- તો મુંદરાના મેડીકલ ડ્રગ્સ દાણચોરીકાંડમાં મોટા હવાલા રેકેટનો થશે પર્દાફાશ
NIA - NCB જેવી દેશની સૌથી મોટી કેન્દ્રીય એજન્સી ત્રાટકેૃ
મુંદરા કમિશ્નરશ્રીના નેતૃત્વ તળે અહીની એસઆઈઆઈબીની ટુકડીએ પ્રથમ ૧૦૦ કરોડ અને તે બાદ વધુ ૪૧ કરોડની પ્રતિબંધિત ટ્રોમાડોલની આફ્રીકામાં નિકાસ થતા પહેલા જ અટકાવીને આવકારદાયક કાર્યવાહી કરી છે, પરંતુ તેનીસાથોસાથ જ અહી અનેકવીધ અણીયાણા સવાલો પણ થઈ રહ્યા છે ઉભા..!
પ્રથમ ૧૦૦ કરોડની ટેબલ્લેટસ પકડાયા બાદ અન્ય કન્ટેઈનર રીકોલ કરાયા? એટલે કે કન્ટેઈનર અહીથી નીકળી ગયા હતા? તો સવામણની મોટો સવાલ તો એ જ થાય છે કે આ કન્ટેઈનરને કલીનચીટ-લીલીઝંડી કોણે આપી? એથીય પણ વધુ મોટા સવાલો છે કે રાજકોટની પેઢીનુ લાયસન્સ રદ થયેલુ જ હતુ, તો તેને મંજુરી મળી કેવી રીતે? તે સિવાય આફ્રીકામાં આ રીતે આતંકીઓ માટે જતી ગોળીઓ-ડ્રગ્સના પૈસાની ચુકવણીઓ કયા માધ્યમોથી અને કેવી રીતે કરવામાં આવતી હતી? જો કડક અને ઘનીષ્ઠ તપાસ થાય તો કરોડોનું મની લોન્ડરીંગ ચોકકસથી ખુલશે
ગાંધીધામ : મુંદરામાથી થોડા સમય પહેલા જ કસટમની એસઆઈઆઈબીની ખાસ ટીમ દ્વારા પ્રતિબંધિત એવી ટ્રોમાડોલ નામની ૧૦૦ કરોડથી વધુની ગોળીઓની દાણચોરીયુકત અવસ્થામાં હેરફેર થતી હોવાનો ગંભીર પર્દાફાશ કરી દીધો હતો. જે બાદ ઉંડી તપાસ હાથ ધરવામા આવી હતી અને તેમાં મુંદરા, અમદાવાદ, રાજકોટ, અને ગાંધીનગર સુધી તપાસનો રેલો લંબાઈ જવા પામ્યો હતો. ગુજરાત એટીએસ પણ આ તપાસમાં વચ્ચેથી ઝંપલાવી દીધુ હતુ અને જે ફેકટરીમાં આ ડ્રગ્સ બન્યુ હતુ ત્યા દરોડો પાડી દીધો હતો. તો વળી મુંદરા કસ્ટમ દ્વારા પણ આ કેસની જીણવટપૂર્વકની તપાસ હાથ ધરી અને આ જ પેઢીએ અગાઉ અન્ય કેટલાક કન્સાઈનમેન્ટ આવા મોકલી દીધા છે તેની તપાસ કરી અને શીપીંગ લાઈનનો સંપર્ક કરી તે કન્ટેઈનરો અધ્ધવચ્ચેથી જ રીકોલ કરવામાં આવ્યા હતા અને તેને પણ ખોલવામા આવતા તેમાથી વધુ ૪૧ કરોડ જેટલી સોપારીનો જથ્થો નીકળી પડયો હતો. ખૈર આ તો થઈ જે કાર્યવાહી કરવામા આવી છે તે પરંતુ જો જાણકારોની વાત માનીએ અને આ કેસની ખુબજ ઉંડાણપૂૃવક અને ગંભીરતાથી તપાસ એનઆઈએ તથા એનસીબી જેવી દેશની રાષ્ટ્રીય સ્તરની સૌથી મોટી એજન્સીઓને જો સોપવામા આવશે તો ઘણા બધા ખુલાસાઓ આ પ્રકરણમાં થશે અને કઈકના પગ નીચે રેલો પણ આવવા પામી જાય તેમ પણ મનાઈ રહ્યું છે. આ વાત એટલા માટે સામે આવી રહી છે છે કે, જે ટ્રોમાડોલની ૧પ૦ કરેાડની ગોળીઓ આફ્રીકા તરફ જવા નીકળી હતી તે આઈએસઆઈએસના આતંકીઓના વિશેષ વપરાશ માટેની હોવાનુ અનુમાન થઈ રહ્યું છે. માદક દ્રવ્યોની હેરાફેરી, સંગ્રહ અને વેંચાણ પર પ્રતિબંધ મુકતા નાર્કોટીકિસ ડ્રગ્સ એન્ડ સાયક્રોટ્રોપિક સબ સ્ટન્સીઝ એકટ ૧૯૮પ અંતર્ગત એપ્રીલ ર૦૧૮થી આ દવાની ભાતમાં આયાત નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયેલ છે. મુળમુત રીતે ટ્રોમાડોલ ટેબ્લેટનું વર્ગીકરણ ઓપીઓઈડ ડ્રગ્સ તરીકે કરાયેલું છે. એટલે કે આ દવા અફીણમાથી બનાવવામા આવે છે. આ દવા લેવાથી કલાકો સુધી ઉંઘ આવતી જ નથી. અને તેથી જ મધ્યપૂર્વના આતંકી સંગઠનો દ્વારા તેનો ખાસ ઉપયોગ કરવામા આવતો હોય છે. આતંકવાદીઓમાં આ દવા ફાઈટર ડ્રગ્સ તરીકે પણ ઓળખાય છે. આફ્રીકાના નાઈજીરીયા, ઘાનામ ટ્રોમાડોલની દવાઓની ખુબજ માંગ રહેલી છે. આવા ખતરનાક આતંકીઓ માટે સંજીવની બનતી ડ્રગ્નસે દવાના સ્વરૂપે કચ્છના મુંદરા બંદેરથી નિકાસ કરવામાં આવતી હોય તેની તપાસ તો ચોકકસથી દેશની ટોંચની એજન્સીઓ એનઆઈએ અને એનસીબી જેવાઓને સોપવી જોઈએ. કારણ કે, કન્ટેઈનર અહી રીકોલ કરવામા આવ્યા છે તેનો અર્થ એવો છે કે, ટ્રોમાડોલ દવાઓના કન્સાઈનમેન્ટ અહીથી નીકળી ગયા? કસ્ટમના જવાબદાર અધીકારીઓએ તે વખતે જ ધ્યાન નથી આપ્યુ તે તો સાબીત થઈ જ રહ્યુ છે. હવે તપાસ પણ જો આ જ કક્ષાએ ચાલશે તો સત્ય હકીકત કેટલી આ કેસમાં બહાર આવી શકશે? કારણ કે, ૧પ૦ કરોડના કન્સાઈનેમટન તો પડકયા છે પરંતુ આ પહેલા પાછલા કેટલા લાંબા સમયથી આ સિન્ડીકેટ દ્વારા આવા કન્સાઈનમેન્ટ ત્યા મોકલી નહી દીધા હોય તેની શું ખાત્રી? આ ઉપરાંત મુંદરા કસ્ટમમાં કયા અધિકારી અને તેમની ટીમની ભુંડી ભુમિકા રહેલી છે? તેની સામે કેમ ધાક બેસાડતી કાર્યવાહી કે લાલઆખ કરવામા નથી આવી? સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આતંકીઓ માટે અહીથી ગયેલી કરોડોની રકમની ગોળીઓના આર્થિક વ્યહવાર કેવી રીતે થતા હતા? જો તેની ઉંડાણથી તપાસ કરવામા આવશે તો મુંદરાથી આફ્રીકા સુધીના એક મોટા હવાલા રેકેટનો પણ પર્દાફાશ ચોકકસથી થવા પામી જશે અને કઈકના પગ નીચેથી જમીન સરકી જવા પામશે તેમ પણ જાણકારો માની રહ્યા છે.

Comments