મોટા યક્ષનો મેળો રવિવારે પ્રવાસનમંત્રી મુરૂભાઈ બેરા ખુલ્લો મુકશે
કચ્છનો મીની તરણેતર સમો
પ્રવાસનમંત્રી પ્રફુલ પાનસેરિયા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય પી.એમ. જાડેજા, કચ્છના તમામ ધારાસભ્યો, રાજકીય, સામાજિક, ધાર્મિક ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહેશે : સાતસો નાના - મોટા પ્લોટ ફાળવાયા : મેળામાં વિવિધ કાર્યક્રમો યોજાશે : સહેલાણીઓમાં ઉત્સાહ
નખત્રાણા : કચ્છનો મિનિ તરણેતર સમો મોટા યક્ષનો લોકમેળો રવિવારે સવારે ૧૧ કલાકે રાજ્ય પ્રવાસનમંત્રી મુરૂભાઈ બેરા રીબીન કાપીને વિધિવત ચાર દિવસીય મેળાને ખુલ્લો મુકશે. મોટા યક્ષ મેળા સમિતિના પ્રમુખ ધીરજલાલ પટેલે. માહિતી આપતા કહ્યું કે, ધારાસભ્ય અને યક્ષદાદા મંદિરના ટ્રસ્ટી પી.એમ. જાડેજાના આમંત્રણને માન આપી ગત વર્ષે મુખ્યમંત્રી પધારેલ હતા. આ વખતે પ્રવાસન વિભાગના મંત્રી મુરૂભાઈ બેરા લોકો મેળાને ખુલ્લો મુકશે. તેમની સાથે કચ્છના પ્રભારી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો પી.એમ. જાડેજા, કેસુભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરૂદ્ધ દવે, જિ.પં.ના પ્રમુખ જનકસિંહ જાડેજા, જિ.ભા.ના પ્રમુખ દેવજી વરચંદ, જિ.પં.ના ચેરમેન રાજુભા જાડેજા, જયાબેન, નયનાબેન, કરશનજી જાડેજા, તા.પં. પ્રમુખો, હોદેદારો, સંઘાર સમાજના પ્રમુખ, પૂજારી નવીનભાઈ ભોવા, ભોવા પરિવાર, ગ્રા.પં. તથા વહિવટદાર સંગીતાબેન ઠક્કર, મહેન્દ્ર ચૌધરી, પ્રાંત અધિકારી સૂરજ સુથાર, ડીવાયએસપી બી.બી. ભગોરા, પીએસઆઈ મકવાણા, યક્ષ મંદિરના તમામ ટ્રસ્ટીઓ મુંબઈથી પધારેલા દાદાના સેવકો સહિત લોકમેળા ઓપનિંગ વખતે ઉપસ્થિત રહેશે. રાત્રે રવિવારે સંતવાણી યોજાશે. લોકમેળામાં નાના - મોટા ૭૦૦ જેટલા ખાણીપીણી, રમકડા, કટલેરી, પ્રસાદ સહિતના સ્ટોલ ફાળવાયા છે. મનોરંજન વિભાગના વિશેષ પોલીસ ટુકડી તૈનાત હશે. ડીવાયએસપી ભગોરાના નેજા હેઠળ ૩ પીઆઈ, ૧૦ પીએસઆઈ, પ૦ હોમગાર્ડ, ૧૦૦ જેટલી મહિલા પોલીસ, રપ૦થી વધુ પોલીસ કર્મી પોતાની ફરજ અદા કરી, ભીડભાડવાળા ઠેકાણે ત્રિસરી આંખ સીસી કેમેરા લગાડવામાં આવ્યા છે. રવિવારે પૂજારી નવીન ભોવા તથા નારાણ ભોવાના સાનિધ્યમાં યક્ષ દાદા મંદિરે શ્રીફળ વધેરી ધજા, નિશાન ચડાવાશે. એસટી બસો પણ દોડાવવામાં આવશે. મેળામાં ટ્રાફિક ન થાય તે માટે ખાસ વ્યવસ્થા ઉભી થશે. ધીંગી મેઘમહેરથી આ વખતે લાખો સહેલાણી મેળાની મોજ માણે તેવી વકી છે. ધીરજ પટેલના નેજા હેઠળ તલાટી મંત્રી ઉપરાંત બાબુભાઈ ભોવા, મહેશભાઈ ભોવા, નવીનભાઈ ભોવા, મૂળજી ભોવા, નરેન્દ્ર ભોવા, રતન ભોવા, રવજીભાઈ ભોવા, જયેશ ભોવા તથા સમસ્ત ભોવા પરિવાર ગ્રા.પં.ના પૂર્વ હોદેદારો, સેવકો, તમામ ટ્રસ્ટી મેળાને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. મેળામાં ફાયર બ્રિગેડ તૈનાત છે. ઉપરાંત આરોગ્ય સફાઈ, પાણી સહિતની સુવિધાઓને આખરી ઓપ અપાઈ ચુકયો છે.

Comments