મુંબઈ-કંડલા વચ્ચેની સ્પાઈસ જેટ એરલાઈન્સનો વકરતો અધમ : ૪ દિવસથી છાશવારે ફલાઈટ કરાય છે રદ : પ્રવાસીઓનો ખો
એકતરફ કેન્દ્ર સરકાર કચ્છને દેશ-દુનીયાની સાથે જોડવા વંદેભારત મેટ્રો જેવી દેશની પ્રથમ ટ્રેનની ભુજને ભેટ આપી રહ્યા છે ત્યારે બીજીતરફ હવાઈ ક્ષેત્રે કચ્છને મળેલી સેવાઓ તદન મનસ્વી રીતે ચલાવીને છીનવી રહ્યા હોવાની બને છે ઘટનાઓ : મુંબઈ-કંડલા સ્પાઈસજેટની ફલાઈટ પાછલા ત્રણ દીવસથી વગર કોઈ કારણ જાણ કર્યે, એકાએક જ રદ કરી દેવામા આવતા મુસાફરોમાં ભભુકયો રોષ : મુંબઈમાં એકાદ-બે કલાક બેસાડી રાખ્યા બાદ છેલ્લી ઘડીએ ફલાઈટ કેન્સલની જાણ કરાઈ રહી છે : ત્રણ-ત્રણ દીવસથી અટવાયેલા મુસાફરો નાછુટકે રાજકોટ-અમદાવાદના વિકલ્પો મારફતે કચ્છ પહોચ્યા હોવાનો ઠલવાઈ રહ્યો છે બળાપો
આ કંપનીવાળાને ખબર છે કે પ્રજા બૂમબરાડા કરશે પણ કોઈ પગલા નહી લેવાય.! તેથી જ તગડુ ભાડુ લેતા હોવા છતા પણ કનડગતો કરવામા જરા સહેજ પણ શેરશરમ રાખતા જ નથી આવી કંપનીઓ કચ્છની પ્રજાને પોતાની સમજતી જ નથી તેનુ એકમાત્ર કારણ આપણી રાજકીય નબળાઈ : સૌરાષ્ટ્રમાં કંપની આવુ કરી દેખાડે તો ધોરા દીવસે તારા જોવાનો વારો આવી જાય..!, કચ્છમાં તો સમજી ગયા છે કે, અહીની પ્રજા ભોળી છે, વધુ ભાડુ પણ આપશે અને ત્રાસ પણ સહન કરી લેશે, કોઈ બોલવાવાળુ જ નથી ને..!
સ્પાઈસ જેટની તઘલખી નીતી રીતીઓ સામે ગાંધીધામ સંકુલની હવાઈ મુસાફરી કરતી પ્રજા-વેપારી અગ્રણીઓ કેમ ચૂપ?’
સ્પાઈસજેટની ફલાઈટ સતત પાંચ દીવસથી ઉડ્ડયન નથી ભરી શકી, એટલી જ વિગતો અમારી પાસે છે, વધુ વિગતો અને કારણો એરલાઈન્સ કંપની જ આપી શકે : એરપોર્ટ ડાયરેકટરશ્રી કંડલા
ગાંધીધામ : કેન્દ્રની મોદી સરકાર અને નરેન્દ્રભાઈ કચ્છને તમામ માળખાકીય સુવિધાઓ ઉપરાંત વિશ્વકક્ષાના આધુનીક શહેરોમાં સમાવિષ્ટ કરતી સુવિધાઓ અપાવવા કટિબદ્ધ છે અને તેનો દાખલો તાજેતરમા જ દેશની પ્રથમ સ્વેદશી વંદે ભારત મેટ્રો જે નમો રેપિડ રેલના નામે પ્રસિદ્ધ થઈ છે તે આધુનિક અને ઝડપી સેવાની કચ્છને ભેટ આપી અને કટિદબ્ધતાના દર્શન કરાવી દીધા છે. કચ્છની દેશ-દુનીયાના છેવાડાના વિસ્તારોમાં ઝડપી કનેકટીવીટી થાય તે માટેની દીશામાં આ પ્રયાસ કરાયો છે ત્યારે બીજીતરફ જાણે કે, કચ્છને મળેલી આવી જ ઝડપી કનેકટીવીટી વાળી હવાઈ સેવાઓમાં જાણે કે અહી આવી ચડેલી કેટલીક કંપનીઓ પોતાની તઘલખી અને તદન મનસ્વી નીતીઓ અપનાવી અને પ્રવાસીઓને હેરાન પરેશાન કરી અને એંકદરે આ સેવાઓ બંધ કરાવી દેવાના જ મુડમાં હોય તેવી ફરીયાદો પાછલા કેટલાક સમયથી સામે આવા પામી રહી છે. સહેજ વિગતે વાત કરીએ તો કંડલામાં વિમાનીમથક બન્યા બાદ અહી મુંબઈ-દિલ્હીના કનેકશનો વાળી ફલાઈટ આપવામાં આવી હોવાના દાવાઓ કરાઈ રહ્યા છે પરંતુ આ ફલાઈટ અઠવાડીયામાં નિયમ અનુસાર કે પછી નિર્ધારીત શિડયુઅલ અનુસાર ચાલે છે કેટલી? તેનો કોઈએ વિચરા કર્યો છે ખરો? મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પરથી કંડલા આવતી આ ફલાઈટ ૧ કલાક અને પપ મીનીટસમાં અહી પહોચાડી દેવાનો દાવો સ્પાઈસ જેટ દ્વારા કરવામા આવી રહ્યો છે પરંતુ પાછલા ત્રણ ચાર દીવસથી આ ફલાઈટની ટિકિટ લેનારા મુસાફરો મુંબઈમાં જઅટકેલા રહી ગયા હોવાની ગંભીર સ્થિતી નિર્માણ થવા પામી હોવાનુ સામે આવી રહ્યું છે. ભોગગ્રસ્તોમાથી સામે આવતી વિગતો અનુસાર પાછલા ત્રણ-ચાર દીવસથી મુંબઈ-કંડલા આવતી સ્પાઈસજેટની ફલાઈટ તેના ઉપડવાના સમયે છેલ્લી ઘડીએ પેસેન્જરોને ફલાઈટ રદ થઈ હોવાનુ જણાવી દેવાય છે. બેથીત્રણ કલાક મુસાફરો ત્યા અટકાવાઈ જાય છે, એસીની પણ સુવિધાઓ હોતી નથી, ગરમીમાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ વિના મુસાફરો કંડલા આવવા ઉભા રહે છે અને છેલ્લે છેલ્લે ફલાઈટ આજે પણ રદ છે એટલુ જ કહેવાય છે.કયા કારણોસર રદ છે અથવા તો બે કલાક ઉભા રાખીને કહેવાના બદલે વહેલાસર જાણ કરાતી જ ન હોવાથી મુસાફરોની હાલત કફોડી જ બની જવા પામી રહી છે. નાછુટકે મુંબઈથી અમદાવાદ તથા રાજકોટના વિકલ્પ મારફતે પ્રવાસીઓ કચ્છ આવી રહ્યા હોવાની સથ્તી બની રહી છે. એટલે છત્તી સેવાએ વિકલ્પો મારફતે પ્રવાસીઓને ફરી ફરીને સમય-પૈસાનો બગાડ કરીને આવવાની નાબેત પડી રહી છે? શું સ્પાઈસ જેટ એક જ એરલાઈન્સ આ રૂટ પર ઓપરેટ થઈ રહી છે એટલે તદન મનસ્વી રીતે વર્તી રહયા છે? ઈજારાશાહી જ ચલાવી રહ્યા છે? પ્રવાસીઓ અને લોકો જાય તેલ લેવા..? આવી નીતી-વલણ એટલા માટે જ ચલાવી રહ્યા છે કે કેમ? આ બાબતે ગાંધીધામ-સંકુલની પ્રવાસીઓ, વેપારી અગ્રણીઓ સહિતનાઓે કેમ મૌન છે? કેમ આ સ્પાઈસ જેટના જવાબાદરોના કાન આમળવામાં નથી આવતા? શું ધીરે ધીરે કરીને આ સેવા સ્થગિત કરી દેવાનુ તો કોઈ કાવતરૂ નથી ને? પ્રવાસીઓ કંટાીળને અન્યત્ર જતા થાય, બીજી ફલઈટમાં આવે અને આ સેવાને પણ બંધ જ કરી દેવાય..? એવુ તો નથી ને?બીજીતરફ મુંબઈથી કંડલા આવતી ફલાઈટ કેન્સલ થઈ રહી છે કે કેમ તે અંગે કંડલા વીમાનીમથકના એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાના ડાયરેકટરશ્રીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, આજે પાંચમો દીવસ છે કે મુંબઈથી કંડલા આવતી તેમી ફલાઈડ અહી આવી નથી. કારણ શુ છે અથવા તો કયા કારણોસર ફલાઈટ ેકેન્સલ થઈ છે તે અંગે એરલાઈન્સ કંપની જ વધુ કહી શકે છે.

Comments