Trending News
ક્રાઈમ

બાળા સાથે શારીરિક અડપલાના કેસમાં આરોપીને ૭ વર્ષની કેદ

19 September



પોક્સો કોર્ટ દ્વારા રૂા.૩૦ હજારનો દંડ પણ કરાયો

ભુજ : પાંચ વર્ષની દિકરી સાથે શારીરિક અડપલા કરી ગુનો આચરતા શખ્સને ૭ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૩૦ હજારનો દંડ ભુજની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા ફટકારાયો હતો.
આ કેસની વધુ વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશ હાલે ભુજમાં રહેતો પ૦ વર્ષિય હિરાલાલ રામબહાદુર જાદવ પોતાની દુકાનમાં બેઠો હતો ત્યારે ફરિયાદીની પાંચ વર્ષિય દિકરી આંગણવાડીમાં ગઈ હતી અને રસ્તામાં આરોપી હિરાલાલ જાદવની દુકાન પાસેથી પસાર થતાં આરોપી ભોગ બનનાર દિકરીને ચોકલેટ આપી અંદર લઈ ગયો હતો અને દિકરી સાથે શારીરિક અડપલા કરી ગુનો આચર્યો હતો, જેના અનુસંધાને ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ત્યારબાદ આરોપી વિરૂદ્ધ ચાર્જશીટ દાલ કરાઈ હતી. આ કેસ ભુજ પોક્સો કોર્ટના જજ વી.એ. બુદ્ધની અદાલતમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરફથી ૧૧ દસ્તાવેજી પુરાવાઓ તથા ૬ સાક્ષી તપાસવામાં આવ્યા હતા. આ કામે આરોપીને વિવિધ ગુનામાં તક્સીરવાન ઠેરવીને ૭ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૩૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમાંથી ર૦ હજાર ભોગ બનનારને વળતર પેટે ચૂકવવા હુકમ કરાયો હતો. પ્રોસિક્યુશન તરફે સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી.
-----------

Comments

COMMENT / REPLY FROM