પૂર્વ કચ્છ એસપીશ્રી ધ્યાન આપે.! વાગડ પટ્ટામાં ગુંડાછાપ અલી નામનો નવો ડોન માથું ઉચકે છે..!
લાકડીયા-આડેેસર-ગોગાદેર-બાલાસર પટ્ટામાં અલી ગેંગનો આતંક
આધુનિક રીવોલ્વર જેવા હથિયારો રાખવા, નીલગાયના શિકાર કરવા, ખાતર-પવનચક્કીઓમાં કોપર વાયરચોરીમાં કરોડોની તાંબાની ચોરીઓ કરી અને અઢળક બેનામી સંપત્તીઓ કમાવી ચુકેલ અલીની વકરી રહેલી ગુંડાછાપ ગેંગને કોણ છાવરી રહ્યો છે? યુરીયા ખાતરની લાખોની ગેરકાયદેસર હેરફેર, પવનચક્કીઓમાં કેબલની કરોડોનો ચોરીઓ, રક્ષિત પ્રાણીઓના ખુલ્લેઆમ શિકાર કરવા, ઉપરાંતના કઈક બેનામી ધંધાઓમાં અલી ટોળકીનો હાથ રહ્યો હોવાના ખુલાસાઓ થઈ ચૂકયાની પણ છે ચર્ચા
ભચાઉના ડીવાયએસપી શ્રી સાગર સુબંડા પણ કાયદાના હિતમાં આ વિસ્તારમાં ધરાવે છે સારી પકકડ : શ્રી સુબંડાના નેતૃત્વમાં જ થોડા સમય પહેલા જ મધરાતે વાગડ પટ્ટામાં થયેલ કોમ્બીંગ અને તેમા પકડાયેલ હથીયારો સહિતની લાલઆંખ ભરી કાર્યવાહી કહી શકાય ઐતિહાસીક : ડીવાયએસપી
સાગર સુબંડાને જવાબદારી આપે અને લાકડીયામાં ફરીયાદો લેવામા આનાકાની થવી, અલી ગેંગને વકરવામાં પરોક્ષ રીતે મદદરૂપ થનારા ગણ્યાગાણ્યા ભ્રષ્ટ ખાખીધારીઓ સહિતનાઓને સીધા દોર કરાવે તે જરૂરી
ખાટલે મોટી ખોટ : લાકડીયામાં પીઆઈ શ્રી આર આર વસાવાની બદલી થઈ અને અલી તસ્કર ગેંગને મળી ગયુ છે મોકળુ મેદાન : શ્રી વસાવાના સમયમાં તો અહી કાયદાની ધાક એટલી પ્રસ્થાપિત હતી કે, તેઓના નામ માત્રથી આ મોટી ગેંગ ફફડતી હતી, પરંતુ શ્રી વસાવાને લાકડીયાથી દુધઈ મુકાયા તે બાદ અલી ટોળકીએ અધમ શરૂ કર્યો હોવાની છે ચર્ચા : તો આ અલી ગેંગ પર કયા ભ્રષ્ટ ખાખીધારીઓના છે ૪ હાથ? કેમ તથી થતી તેવા તત્વોની સામે લાલઆખ ભરી કાર્યવાહી? અલી તો ખુલ્લેઆમ કહેતો ફરે છે કે, મે તો પોલીસ મથકોમાં સેટીંગ કરી લીધુ છે, મારા બેનામી ધંધાઓ મુદ્દે કોઈએ જહા સહેજ પણ આડુ અવડુ થવુ નહી, મારો કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી, હું ઉપરથી લઈ અને નીચે સુધી બધાના મોઢામાં મોટી રકમના હપ્તાઓ ભરાવું છું...!
સિકલાનો અધમ બંધ થયો, સિકલો થાળે પડયો, તો હવે અલી નામનો ગુંડો ઉભો થઈ રહ્યો છે, અલી જેવાને છાવરનારા અમુક ખાખીધારીઓ ચેતી જાય, સિકલાને કોલસા ચોરીના કારનામાઓમાં દોરીસંચાર આપનાર ખાખીના જાદુગર જેવાઓના પણ આજે નામ-સરનામા શોધ્યા નથી મળતા..!
ગાંધીધામ : પૂર્વ કચ્છના એસપી પદે જયારથી સાગર બાગમારે કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી મોટા મોટા માફીયાઓનો સફાયો જ થવા પામી ગયો છે, કઈક મુંછે લીંબુ લટકાવીને ફરનારાઓ આજે જેલના સળીયા ગણતા પણ થઈ ગયા છે તો વળી બેનામી ધંધાર્થીઓ તો રીતસરના ભુગર્ભમાં જ ઉતરી ગયા હોય તેવી રીતે શ્રી બાગમાર દ્વારા કાયદાનો ધોક્કો અહી પછાડવામા આવયો છે. પોલીસ પ્રજાનો મિત્ર છેની ઉકિતને સારી રીતે સાર્થક કરનાર સાગર બાગમારને જ વાગડ પટ્ટાના અમુક ભોગગ્રસ્તો દ્વારા રીતસરનો જ સુચક ગર્ભિત ઈશારો કરવામા આવી રહયો છે કે, પૂર્વ કચ્છના એસપી શ્રી સાવધ રહે, વાગડ પટ્ટામા અલી નામનો નવો ડોન માથુ ઉચકી રહ્યો હોવાની ચર્ચાઓ સામે આવવા પામી રહી છે. અતરંગ વર્તુળામાથી સામે આવતી વિગ્તો અનુસાર લાકડીયા પટ્ટામાં જયા સુધી શ્રી આર આર વસાવા કાર્યભાર સંભાળતા હતા ત્યાં સુધી આ ટોળકી ભુર્ગભમાં જ ઉતરી ગઈ હતી અને શ્રી વસાવાના નામ માત્રથી પણ ફફડી ઉઠતી હતી પરંતુ પાછલા ત્રણેક માસ પહેલા શ્રી વસાવાની લાકડીયાથી દુધઈ બદલી કરવામા આવી છે અને તે બાદ ફરીથી અલી નામના આ નવા ડોન દ્વારા આ વિસ્તારમાં બેનામી ધંધાઓ પુરજોશમાં ચાલુ કરી દેવાયા છે અને કાયદો અને વ્યવસ્થાને પણ ખુલ્લેઆમ લલકાર જ આપી રહ્યો હોય તેવી રીતે ન માત્ર ગુંડાગીરી કરી રહ્યો છે બલ્કે ગુનાઓને પણ અંજામ આપી રહ્યો હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, લાકડીયા, આડેસર, બાલાસર સહિતના પટ્ટામાં આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે અમુક પલળેલા ખાખીધારીઓની સાથે ફરીથી સેટીગ કરી અને આ અલીએ તેના બેનામી ધંધાઓ શરૂ કરી દીધા છે. જેમાં આ વિસ્તારમાં આવેલી વિવિધ પવનચક્કીઓને નિશાન બનાવવામા આવી રહી છે. પવનચક્કીઓમાં કોપરવાયરની ધુમ ચોરી આ જુની ગેંગ ફરીથી શરૂ કરી દીધી હોવાનુ ચર્ચાય છે. કોપરવાયરની જે ચોરી થાય છે તે કોઈ નાની સુની કીમંતના નથી હોતા,
આ કોપરવાયરોની કરોડોમાં કિમંત થવા પામતી હોય છે. તાજેતરમા વરસેલા ભારે વરસાદના લીધે પવનચક્કીઓના પાવરહાઉસ ઠપ્પ જેવા થઈ ગયા હતા તે અંધારાવાળા માહોલનો ગેરલાભ લઈ અને અલી આણી ટોળકીએ કરોડોના કોપરવાયરો પવનચક્કીમાથી શેરવી લીધા હોવાનુ ચર્ચાય છે.આથી પણ વધુ ચિંતાજનક વાત એ છે કે, લાકડીયા પોલીસ મથકે કોઈ ફરીયાદી જાય છે તો તેમની ફરીયાદ લેવામા આવતી નથી અને અરજી કરવાનુ જણાવી દેવામા આવે છે? આવુ શા માટે? કેમ કોઈ વેપારી કે ઉદ્યોગજગતને કરોડોના નુકસાન થઈ રહ્યા છે, કોઈ ચીભડ ચોર-માથાભારે શખ્સો ઘટનાને અંજામ આપી રહ્યા છે, ગુનાહિત કૃત્યો બિનધાસ્ત કરી રહ્યા છે, તે મામલે એફઆઈઆર નોધી કડક તપાસ કરી અને જે કોઈ તસ્કર ટોળકી છે તેને કાયદાનો શબક કેમ શીખવાડવામા આવતો નથી? શું અલી નામની ગેગની સાથે કોઈને કોઈ ખાખીનાભ્રષ્ટ તત્વો ભળેલા છે? શુ તેઓની છત્રછાયામાં આ કૃત્યો આચરાઈ રહ્યા છે? અથવા તો પછી તેમને હપ્તા મળી જાય છે એટલે અલીના ધંધાઓને ધમધમાવવાઈ રહ્યા છે? અહી ચિંતાની વાત એ છે કે, આ અલી કોપરવાયર ચોરીમાં કુખ્યાત રહી ચૂકયો છે. અગાઉ પણ ગાંધીધામમાથી તેના કબ્જામાં આધાર પુરાવા વિગરના પ૦૦ કીલ્લાથી વધુના કોપરવાયર કે જેની અંદાજીત કીમંત ૧ કરોડથી ઉપરની થાય છે તે પકડાઈ ચૂકી છે, પોલીસ ચોપડે આ ઘટના નોધાયેલ હોવાનુ મનાય છે, વિતાર તો કરો તેમ છતા પણ આ અલી આજની તારીખે આ વિસ્તારમાં બિનધાસ્ત રીતે પવનચક્કીમાથી કોપરવાયરોની ચોરીઓને અંજામ આપતો જ ફરી રહ્ય છે? તો શું સમજવુ? એકતરફ લાકડીયા પોલીસ મથકને પણ ઈન્ચાર્જના ગાડે જ ગબડાવવામાં આવી રહ્યુ છે? કેમ અહી નિયમિત અધિકારીને મુકવામા આવતા નથી? પૂર્વ કચ્છ એસપીશ્રીએ આ બાબતે વેળાસર જ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. વાગડર પટ્ટામાં ખાસ કરીને લાકડીયા, આડેસર, બાલાસર, ગાગોદર વિસ્તારમાં આઅલી ગેંગ માથુ ઉચકી રહી છે. ન માત્ર કોપર-કેબલ વાયરની ચોરી જ આ કરી રહ્યો છે બલ્કે આધુનીક ઢબની રીવોલ્વર હથિયારો પણ ધરાવી રહ્યો હોવાનુ ચર્ચાય છે , તે ઉપરાંત નીલગાયના શિકારને પણ આ વિસ્તારમાં અંજામ આપતો હોવાનુ પણ ચર્ચાય છે. નિલગાયનો શિકાર કરવાનો શોખ ધરાવે છે, આધુનીક ફટાકડી લોકોને ડરાવવા-ધમકાવવા રાખી રહ્યો છે, આ ઉપરાંત અલી સરકારી ખાતરની ગેરકાયદેસર હેરાફેરીમાં પણ ચકચારી રહી ચૂકયોહોવાનુ મનાય છે. જો વેળાસર જ આ અલી અને તેની ગેંગને ડામવામાં નહીઆવે તો વાગડ પટ્ટામાં આમપ્રજાજનોની જાનમાલ ચોકકસથી જોખમાઈ શકે તેમ છે ઉપરાંત પવનચક્કી જેવા ઉદ્યોગો આ વિસ્તારથી મોઢું ફેરવતા પણ થઈ જશે તેમ કહેવુ વધારે પડતુ નહી કહેવાય.
....................
લાકડીયા આસપાસમાં પવનચકકીઓમાંથી કોપરવાયરની
ચોરી કરનારાઓ બેફામ : પોલીસ વેળાસર કાર્યવાહી કરે
પવનચકકીની સિકયુરીટી સંભાળનાર એજન્સીએ પોલીસમથકે કરી અરજી : વેળાસર પગલા લેવાય તે જરૂરી
અરજી મળેલ છે, ચોકકસથી તપાસ કરાવી રહ્યા છીએ, અગાઉ પણ કેબલ ચોરોને અલગ અલગ પોલીસ મથકોની હદમાં પકડી જ પડાયા છે, કોઈને છેાડવામાં નહી આવે : શ્રી મુકેશ દવે (ઈન્ચાર્જ પીઆઈ લાકડીયા પોલીસ મથક)
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં કોપર વાયર ચોરો બેફામ બની ગયા છે અને તેની સામે ઝડપથી જ ધોરણસરની કાર્યવાહી થાય તે સબબની અરજી લાકડીયા પોલીસ મથકે ભોગગ્રસ્ત દ્વારા રજુ કરવામા આવી છે.એન બી અર્બન સિકયુરીટી સર્વીસીસવાળા પુષ્પેન્દ્ર શર્માજીએ લાકડીયા પોલીસ મથકને કરેલી ફરીયાદમાં જણાવ્યા અનુસાર તેઓની સિકયુરીટી અંતર્ગત આવતી વિભિન્ન પવનચક્કીઓમાં ગત તારીખ ર૬મી ઓગષ્ટથી ૭મી સપ્ટેમ્બબર સુધી આવેલા વાવાઝોડા અને ભારે વરસાદના કારણે પાવર હાઉસ બંધ થઈ જવા પામતા આ પવનચક્કીઓમાં ઈલેકટ્રીસીટી(વિજળી) ઉત્પાદન બંધ થવા પામી ગયેલ હતુ અને સાથે રસ્તો ન હોવાના કારણે તા. આઠમી સપ્ટેમ્બરથી પાવર હાઉસે ચાલુ કરી અને પવનચક્કીઓ ચાલુ કરવા ગયેલ ત્યારે જાળવામાં આવેલ કે પવનચક્કીઓમાં ચોરી થવા પામી ઈ છે. એમએસપીએલ ર૬ ખોડાસર સર્વે ન. ૧૭૭માં આવેલ છે તેમાં કેબલવાયરો અને અન્ય સામાનોની નુકસાની કરીઅને કોપર વાયરોની ચોરી કરી ગયેલ છે. સાથે એમએસપીએલ૬ ગામ ચાંદ્રોડી સર્વે નો ૧૬૧ પૈકી ૧મા આવેલ પવનચક્કીમાં કેબલ વાયરો ચોરી કરી ગયેલ છે. પ૦ બાય ૪ સાથે ચોરી કરી ગયેલ છે. એમએસપીએલ૧ર જે ખોડાસર ગામનું સીમમા આવેલ સર્વેનો ૭૮મા આવેલ છે તેમા ટ્રાન્સફોર્મર તોડી અદરથી ત્રાંબાની કોયલો ઉપાડી ગયેલ છે અને બસબાર ૧૩ મીટર ચોરી કરી ગયેલ છે. સાથે એમએસપીએલએસ જે ચંદ્રોડી ગામની સીમમાં આવેલ સર્વેનો ૧૧ર પૈકી ૧મા આવેલા છે તેમાં કોપર કેબલ ૬પ મીટરેના ચાર સાથે અન્ય ફીએર કેબલ અને અર્થિંગ કેબલ ચોરી થયઢેલ છે. સાથે એમએસપીએલ રરજે ખોડાસર ગામની સીમમા આવેલ સર્વેનો ર૦૦મા આવેલ છે તેમા કોપર વાયર અને બીજા વાયરોની તોડફોડ કરી અને અર્થિગ વાયરની પણ ચોરી થયેલ છે. સાથે એમએસપીએલ ર૪ જે ખોડાસર ગામની સીમમા આવેલ સર્વેન. ૧૮૬મા આવેલ છે તેમા અર્થિક વાયર અને સાથે ૬પ મીટરના ચાર વાયરોની ચોરી કરી બીજા ફીબેર કેબલને નુકસાન કરેલ લે. આ ઉપરાંત ખોડાસર ગામની સીમમાં આવેલ ઓઈએસએલકેએસ૦ર કે જે રેજેન પવાર ટેક કંપનીના અંતર્ગત આવે છે તેમા પણ બસ બરો અને કેબલોની ચોરી થઈ ગયેલ છે. સર્વે ન. ૧૦૦ ગામ ખોડાસરમાં પણ આ જ રીતે થયુ હોવાનુ ફરીયાદીએ લખેતિમાં લાકડીયા પોલીસ મથકમાં આપેલી અરજીમાં જણાવાયુ છે અને આ મુજબની ફરીયાદ નોધી અને વેળાસર જ કાયદાકીય રીતે ઘટતું કરાવવાની ગુહાર લગાવી છે.બીજીતરફ આ બાબતે લાકડીયા પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ શ્રી દવેને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, અરજી મળેલી છે, પવનચક્કીઓમાં અગાઉ પણ ચોરીની ઘટના બની છે અને અલગ અલગ તસ્કર ટોળકી વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં પકડાઈ જ ચુકી છે, આ ફરીયાદની પણ કડક તપાસ કરાવી રહ્યા છીએ, વેળાસર જ કડક કાર્યવાહી કરવામા આવશેે તેવુ શ્રી મુકેશ દવેએ જણાવ્યુ હતુ.

Comments