નહીં તો છત્તેપાણીએ રવિસિઝનમાં કચ્છને નર્મદાજળ માટે ટળવળવુ પડશે : પ્રબુદ્ધવર્ગની લાલબત્તી..!
પુર આવે તે પહેલા પાળ બાંધવાની દાખવો અગમચેતી.!
જો રવિસિઝન સુધારવી જ હોય તો અત્યારથી જ નર્મદાનીર મેળવવા કચ્છમાં સંકલનભરી કામગીરી વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાય તેની તકેદારી રાખવી બની રહી છે અનિવાર્ય : કેનાલનુ સફાઈ કામ, રીપેરીંગ કામ, તથા નવા કામો કયારે કરવા તે અંગે આગોતરૂ સંકલન બને છે ખુબજ જરૂરી : આવા જ મનસ્વી નિર્ણયો અને સંકલનના અભાવે પાણી હોવા ઉપરાંત વિતરણ વ્યવસ્થાઓ ખોરવાઈ જતા ખેડુતોને તેમના હકકનુ નર્મદા જળ મળતુ નથી, સામેપક્ષે સરકારની પણ છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડવાની નેમ અને છબીને પણ બિનજરૂરી બટ્ટો લાગતો હોય છે..!
કચ્છ કિસાન સંઘ, જિલ્લાના પ્રજાકીય પ્રતિનિધીઓ સાથે આ બાબતે બેઠકો યોજી અને વેળાસર જ આયોજન બદ્ધ સંકલનનું માળખુ નકકી કરાવે : રાજકીય આગેવાનો પણ સરકાર તબક્કે અધિકારીઓને ઘટતું કરવા આગોતરુ આયોજન ઘડવાની સુચનાઓ આપવે તે જ સમયનો તકાજો : પાણી પુરવઠા વિભાગ, સીંચાઈ, નર્મદા સરદાર સરોવર નિગમ, ગુજરાત વોટર ઈન્ફ્રાસટ્રચર લીમીટેડ સહીતના અધિકારીઓએ પણ ગાંધીનગર કક્ષાએ વેળાસર જ આ બાબતે યોજવી જોઈએ સંયુકત સંકલન બેઠક
જો કચ્છ શાખા નહેરની સાંકળ ૪૦ કીમીથી ૮૨ કિમી સુધીમાં બે થી ત્રણ જગ્યા એવી છે કે સીઝન પહેલા રીપેર કરવામાં નહિ આવે તો સીઝનમાં અમુક મીટરથી વધારે ચલાવી શકાશે નહિ, જેનાથી પાણી હોવા છતા પણ વિપરીત અસરો પડશે : જાણકારોનો સુચક ઈશારો
કોફર ડેમ જેને લઈને રવીસિઝનમાં પાણી વિતરણ ખોરવાઈ શકે તેવી સંભાવનાઓ દર્શાય છે તે ઉપરોકત તસવીરમાં જોવાઈ રહ્યું છે.
ગાંધીધામ : ગુજરાત રાજયની જીવાદોરી સમાન નર્મદા સરદાર સરોવર ડેમની સપાટી ઐતિહાસીક જળસ્તરે પહોચી ચુકી છે ત્યારે બીજીતરફ આ પાણીનો લાભ વિવીધ જરૂરીયાત વાળા વિસ્તારોને યોગ્ય માળખા આધારે ફાળવવામા આવતુ જ હોય છે. હાલમાં વરસાદ તો અતિવૃષ્ટી સ્વરૂપે વરસી ગયો છે એટલે કેટલાક વીસ્તારોમાં તો ચોકકસથી ખેડુતોને નુકસાન જ થવા પામ્યુ છે, તેના સર્વે સહિતની કામગીરીઓ ચાલી જ રહી છે અને તે નિયમ આધારીત કદાચ બધુ થતુ જ રહેશે, પરંતુ આપણે અહી વાત કરી રહ્યા છીએ, વિવિધ સરકારી વિભાગોના સંકલનના અભાવે કયાંક રવીસિઝનમાં છત્તે પાણીએ કચ્છને નર્મદાજળ માટે ટળવળવાનો વારો ન આવી જાય તે અંગેની. આ બાબતે નર્મદાજળના તજજ્ઞ અને જાણકાર આગેવાનની વાત માનીએ તો સામાન્ય રીતે આ સમયમાં નર્મદા ડેમમાં પાણી પુષ્કળ હોય છે પરંતુ તેની વિતરણ વ્યવસ્થા માટે સબંધિત વિભાગોમાં યોગ્ય અને સમયબદ્ધ સંકલન નહિ હોવાથી વિતરણ વ્યવસ્થા ઘણીવાર ખોરવાઈ જાય છે, ખાસ કરીને સફાઈ કામ ક્યારે કરવા, રીપેરીંગ કામો ક્યારે કરવા, નવા કામો ક્યારે કરવા તેનું સમયબદ્ધ એક બીજાના સંકલનમાં રહીને કરવામાં આવે તોજ વ્યવસ્થા જળવાય રહેશે.
ભૂતકાળમાંથી પ્રેરણા લઈને અને ભૂતકાળના અનુભવો આધારે હવે પછીની રવિ સીઝનમાં સમયસર અને પૂરતું પાણી કેનાલો મારફતે મળતા રહે તે માટે પુર આવે તે પહેલાં પાળ બાંધવી અનિવાર્ય જણાય છે.તજજ્ઞોના મત મુજબ કચ્છ શાખા નહેરની સાંકળ ૪૦ કીમીથી ૮૨ કિમી સુધીમાં બે થી ત્રણ જગ્યા એવી છે કે સીઝન હિ આવે તો સીઝનમાં અમુક મીટર થી વધારે ચલાવી શકાશે નહિ . બીજીતરફ આ બાબતે તારીખ ૧૫ ના રોજ જવાબદાર અધિકારીશ્રી સાથે તજજ્ઞોએ કરેલી વાત મુજબ રાધનપુર કચેરીઓ મારફતે ગાંધીનગર ટોચની કચેરીઓ સુધી લેખિતમાં જાણ કરી દીધી છે કે જો અમુક કામો રવિ સીઝન ચાલુ થાય તે પહેલા રીપેર કરવામાં નહિ આવે તો રવિ સીઝનમાં કેનાલમાં કોઈ પણ પ્રકારનું નુકશાન થાય તો તેની જવાબદારી અમારી રહેશે નહિ. માટે આ બાબતને નજર અંદાજ કરી શકાય તેમ નથી. બીજું ખાસ ધ્યાન દોરવાનું કે મુખ્ય કેનાલની સાંકળ ૩૫૪ .૮૦૦ કિમી એટલે કે હારિજ તાલુકાના રોડા ગામથી ફકત બે કિમી દૂર મુખ્ય કેનાલની સાંકળ ૩૫૪.૮૧૯ કિમી બનાસકાંઠા જિલ્લાના માસા ગામની સીમના સર્વે નંબર પર (હારીજથી પાટણ જતા રસ્તામાં રોડા આવે છે રોડા ગામથી જમણી બાજુ જતા બે કિમી દૂર) કેનાલની ડાબી બાજુએ રું ૭૦૭ કરોડની યોજના (મુખ્ય કેનાલમાંથી પાણી લિફ્ટ કરી દાંતીવાડા ડેમમાં નર્મદાના નીર ભરવા તેમજ વચ્ચે આવતા નાના મોટા તળાવો ભરવા તેમજ પીવા માટે પાણીની વ્યવસ્થા કરવા આ પાઇપ લાઈન યોજનાની સમય મર્યાદા તારીખ ૧/૧૧/૨૦૨૨ થી તારીખ ૧/૧૧/૨૦૨૪સુધી છે જે નજીકના ભવિષ્યમાં પૂર્ણ થવામાં છે. આ કામગીરી એન સી સી કોન્ટ્રાકટર કામ કરી રહેલ છે, આ કામનું શિલાન્યાસ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હસ્તક ગત લોક સભાની ચુંટણી પૂર્વે કરવામાં આવેલ અને લોકાર્પણ આગામી નવેમ્બર ૨૦૨૪ના અંતમાં કરવાનું આયોજન હતું પરંતુ હવે છેલ્લે સમાચાર મળ્યા તે મુજબ આ કામગીરી પૂર્ણ થાય પછી અંદાજે ડિસેમ્બર ૨૦૨૪ના અંતમાં અથવા આ બાબત અતિ નીતિવિષયક અને પ્રોટોકોલનો ભાગ હોય લોકાર્પણ કરવાની તારીખ ટોચ લેવલે થશે તે સ્વાભાવિક છે , લોકાર્પણ ત્યારેજ થઈ શકે જ્યારે ૩૫૪ .૮૧૯ કિમી પર એચ આર એટલે કે ધર બની જાય આ ધરની કામગીરી મજબૂત રીતે કરવાની હોય કેનાલના પાળામા તળિયેથી નીચે મજબૂતાઇ આવે તે પ્રમાણે ખોદકામ કરવું પડશે અને તળિયાનું બાંધકામનો પાયો મજબૂત કરવો પડશે ,એટલે કામ વધુ સમય ચાલશે , તજજ્ઞએ તારીખ ૧૧ મી સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ આ સ્થળની મુલાકાતે રૂબરૂ ગયા હતાતેનો વીડિયો બનાવ્યો છે તેમજ અમુક ફોટા પડ્યા છે તે પણ ઘણા સુચક જ કહી શકાય તેમ છે. ત્યાં ઉપસ્થિત મુખ્ય કેનાલના સાહેબો સાથે વાત થયા મુજબ કોફર ડેમ મજબૂત રીતે બનાવવો પડશે આશરે ૭૦ થી ૮૦ હજાર કોથળીમાં રેતી માટી ભરીને પાણી લીકેજ થાય નહિ તે રીતે કામ કરવાનું આયોજન છે , આ કોફર ડેમ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ હતી તસવીરમાં દર્શાવ્યા મુજબ એક ક્રેન રાખવામાં આવેલ છે અને આશરે ૧૦૦ મજૂર કામ કરી રહ્યા હતા તેમાં અમુક મજૂર કોથળીઓ ભરતા હતા અમુક વાહનમાં ચડાવી કેનાલ સુધી પહોંચાડતા હતા અમુક કેનાલમાં કોથળીઓ ઉતારતા હતા અને ગોઠવણ કરતા હતા..આ કામ કરવા સાંકળ ૩૪૯ કિમી પર આવેલ બધાજ ગેટો બંધ કરવામાં આવ્યા હતા અને આગળ અમુક લેવલ સુધી આઠ દિવસ પાણી ભરાયેલ રહે જેથી પાણી પુરવઠા વિભાગ મારફતે ઉપયોગમાં લેવાતો જથ્થો આઠેક દિવસ ચાલુ રહે...આ વાત કચ્છ શાખા નહેર સાથે સંકળાયેલ સાહેબો પૈકી કોઈને ખબર નહોતી,આ અરસામાં વાગડના ખેડુતોને ખરીફ પાકો બચાવવા પાણીની જરૂર પડતાં ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા પાસે રજુઆત પહોંચાડી આથી તેઓએ કચ્છ જિલ્લાના મુખ્ય અધિકારીશ્રીને ભલામણ કરતા તેઓશ્રીએ કચ્છ જિલ્લા માટે ૬૦૦ ક્યુસેક જથ્થાની માંગણી કરી દીધી, મુખ્ય કેનાલના સાહેબો સુધી માંગણી પહોંચી ત્યારે ખબર પડી કે કોફરડેમ ની કામગીરી ચાલુ છે અને કામ પૂરું થતાં આઠેક દિવસ લાગશે , આ વાતની ખેડુતોને જાણ થતાં માનનીય ધારાસભ્યશ્રીને જણાવેલ કે જો આઠ દશ દિવસ સુધી વરસાદ થાય નહિ અને કેનાલમાં પાણી આવે નહિ તો મગફળી, કપાસ જેવા પાકો નિષ્ફળ જાય માટે શક્ય બને તો હાલમાંજ પાણી છોડાવો, આથી ખેડુતોની લાગણી ધ્યાને લઈને ગાંધીનગર સુધી રજુઆત પહોંચાડી આથી ઉપરથી કચ્છ જિલ્લામાં તાત્કાલિક પાણી છોડવાની સૂચના આવતા તારીખ ૧૦ ના બપોર બાદ પહેલા ૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું પછી સાંજના ૧૫૦ ક્યુસેક છોડવામાં આવ્યું અને તારીખ ૧૧ મી સપ્ટેમ્બરના રોજ સવારે ૨૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું આથી મુખ્ય કેનાલમા લેવલ એકદમ ડાઉન થઈ ગયું તેથી પાણી પુરવઠા વિભાગ મારફતે અમુક લેવલથી પાણી મેળવતા તે લેવલ કપાય ગયું એટલે ત્રણ તાલુકાના પાણીનું સંકટ ઉભુ થયું આથી પાણી પુરવઠા વિભાગ માટે જરૂરી પાણી ચાલુ કરાવવા તેમજ કચ્છ જિલ્લા માટે જરૂરી પાણી છોડાવવા કોફરડેમ ની કામગીરી હાલ પૂરતી સ્થગિત કરાવી ઉપરથી ૩૪૯ નો ગેટ ખોલાવી શરૂઆતમાં ૫૦૦ ક્યુસેક પાણી મંગાવી પાણી ચાલુ કરાવી દીધું હતું અને ધીરે ધીરે જરૂરિયાત મુજબ વધારતા જશે. તા. ૧૫ ના રોજ વાત થયા મુજબ મુખ્ય કેનાલ ફૂલ લેવલે ભરી દીધી છે અને હવે કચ્છ માટે જોઈએ તેટલું પાણી છોડી શકશે,કચ્છ શાખામાં
બપોરબાદ ૨૫૦ ની જગ્યાએ ૩૫૦ ક્યુસેક જથ્થો ચાલુ કરી દિધો હતો અને તબક્કાવાર ૪૦૦ ક્યુસેક સુધી જથ્થો છોડવામાં આવી રહ્યો છે અને કચ્છ જિલ્લાની જરૂરિયાત મુજબ જોઈએ તેટલો જથ્થો તબક્કાવાર ચાલુ કરાવી દેશે , કોફર ડેમની કામગીરી બંધ કરવાથી કોન્ટ્રાકટરને લાખો રૂપિયાનું નુકશાન જશે કારણકે જે કોથળીઓ ગોઠવેલ હતી તે બધી ઢંકાઈ ગયેલ છે એટલે બધી કોથળીઓ બે ત્રણ દિવસમાં ઓગળી ગઈ હશે અથવા તણાયને આગળ ગઈ હશે.સિંચાઇ વિભાગનો અતિ અગત્યના પ્રોજેક્ટની લોકાર્પણ વિધિ વિશ્વ વિખ્યાત વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના હસ્તે કરવામાં આવનાર છે તેવી માહિતી મળેલ છે તેથી મુખ્ય કેનાલ પર જે સ્ટ્રકચર બનાવવાનું છે તે બનાવવા મુખ્ય કેનાલમાં બની જાય નહિ ત્યાં સુધી આ કોફર ડેમ રાખવો પડે તેથી મુખ્ય કેનાલમાં ડિઝાઇન મુજબ પાણીનો જથ્થો વહી શકશે નહિ તે સ્વાભાવિક છે એટલે હવે સબંધિત બધા વિભાગો એટલે કે સિંચાઇ વિભાગ,
પાણી પુરવઠા વિભાગ, નર્મદા વિભાગના ટોચ લેવલની એક સંયુક્ત બેઠક બે ત્રણ દિવસમાં ગાંધીનગર યોજે , એટલે કે કોફર ડેમથી થનાર અસરથી કઈ રીતે આયોજન કરવું જેથી કરીને આગામી રવિ સીઝનમાં ખેડુતોને તકલીફ પડે નહિ અને પાણી પુરવઠા વિભાગને ઓછી તકલીફ પડે.આ વિષયને આગતેરી રીતે વિગતવાર ઉજાગર કરવાનુ કારણ એઠલુ જ છે કે, સબંધિત સર્વે વિભાગોના નાનામાં નાના કર્મચારીઓ તેમજ લાભિત સર્વે ખેડુત વર્ગ માહિતગાર થાય અને ખોટી અફવાથી દૂર રહે , નહિતો કેનાલમાં પાણી મોડું આવે અથવા ઓછું આવે એટલેપહેલા તો કેનાલ તૂટી ગયાની અફવા વાયુવેગે પ્રસરી જાય છે અને તેથી પાયાના કર્મચારી કે અધિકારીશ્રીઓને વધુ સહન કરવાનું આવે છે , આવું ન થાય અને સબંધિત સર્વે વિભાગો, ખેડુત વર્ગ કે નર્મદાના નીર નો ઉપયોગ કરનાર સર્વે કોઈ ઉપભોક્તાઓ વચ્ચે યોગ્ય સંકલન રહે અને બધાને તબક્કાવાર પાણી વારા બંધી પદ્ધતિથી મળતા રહે તેવું આયોજન કરવા યોગ્ય સંકલન અત્યારથી કરવું જોઈએ તે જ સમયતો તકાજો બની રહ્યો છે.

Comments