Trending News
સ્થાનિક સમાચાર

ચાંદ્રાણી ફાટક પાસે રિક્ષા - બોલેરો ભટકાતા ૧પ વર્ષિય કિશોરીનું મોત 

20 September




ભુજ : ભુજ - ભચાઉ હાઈવે રોડ પર ચાંદ્રાણી ફાટક પાસે રિક્ષા અને બોલેરો સામસામે ભટકાતા ૧પ વર્ષિય કિશોરીનું મોત થયું હતું. આ બાબતે હોસ્પિટલ ચોકીમાંથી મળેલી માહિતી મુજબ ગત તા. ૧૯-૯ના સાંજના ૬ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. રિક્ષા નંબર જી.જે. ૩ર યુ ૧ર૯૩વાળીનો ચાલક દુધઈથી ભુજ આવી રહ્યો હતો. તે દરમિયાન ચાંદ્રાણી ફાટક હાઈવે રોડ ઉપર બોલેરો ગાડી નંબર જી.જે. ૧ર બીવાય ર૦૭રના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે ચલાવી રિક્ષા સાથે ભટકાવી એક્સિડન્ટ કરતાં રિક્ષામાં સવાર જેનાબાઈ હનીફ અખાણી (ઉ.વ. ૧પ) (રેલવે ફાટક પાસે માધાપર) અને ઝરીનાબેન યુસુફ સુમરા (ઉ.વ. ૪૭) (રહે હંગામી આવાસ- ભુજ)ને ગંભીર તેમજ ઓછીવતી ઈજાઓ પહોંચતા તેમને સારવાર હેઠળ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન તબીબે ૧પ વર્ષિય કિશોરી જેનાબાઈને મૃત જાહેર કરતાં પરિવારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. દુધઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
 

Comments

COMMENT / REPLY FROM