મુંબઈથી કચ્છ આવતું દારૂ ભરેલું કન્ટેનર આણંદના વાસદ ટોલનાકે ઝડપાયું
કેટલફીડની આડમાં ૧૯.૧૯ લાખનો દારૂ-બીયર લવાતો હતો : ચાલક ઝડપાયો
ગાંધીધામ : આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચેે ગઈકાલે મધ્યરાત્રીના વાસદ ટોલનાકા નજીક વોચ ગોઠીને કેટલ ફીડની બોરીની આડમાં કચ્છ લઈ અવાતો દારૂ ઝડપી લીધો હતો. વાહનમાંથી વિદેશી દારૂ-બીયરની ૯૧૯ પેટીઓ કબજે કરાઈ હતી. પોલીસે કુલ ૬૯.૨૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ગુનો દાખલ કર્યો છે. વાસદ ટોલનાકા નજીક હનુમાનજી મંદિર પાસે વોચ ગોઠવીને મધ્યરાત્રીના બે વાગ્યાના સુમારે ટ્રક કન્ટેનર નંબર આરજે-૧૧, જીબી-૯૯૧૭ આવતા અટકાવીને ડ્રાયવરનું નામઠામ પુછતાં તે પંજાબના ગુરૂદાસપુર જિલ્લાના તારાગઢ ખાતે રહેતો ગુરપ્રિતસિંહ ઉર્ફે સોનુ શિવસિંહ ધુમાન (જાટ)હોવાનું જણાવ્યું હતુ. કન્ટેનરમાં શું ભર્યું છે તેમ પુછતાં કેટલ ફીડની બોરીઓ ભરેલાનું જણાવીને તેની બીલ્ટી પણ રજુ કરી હતી. જો કે પોલીસે કન્ટેનરની
પાછળ મારેલું સીલ ખોલાવીને અંદર તપાસ કરતા પાછળના ભાગે કેટલ ફીડની બોરીઓ મળી આવી હતી. જેને હટાવીને જોતા વિદેશી દારૂ અને બીયરની પેટીઓ ભરેલી મળી આવી હતી. જેથી કન્ટેનરને વાસદ પોલીસ મથકે લાવીને ખાલી કરી ગણતરી કરતા વિદેશી દારૂ-બીયરની કુલ ૯૧૯ પેટીમાં ૧૫૪૨૦ બોટલો હતી. જેની કિંમત ૨૯.૧૯ લાખ આંકવામાં આવી છે. પોલીસે કન્ટેનર સહિત કુલ ૬૯.૨૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા ડ્રાયવર ગુરપ્રિતસિંહ ઉર્ફે સોનુની
પુછપરછ કરતા તેને મોબાઈલ નંબર ૮૯૩૦૧-૨૨૧૦૭ નંબરના ગ્રાહકે ફોન કરીને મુંબઈના પનવેલ બોલાવ્યો હતો અને ત્યાંથી આ કન્ટેનર આપીને વોટ્સેપ કોલ ઉપર કચ્છ-ભુજ જવાનું જણાવ્યું હતુ. આ કબુલાતના આધારે પોલીસે ગુનો દાખલ કરીને પકડાયેલા ડ્રાયવરના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ઘરી છે.

Comments