Trending News
ક્રાઈમ

દેશલપર (વાંઢાય)માં જુગારધામનો પર્દાફાશ, ૧૦ ખેલી ઝડપાયા 

18 September



ભુજ : તાલુકાના દેશલપર (વાંઢાય) ગામની ઉગમણી બાજુની સીમમાં વાડીએ બહારથી જુગાર રમવા માટે ખેલીઓને બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમવાની સગવડો અપાતી હોવાની બાતમી આધારે એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ૧૦ ખેલીઓ ઝડપાયા હતા. એલસીબીએ દેશલપરના ઈસમાઈલ ઉર્ફે કાનુડો કાસમ બાફણ, દહીંસરા ચુનડી રોડ પર રહેતા દિનેશ ટાયા મહેશ્વરી, માનકૂવાના નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, સુખપરના હરેશ ભીમજી કોલી, રતિયાના અબ્દુલ સતાર ઓઢેજા, સુખપર રોહાના મોહમદ હનીફ અલીમામદ કુંભાર, સુખપરના કરણસિંહ દેવુભા ચૂડાસમા, કલ્યાણપરના અબ્દુલ અબ્દ્રેમાન સાડ, ગોડપરના કેતન દેવજી મહેશ્વરી, માનકૂવાના આશીફ જુસબ ચાકીને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે મૂખ્ય સૂત્રધાર નાગીયારીનો અબ્બાસ સુમાર બાફણ હાજર મળી આવ્યો ન હતો. સ્થળ પરથી રોકડા રૂા.૧,૬૬,ર૦૦, ૬પ હજારના ૧૦ મોબાઈલ, બોલેરો ગાડી નં.જીજે૧ર-સીજી-૬૮૧પ કિંમત રૂા.૩ લાખ, તેમજ પાંચ લાખની બ્રેઝા કાર નં.જીજે૧ર-ડીજી-૮૧૬૭ અને ૩૦ હજારની બાઈક નં.જીજે૧ર-ઈબી-૦૦ર૧ કબજે કરવામાં આવી હતી. કુલ ૧૦.૬૧ લાખનો મુદ્દામાલ કબજે કરી માનકૂવા પોલીસમાં જુગારધારાનો ગુનો દાખલ કરાવામાં આવ્યો છે. 

Comments

COMMENT / REPLY FROM