મર્હૂમ ડો.હાજી જંહાગીરશાનું જીવનચરિત્ર લોકસેવાની આપતું રહેશે પ્રેરણા
કચ્છની કોમી એખતાના પ્રખર હિમાયતી અને ગરીબોના બેલીની ઝિયારતમાં દેશ - વિદેશથી લોકો જોડાયા : વિશ્વભરની અનેક સંસ્થાઓએ પાઠવ્યો શોકસંદેશ : ડો.હાજીજંહાગીરશાના નકશેકદમ પર ચાલી જનસેવાના કાર્યો અવિરત રાખવાની નેમ મુક્તિ-એ-આઝમ કચ્છ અલૈહેરહમાં પરિવારે કરી વ્યકત
કોઠારા : ગરીબો અને દિનદુઃખિયાઓની સેવામાં સતત પ્રવૃત રહી જનસેવા માટે પ્રેરક દ્રષ્ટાંતો પુરા પાડનાર મુક્તિ-એ-આઝમ કચ્છ અલૈહેરહમાં સૈયદ અલ્લામા ડો.હાજીજંહાગીરશા હાજીમીંયાનું સમગ્ર જીવન લોકોને લોકસેવાની પ્રેરણા આપતું રહેશે. ગત તા. ૧૪મી સપ્ટેમ્બરના ડો.હાજીજહાંગીરશાએ ફાની દુનિયાને અલવીદા ખુદાની રહેમતે પહોંચ્યા હતા. આજે અબડાસાના વિંઝાણ ખાતે જીયારત રાખવામાં આવી હતી. જેમાં કચ્છ ઉપરાંત દેશ-દેશાવરમાંથી મોટી સંખ્યામાં રાજકીય અને સામાજીક ક્ષેત્રના આગેવાનોએ હાજર રહી મર્હૂમ ડો.હાજીસાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. લોકસેવાને પોતાનો જીવનમંત્ર બનાવી ગરીબો અને દિન દુઃખીયાઓની જીવન પર્યંત સેવા કરનાર ડો.હાજીજહાંગીશાના નિધનથી કચ્છ જિલ્લાએ એક કોમળ હૃદય ગરીબોના બેલીને ગુમાવ્યો છે. તેમના નિધનથી પડેલી ખોટ કદીયે પુરાશે નહીં તેવી લાગણી તમામ અગ્રણીઓએ વ્યકત કરી હતી. મુક્તિ-એ-આઝમ કચ્છ અલૈહેરહમાં પરિવારના સૈયદ હાજી સુલતાનશા, સૈયદ હાજી અમીનશા, સૈયદ મોહમ્મદ હનીફશા, સૈયદ સલીમશા, સૈયદ ઈન્તખાબશા, સૈયદ અલીઅસગરશા, સૈયદ હાજીમોહમ્મદશા, સૈયદ મહેદિશા વગેરેએ ડો.હાજીજહાંગીરશાના નકશેકદમ પર ચાલી પરિવાર લોકસેવાના કાર્યોને અવિરત આગળ ધપાવશે. તેમણે શીખવેલા લોકસેવાના પાઠને જીવનમુલ્ય બનાવી ગરીબોની સેવા કરવાના કાર્યો અવિરત રાખવાની નેમ વ્યકત કરી હતી.તાઝીયત માટે દેશ - વિદેશની અનેક સંસ્થાઓએ શોકસંદેશ પાઠવ્યા હતા. જેમાં દારૂલ ઉલુમ મિસ્કીનીયા (ધોરાજી), દારૂલ ઉલુમ જમે અશર્ફિયા (મુબારકપુર), દારૂલ ઉલુમ સુન્ની દાવતે ઈસ્લામી (મુંબઈ), દારૂલ ઉલુમ દાવતે ઈસ્લામી હિન્દ પાક, દારૂલ ઉલુમ ફૈઝે અકબરી (લુણી શરીફ), દારૂલ ઉલુમ સીધીકીયા (સુજા શરીફ રાજસ્થાન), દારૂલ ઉલુમ ઈસહાકીયા (જોધપુર), દારૂલ ઉલુમ ગૌસેસમધાની (વાંકાનેર), દારૂલ ઉલુમ નોમાનબીન સાબિત (દયાપર), દારૂલ ઉલુમ બરકાતે મુસ્તફા એજયુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ (રામપર અબડા), ફાતેમુત્તઝહરા લીલબનાત (રામપર અબડા), દારૂલ ઉલુમ અનવારે મુસ્તફા (કેરવાંઢ), દારૂલ ઉલુમ ગુલસને મોહમદી એજયુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સામખિયાળી, ગુલસને ફાતીમોતઝહેરા, દારૂલ ઉલુમ સામખિયાળી, દારૂલ ઉલુમ સૈયદ આરેરસુલ ટ્રસ્ટ (ખારોઈ), ભુજ - માંડવી યતીમખાના, શીફા હોસ્પિટલ કચ્છ, કચ્છ હિતરક્ષક સમિતિ, મોહમ્મદી ચેરીટેબલ ટ્રસ્ટ ભુજ, ખીદમત - એ - ખલ્ક - માંડવી, કશ્વાહ ચેરીટેબલ ટ્રસ્ટ, મીંયાણા એજયુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, હિંગોરા એજયુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, દારૂલ ઉલુમ ફૈઝાને ગુલસને મુસ્તફા ટ્રસ્ટ - નલિયા, દારૂલ ઉલુમ આલાહઝરત - ભુજ, મુસ્લિમ એજયુકેશન વેલ્ફેર ટ્રસ્ટ વગેરે સંસ્થાઓએ શોક સંદેશ પાઠવ્યો હતો.
................
ડો.હાજી જહાંગીરશાની જીવન ઝરમર
સૈયદ અલામા અલ્હાજ ડોક્ટર જહાંગીરશા બાવા સાહેબનો જન્મ ૨૮-૦૬-૧૯૪૬ના થયો હતો. તેઓ દસ વર્ષ ની ઉંમરે મુફતી એ આઝમ કચ્છ અલૈહેર્હમાઁની સાથે દિની અને દુનિયાવી તાલીમ હાંસિલ કરવા માટે કચ્છથી મહારાષ્ટ્રના ભીવંડી દારૂલ ઉલુમમાં તાલિમ હાંસિલ કરી અને ત્યારબાદ ત્યાંથી ગુજરાતના ધોરાજી દારૂલ ઉલુમ મિસ્કીનિઆ ખાતે ૧૯૬૬- માં મુફતી-એ-આઝમ કચ્છ અલૈહેર્હમાઁની સાથે આલિમ ફાઝિલની ડીગ્રી હાંસલ કરી હતી. ત્યારબાદ ૧૯૬૮માં દોઢ વર્ષ આફ્રિકા ખંડના ટાન્ઝાનિયા, ઝાંઝીબાર, યુગાન્ડા, કેન્યા, દેશોમાં દિની ખિદમત આપી હતી. ૧૯૭૦ થી ૧૯૮૧ સુધી જનરલ મરચન્ટ નેવીમાં ફરજ દરમિયાન સમગ્ર વિશ્વના એશિયા, યુરોપ, રશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉતર અમેરીકા, દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા ખંડોના તમામ દેશોમાં ફરજ બજાવતા સફર કર્યા હતા. તેઓનો બહુજ ઉમદા અનુભવો અને ઉતાર ચઢાવ સાથે જિંદગીના કઠીન સફર કર્યા સાથે ઈલ્મ એ તેબ અને યુનાની અને આયુર્વેદિક અને આરએમપી ઉપચારની ડીગ્રી હાંસલ કરી હતી અને સમગ્ર કચ્છના જરૂરતમંદ દર્દીઓની આરોગ્ય ક્ષેત્રે સેવા આપી એની સાથે દિની અને દુનિયાવી સેવામાં સમગ્ર કચ્છમાં હાજરી આપતા તેઓ મુફતી એ આઝમ કચ્છ અલૈહેર્હમાઁની સાથે દરેક ક્ષેત્રની સંસ્થાઓ સાથે આજીવન સંકળાયેલા હતા. છેલ્લા ચાલીસ વર્ષથી અતિવૃષ્ટિ અને વાવાઝોડા અને ભુકંપ અને કોરાના જેવી મહામારી સમયે નાતજાતના ભેદભાવ વગર અનેક જરૂરતમંદ પરીવારો મદદરૂપ થયા હતા અને ભુકંપ સમયે ભુજ, ભચાઉ, વાગડ વિસ્તારના એકસો સત્યાવીસ પરીવારોને સતત એક મહિના સુધી ખાવા પીવા રહેવા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી છેલ્લા ત્રીસ વર્ષ થી દાવત એ મુસ્તફા અબડાસા સંસ્થાની સ્થાપના કરાવીને કચ્છની અનેક વિધવાઓ અને યતીમો અને મિસ્કીનો અને જરૂરતમંદ પરીવારોને મહિના મહિના રાશન અને સમયાંતરે આરોગ્ય કેમ્પ અને ઠંડીની સીઝનમાં ગરમ બ્લેકેન્ટ અનેક દર્દીઓને કાયમી મેડેસીન સહિતની સેવાઓ આજીવન અવરીત ચાલુ રાખી ગયા છે.

Comments