસિદ્ધ રણજીત વિલાસની જમીનો પણ કબ્જાગ્રસ્ત ગેરકાયદેસર રીતે બની ગઈ હોવાની ફરીયાદ કલેકટરશ્રી સમક્ષ તાજેતરમાં જ પહોચવા પામી હતી. મહારાણી પ્રીતીદેવીજી વતીથી કું. ઈન્દ્રજીતસિહ જાડેજા દ્વારા આ અરજી કલેકટરશ્રીને કરવામા આવી હતી જેમાં સર્વે ન. ૧ર૩માં કોમર્શીલ બાંધકામ નિયમ વિરૂદ્ધ થઈ રહ્યુ છે, તે વખતે ડીસીશ્રીએ આ ઓર્ડર સત્તા ન હોવા ઉપરાંત ગેરકાયદેસર રીતે કરેલો છે, તે ઉપરાંત આ જ પટ્ટામાં સરકારી જમીન પર પણ દબાણો થઈ જવા પામ્યા હોવાનો ઉલ્લેખ કરી અને તપાસની માગ કરી હતી જે બાદ કલેકટરશ્રીએ ભુજ પ્રાંત, સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટ તથા મામલતદારશ્રી ભુજને તપાસ કરવાનો આદેશ આપી અને દબાણ હોય તો આગળની કાયદેરસની કાર્યવાહી ત્વરિત કરવા અને શ્રી સરકાર જમીન દબાણમુકત કરવાનો તાકીદ કરતો અદેશ કરેલો હતો. હવે જાણે કે, અમુક ભુમાફીયાઓના ઈશારો કામ કરી રહેલ સરકારી તંત્રના કેટલાક બની બેઠલા તત્વો જાણે કે હવે કલેકટરશ્રીના આદેશને પણ ધોઈને પી જતા હોય તેવી રીતે જિલ્લા સમાહર્તાના ઓર્ડરની પણ ઐસીતેસી જકરીને બેઠા હોય તેવો સિનારીયો સામે આવવા પામી રહ્યો છે. આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો ભુજ પ્રાંત દ્વારા સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટ શ્રીને  અને મામલતદારશ્રીને તપાસનો આદેશ અપાયો હતો.  ભુજના રણજીત વિલાસ પેલેસ પાસે સરકારી જમીન પર દબાણ ડીએલઆર-સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટને તથા મામલતદાર-ભુજને સંયુકત રીતે સ્થળ તપાસ કરી, માપણી કરી, ખુંટા ખોડીને દબાણો દુર કરવાના અપાયેલા આદેશ બાદ સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ નોટીસ ફટકારી અને કામ કરી લીધાનો સંતોષનો ઓડકારી ખાઈને બેઠા હોવાની સ્થિતી જ સર્જાતી જોવાઈ રહી છે.  ૯મી સપ્ટેમ્બર ર૦ર૪ના રોજ  દીવસ ૭માં દબાણ મુદે સબંધિત ડેવલોપર્સને ખુલાસાઓ-આધારો રજુ કરવાનુ કહ્યુ હતુ, આ નોટીસને ૧ર દીવસનો સમય વીતી ગયો છતા, ન તો ડેવલોપર્સથી આધારોની વાત થાય છે, ન તો પછી દબાણો દુર કરાઈ રહ્યા છે, કરોડોની જમીન પર સેંકડો ચો.ફુંટ દબાણોનો આક્ષેપ થયો છે તેની સામે બે-પાંચ પતરા માત્ર ઉતારાયા છે? તેની પાછળનું રહસ્ય શું?ભુજ સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટશ્રીને આ કેસમાં થયેોલી કાર્યવાહી સાવર્જનિક કરવામા ંરસ જ ન હોય તે રીતે ફોન ઉપાડવાની તસ્દી જ નથી લેતા, અને ફોન તેઓ ન ઉપાડતા હેાવાથી જ તેમની આ પ્રકારની કરોડોની જમીનો પર દબાણો દુર કરવાની મનસાના પણ આપોઆપ દર્શન રહ્યા છે. તો વળી ભુજ મામલતદારશ્રી કહી રહ્યા છે કે, મારી પાસે તો ગ્રામ્ય ઉપરાંત સીટીનો ચાર્ઝ છે, દબાણ દુર કરાયાની કાર્યવાહી સીટી વિભાગમાંથી કરાઈ હશે, સીટી વિભાગના જવાબદારો કહી રહ્યા છે કે, સીટી સર્વે અને મામલતદારશ્રી દ્વારા સંયુકત નોટીસ દબાણો સ્વૈચ્છાએ દુર કરવાની અપાઈ ચુકી છે, દબાણો હજુ દુર કરાયા નથી, આગળના સુચનો-આદેશ ઉપરી અધિકારીશ્રી તરફથી મળે તે અનુસારની સરકાર હિતની ચોકકસથી કાર્યવાહી કરવાનો વિશ્વાસ અહી દર્શાઈ રહ્યો છે. એકંદરે જે રણજીત વિલાસની જમીનમાં અંદાજીત ૧૦૦ કરોડની રકમનો સરકારને ચુનો ચોપડાઈ રહ્યો હોવાનો આક્ષેપ કરાઈ રહ્ય છે તે જમીનના દબાણો દુર કરવામાં તંત્રને સરકાર હિતની કાર્યવાહીમાં જ રસ ન હોય અથવા તો નિરસતા હોય તેવો માહોલ જોવાઈ રહ્યો છે. અથવા તો પછી જવાબદારી મામલે પણ તંત્રો એક બીજા પર ફેંકાફેંક જ કરી રહ્યા હોય તેવુ ફલિત થઈ રહ્યું છે. ફરીયાદ અરજી મળતા જ કલેકટરશ્રી અમિત અરોરાએ તપાસના આદેશ જરા સહેજ પણ વિલંબ કર્યા વિના આપી દીધા હતા, તે જ તંત્ર હવે જાણે કે કડક અને સાચી કાર્યવાહી કરવાના બદલે પાણીમાં બેસી ગયું હોય તેમ ચિત્ર ઉપસતું જોવાઈ રહ્યું છે..? આ અંગે ભુજના પ્રાંત અધિકારીશ્રી અને કલેકટરશ્રી જવાબદારોના પુછાણા લે અને જરૂરી સુચનો તથા માર્ગદૃશનની જરૂર હોય તો એ પણ અપાવે તે જ સમયનોતકાજો બની રહ્યો છે.



...................


પુરાતત્વ વિભાગ- ભુજ, દબાણકારોને કેમ ન  ફટકારે નોટીસ?



રણજીત વિલાસની આજુ-બાજુ ચોતરફ બાંધકામો-દબાણોના છે ઘોડાપુર : રાષ્ટ્રીય ઐતિહાસીક સ્મારક છે તો આર્કીયોલોજીકલ વિભાગ કેમ આંખો મીચીને બેઠું છે? કે તેમના જવાબદાર અધિકારીઓ જમીન માફીયાઓની લાજનો તાણી રહ્યા છે ધૂમટો?




ગાંધીધામ : ભુજ શહેરની વચ્ચેવચ્ચ રાજશાહી ઐતિહાસીક રાષ્ટ્રીય સ્મારક સમાન કરોડોની મિલ્કતમાં કોમર્શિયલ બાંધકામો ધમધમી રહ્યા છે અને તે ગેરકાયદેસર થઈ રહ્યા હોવાનો પણ આક્ષેપ ફરીયાદ સ્વરૂપે થઈ ગયો છે, તંત્ર એકશનમાં છે, કલેકટરશ્રીએ આદેશ આપી જ દીધો છે, તેમ છતા અહી જોવાની વાત એ છે કે, આર્કીયોલેાજીકલ વિભાગ, પુરાતત્વ તંત્ર આ પ્રકારના ઐતિહાસીક પોરાણિક સ્મારકમા ગેરકાદયેસર દબાણ અને કોમર્શિયલ બાંધકામને લઈને કેમ એકશનમાં નથી જોવાતુ? શું આ પૌરાણીક સ્મારક તેઓના કાર્યક્ષેત્રથી બહાર છે? તેઓએ અહી જવાબદારોને નેાટીસ ફટકારીને ખુલ્લુ કરાવવાનુ નથી થતુ? હકીકતમાં જો પુરાતત્વ વિભાગ નોટીસ ફટકારે તો ન માત્ર ૧ર૩ બલ્કે રણજીવત વિલાસ આસપાસના ચરેબાજુ થયેલા બાંધકામો સહિતના મામલે ઘણુ બધુ બહાર આવી શકે તેમ જાણકારો માની રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM