Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રા એપીએમસીમાં આગ લાગતા દોડધામ 

18 September



મોટી માત્રામાં કેળાનો પાક નષ્ટ થયો : ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલુમાં 

ભુજ : બંદરીય શહેર મુન્દ્રામાં આવેલ એપીએમસીમાં આજે બુધવારે બપોરે ભીષણ આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં શોર્ટસર્કિટના કારણે તણખા ઝર્યા બાદ એક બાદ એક દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. જેમાં મોટી માત્રામાં નુકશાન થયાના વાવડ મળ્યા છે. આગની જાણ થતા ફાયર બ્રીગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. આ બાબતે એપીએમસીના મહેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે બપોરના સમયે શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. જેમાં ખેડૂતો દ્વારા લાવવામાં આવેલ કેળાના પાકને નુકશાન થયું છે. હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલુમાં છેે. આગ કાબૂમાં આવ્યા બાદ નુકશાનનો અંદાજો લગાવી શકાશે. આગને પગલે સ્થાનિક વેપારીઓ, ખેડૂતો, મજૂરોમાં ભય ફેલાઈ ગયો હતો. 
-------------

Comments

COMMENT / REPLY FROM